________________
90
વ્યાપાર વગેરે તો સારી રીતે ચાલી રહ્યા છે ને?’
‘મહારાજા! આપની સુઘડિત વ્યવસ્થા અને ન્યાયપ્રિય શાસનને કારણે નગરના વ્યાપાર અને લોકોની સમૃદ્ધિમાં ઉત્તરોત્તર વૃદ્ધિ જ થઈ રહી છે.’
‘તો પછી?’
‘રાજ! કેટલાય સમયથી નગરની પ્રજા ત્રસ્ત છે...’
‘ત્રસ્ત? પ્રજાને શેનો ત્રાસ? કોનો ત્રાસ..
મારા હોવા છતાં જો પ્રજા ત્રસ્ત હોય તો મારું આ રાજવી પદ લાજે. માટે, વિના સંકોચે જે હોય તે જણાવો...’
‘મહારાજ! બીજું બધું તો બરાબર છે પણ રાજકુમાર!...’
‘નગરશેઠ! તમે ગભરાશો નહીં.
જો રાજકુમારની ભૂલ હશે તો તેને પણ સજા થશે...’
‘મહારાજ! આપણો રાજકુમાર ઘણા સમયથી સાતે ય વ્યસનમાં ચકચૂર બન્યો છે. મદ્યપાન કરીને આખા નગરમાં ફર્યા કરે છે. ગામની વહુ-દીકરીઓને પરેશાન કરવામાં એણે કાંઈ બાકી રાખ્યું નથી, હવે તો આ પ્રજા નગરને અને રાજ્યને છોડવા તૈયાર થઈ ગઈ છે.’
મહારાજાની આંખો લાલઘૂમ થઈ ગઈ...
સિંહાસન પર હાથ પછાડી ઊભા થઈ મહારાજાએ ત્રાડ પાડી.
અગડદત્ત કથા
‘મંત્રીશ્વર! રાજકુમારને તુરત હાજર કરો! એને કડકમાં કડક સજા કરવામાં આવશે...’
મહારાજાનું વિકરાળ સ્વરૂપ આ પહેલા ક્યારેય જોયું ન હતું, આથી ‘હવે શું થશે?' એ વિચારમાં બધા ખોવાઈ ગયા, આખી રાજસભા સ્તબ્ધ બની ગઈ. સૌ કોઈ મહારાજાના લાલઘુમ ચહેરાને જોઈ રહ્યા...
થોડી જ વારમાં રાજકુમારનો રાજસભામાં પ્રવેશ થયો...
જ
‘અગડદત્ત! મારા જલ જેવા નિર્મલ કુલને તે કલંક ચઢાવ્યું છે. મારી સાત નહીં પણ સત્તોતેર પેઢીનું નામ ડુબાડ્યું છે. રક્ષણહાર હોય એ જ ભક્ષણહાર બને તો કેમ ચાલે? આપણે પ્રજાના ત્રાતા છીએ. આપણે જ ત્રાસદાતા બનીએ એ તો કોઈ પણ સંયોગોમાં નહીં જ ચલાવી લેવાય’...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org