________________
શ્રી અગડદત્ત રાસમાલા
91
ITA
કે
જો
.
III III
હું
g:ER
પિતાના પ્રચંડ આક્રોશભર્યા વચનો સાંભળીને અગડદત્તનું માથું શરમથી ઝુકી ગયું, કાંઈ પણ બોલી ન શક્યો.
“કુંડલ પોતે જ જો કાન ખોતરે તો એ ભૂષણ નહીં પણ દૂષણ છે. આવા દૂષણને દૂર કરવામાં જ સર્વનું શ્રેય છે.
ચાલ્યો જા અહીંથી, મારે તારું મુખ પણ જોવું નથી, જા, મારો મહેલ, મારું નગર, મારું રાજ્ય છોડીને ચાલ્યો જા. આજ પછી ક્યારેય તારું કલંકિત મુખ મને દેખાડીશ નહીં..'
મહારાજાના તીક્ષ્ણ વચન-બાણોએ અગડદત્તના હૃદયને વીંધી નાખ્યું. હાથમાં તલવાર લઈને એ તરત જ ત્યાંથી નીકળી ગયો.
નગર પસાર કરીને તે અટવીમાં પહોંચ્યો.
જીવનમાં પહેલી જ વાર તે એકલતાનો અનુભવ કરી રહ્યો હતો. તેના અભિમાનના ચૂરેચૂરા થઈ ગયા હતા.
આરામ અને મોજમજા, મિત્રોની સંગત અને વિષયોની રંગત બધું જ એક ઝાટકે છોડી દેવું પડ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org