________________
શ્રી અગડદત્ત રાસમાલા
કાળક્રમે અગડદત્ત યૌવનના ઉંબરે આવી પહોંચ્યો. રૂપ, સમૃદ્ધિ અને સત્તા મળે અને એનો મદ ચડે પછી શું બાકી રહે?
રાજા રાજકાજમાં વ્યસ્ત છે. અને મહારાણી પુત્ર-મોહમાં મસ્ત છે. એને કોઈ જ બંધન નથી, કોઈ રોકનાર કે ટોકનાર નથી... આ બધાનું પરિણામ એ આવ્યું કે, આ રાજકુમાર કુમિત્રોની સોબતે ચડી ગયો. મદ્યપાન અને જુગાર વિના એને ચેન પડતું નથી, હિંસા કરતા જરાય ખચકાતો નથી. વાતે વાતે ખોટું બોલવું એ તો એનો સ્વભાવ થઈ ગયો, પરસ્ત્રીમાં લંપટ બની ગયો, ગમે ત્યારે કોઈને પણ હેરાન કરીને તે આનંદ માણે છે, આખા નગરમાં જ્યાં ત્યાં ફરે છે. લોકોને રંજાડે છે ને નગરની સ્ત્રીઓને હેરાન કરે છે.
નગરજનો આ રાજકુમારથી કંટાળી ગયા છે. પણ બિલાડીના ગળે ઘંટ બાંધે કોણ? સત્તા સામે શાણપણ શું કામનું? કોઈ કુમારને કાંઈ પણ કહી શકતું નથી, એક દિવસ નગરનું મહાજન ભેગું થયું.
કાંઈક તો આપણે કરવું જ પડશે, કુમાર આ રીતે વર્તે તો આપણી વહુ-દીકરીઓની લાજ કેમ રહેશે?'
“અરે! લાજ તો ઠીક, બહાર નીકળવુંય મુશ્કેલ થઈ ગયું છે.” મદ્યપાન કરીને નગરમાં ફરે છે. આપણા દીકરાઓ એની સોબતે ચડી ગયા તો?' રાજકુમારની આવી અવળચંડાઈ ચલાવી કેમ લેવાય?' પણ, આ તો રાજકુમાર છે એને સમજાવે કોણ?” કાંઈ કરવું તો પડશે જ.” આપણે મહારાજા પાસે જઈએ. રાજા પ્રજાવત્સલ છે. એ જ આપણને ન્યાય આપશે.’ પુત્રમોહમાં અંધ બનીને રાજા આપણી વાત નહીં સાંભળે તો?”
“તો શું? આપણે કહી દઈશું. પ્રજાની હેરાનગતિ દૂર કરો અથવા બીજા રાજ્યમાં જવાની અનુમતિ આપો.”
બધા એક અવાજે બોલી ઉઠ્યા. હા હા એમ જ કરીએ.” બીજે દિવસે મહાજન ભેગુ મળી રાજદરબારે ગયું. મહારાજાની સામે ભટણું ધર્યું. રાજ! આ ભટણું સ્વીકારી અમને કૃતાર્થ કરો.” આજે આખું મહાજન રાજસભામાં? શું કોઈ વિશિષ્ટ પ્રયોજન?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org