________________
શ્રી અગડદત્ત રાસમાલા.
95
જૂની ભૂલોને ભૂલી તે ખંતપૂર્વક વિદ્યાભ્યાસ કરવા લાગ્યો... દુન્યવી બીજી બધી બાબતોથી તે એકદમ અલિપ્ત બની ગયો. મનમાં એક જ લગન છે. “વિદ્યાભ્યાસ’!....
એક બાજુ સતત અને સખત ઉદ્યમ છે ને સાથે વિનય પણ છે. બીજી બાજુ સુયોગ્ય ઘડતર કરનાર ગુરુ છે. બન્નેનો સુમેળ સધાઈ ગયો.
ટૂંક સમયમાં જ અગડદત્ત ગજકળા, અશ્વકળા, રથકલા, નૃત્યકળા, ગીતકળા, વાદ્યકળા, ચિત્રકળા વગેરે કળાઓમાં અને લક્ષણવિદ્યા, જ્યોતિષવિદ્યા, ઔષધવિદ્યા વગેરે વિદ્યામાં પારંગત બની ગયો. હવે તેણે તેની ક્ષત્રિયને યોગ્ય શસ્ત્રકલા પણ ગ્રહણ કરવાની શરૂ કરી દીધી.
ઉપાધ્યાયના ઘરની બાજુમાં એક ઉદ્યાન હતું. ગ્રહણ કરેલી વિદ્યાઓનું વિસ્મરણ ન થઈ જાય માટે નિત્યત્યાં જઈને/કલાપરિશ્રમ કરતો રહેતો.. શસ્ત્રાભ્યાસ પણ કરતો, હાંડલીને દોરીથી ઝાડની ડાળીએ બાંધીને તે સામે દૂર જઈને નિશાન તાકે. તલવાર હાથમાં લે અને જુદી જુદી રીતે પ્રહારો કરતા શીખે.
આ ઉદ્યાનની બાજુમાં એક હવેલી હતી. તેના ગવાક્ષમાં એક સુંદરી બેસી રહેતી અને દરરોજ કુમારને જોયા કરતી.
કેવું સુંદર રૂપ? કેવું લસલસતું યોવન? કેવું કલાકૌશલ્ય? ખરેખર! આ યુવાન સાથે મારો મેળાપ થઈ જાય તો મારા માટે પૃથ્વી પર જ સ્વર્ગ ઉતરી જાય.'
આવા તો અનેક વિચારો ધસમસતા પૂરની જેમ તે સુંદરીના મનમાં આવવા લાગ્યા. દિનપ્રતિદિન તેનો કુમાર પ્રત્યેનો રાગ વધતો જ જતો હતો.
હવે તો કુમાર સાથે વાતચીત કરવા અને કુમારનું ધ્યાન ખેંચવા તેણે એક ઉપાય પણ ગોતી કાઢ્યો. રોજ-રોજ વિવિધ અલંકારો પહેરી ગવાક્ષમાં આવીને બેસે. અને વિવિધ પ્રકારના પત્ર-પુષ્પ ફળ વગેરે ફેંકી કુમારને પોતાની તરફ આકર્ષિત કરવાના પ્રયત્નો શરૂ કર્યા.
અગડદત્તને વિદ્યાભ્યાસમાં એટલો રસ છે કે એ મનને બીજે ક્યાંય જવા દેવામાં માનતો જ નથી, આટઆટલા હાવભાવ કરી રહેલી સુંદરીની સામે એકવાર પણ જોતો નથી. એક દિવસ પેલી સુંદરી કામના ઉન્માદે ચડી,
કેટલા દિવસથી રાહ જોઉં છું? કેટલા પ્રયત્નો કર્યા? મારે ક્યાં સુધી તરસ્યા કરવું? હવે નહીં રહેવાય.” અતિ વિહ્વળ બનેલી સુંદરીએ સુંદર ફૂલોથી ગુંથેલ એક પુષ્પગુચ્છ અગડદા પર જોરથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org