________________
94
‘રાજકુમાર! જે બની ગયું તેને ભૂલી જા.’
‘કેવી રીતે ભૂલી જાઉં? મારા મગજમાં હજુ પણ પિતાજીના શબ્દો ગુંજે છે.’
‘એ બધું ભૂલ્યા વિના તું વિદ્યાઓ અને કલાઓમાં પારંગત બની શકીશ નહીં. માટે આજથી ભૂતકાળને ભૂલી આ તારું જ ઘર છે એમ માની અહીં ખુશીથી રહે. હું તને સમગ્ર કલાઓમાં નિષ્ણાત બનાવીશ’.
‘પણ, એક વાત હવે તારે ધ્યાનમાં રાખવાની છે’.
‘કઈ?’
‘તારે કોઈને પણ તારી ઓળખ આપવી નહીં.’ ‘ભલે, આપની આજ્ઞા મારા માટે શિરસાવંઘ જ રહેશે.’ ઉપાધ્યાય અગડદત્તને લઈને પોતાની પત્ની પાસે જાય છે.
પધારો... પધારો... સ્વામી! પરંતુ આ યુવાન?' ‘પ્રિયે! આ મારા ભાઈનો પુત્ર છે...’
‘નામ?’
‘અગડદત્ત,
અહીં કલાભ્યાસ અર્થે આવ્યો છે.’
અગડદને ભક્તિથી તેમના ચરણસ્પર્શ કર્યા
‘અગડદત્ત આજથી અહીં જ રહેશે. આપણે પુત્રની જેમ એને રાખવાનો છે.’
પત્નીને આટલું કહીને ઉપાધ્યાયે કુમાર સામે જોયું.
‘અગડદત્ત! આ ઘર તારું જ છે. કોઈ પણ શરમ કે સંકોચ રાખીશ નહીં’.
‘હા જી ગુરુદેવ! પણ હવે મારે શું કરવાનું છે?
‘સ્નાન-ભોજનાદિ કરી લે. થોડો વિશ્રામ કરી લે. પછી આજથી જ તારો કલાભ્યાસ શરૂ કરી
દઈએ...’
અગડદત્ત કથા
‘જેવી આપની આજ્ઞા.’
અગડદત્તને ખરે સમયે માતાના વાત્સલ્ય અને પિતાના પ્રેમના મિશ્રણસમા ગુરુદેવ મળી ગયા,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org