________________
શ્રી અગડદત્ત રાસમાલા
આ દ્રશ્યએ અગડદત્તના મનમાં એક પ્રકાશનું તેજ કિરણ પાથરી દીધું. હું પણ આ રીતે વિદ્યાભ્યાસ અને કલાભ્યાસ કરું તો?
હું અત્યાર સુધી ભલે કાંઈ શીખ્યો નહીં. પરંતુ હવે મન દઈને ઉદ્યમ કરું તો અભ્યાસ થઈ શકશે...
પરંતુ આ ઉપાધ્યાયજી મને ઓળખતા નથી. તો મને અભ્યાસ કેવી રીતે કરાવશે? વળી ગુરુદક્ષિણા માટે મારી પાસે દ્રવ્ય પણ ક્યાં છે?
છતાં, હું એમની પાસે જાઉં અને વાત તો કરું, મુખાકૃતિથી બહુ સૌમ્ય અને ઉદાર લાગે છે. કદાચ મને વિદ્યાભ્યાસ કરાવવાનું સ્વીકારી લે પણ ખરા!”
અગડદર સીધો જ એ ઘરમાં ઉપાધ્યાય પાસે ગયો. વિનયપૂર્વક તેમના ચરણ સ્પર્શ કર્યા અને હાથ જોડીને બેઠો.
તેની સુકુમાલ દેહયષ્ટિ, લક્ષણવંતુ વિશાલ ભાલ પ્રતિભાવંતી મુખાકૃતિ, આ બધું જોઈને ઉપાધ્યાય સમજી ગયા કે આ નવયુવાન કોઈ ઉચ્ચકુળનો લાગે છે. ને સાથે વર્તમાન પરિસ્થિતિ જોઈને સમજી પણ ગયા. હમણાં કોઈ મુશ્કેલીમાં લાગે છે.
અગડદત્તને પ્રેમથી આવકાર આપ્યો. આવ, કુમાર! શું નામ છે તારું?” “મારું નામ અગડદત્ત” તારા પિતા?” “શંખપુરના મહારાજા સુંદર!” ‘તું રાજકુમાર છે?” હાજી “તો અત્યારે અહીં?' અગડદતે ઉપાધ્યાય સમક્ષ નિખાલસ પણે હૈયું ખાલી કરી દીધું. પોતાનો સમગ્ર વૃતાન્ત જણાવી દીધો... ઉપાધ્યાય એની સરળતા અને સચ્ચાઈ પર ખુશ થયા અને કુમારને આશ્વાસિત કર્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org