________________
88
અગડદત્ત કથા
સ્નેહ... પુત્ર વાત્સલ્ય મહારાણીજીને ઘેલા બનાવી દીધા હતા. ક્યારેક કુમાર ભૂલ કરી બેસે છતાં માતાની મમતા એની સામે આંખ આડા કાન કરે. પુત્ર-પ્રેમને કારણે કુમારની ભૂલો મહારાણીજીને ભૂલ જ લાગતી નથી, કુમાર મન ફાવે તેમ જ કરે, મન ફાવે ત્યાં જાય, છતાં મહારાણીજી કુમારને એક અક્ષર પણ કહેતા નથી.
આ બધું જોઈને રાજાને મનમાં થોડી ચિંતા થવા લાગી. એક દિવસ એકાંતમાં મહારાણી પાસે ચિંતા વ્યક્ત કરી.
“મહારાણી! એવું નથી લાગતું વધુ પડતો સ્નેહ રાજકુમારના ભવિષ્યને માટે હાનિકારક બને? રાજનુ! પુત્ર તો માતા-પિતાના સ્નેહનો હંમેશા તરસ્યો જ હોય...” પણ, માતા-પિતાની ફરજ?'.. ફરજ શું? પુત્ર પર વાત્સલ્ય વરસાવ્યા કરવું એજ ને?” ના મહારાણીજી, માત્ર એટલેથી કર્તવ્ય પૂર્ણ થતું નથી.” તો?' પુત્રમાં સંસ્કારોનું સિંચન પણ આવશ્યક છે.” “મારો પુત્ર તો સંસ્કારોનો ભંડાર છે ભંડાર...!” રક્ષણ ન કરીએ તો ભર્યા ભંડારનેય ખાલી થતા વાર ન લાગે!” “મહારાજા! આપ ખોટી ચિંતા કરો છો..”
ચિંતા ખોટી નથી. અત્યારથી જ એ કોઈનું ઔચિત્ય સાચવતો નથી અને ગુરૂજનોનો પણ અવિનય કરતા અચકાતો નથી...
હું રાજકાર્યોમાં વ્યસ્ત રહું છું, તમે તો થોડું ધ્યાન રાખો.
“રાજ! અગડદત્ત તો હજુ બહુ નાનો છે. બાળ સહજ ચંચળતાઓતો હોય જ ને! વિદ્યાભ્યાસ થશે, કળાઓમાં પારંગત બનશે... પછી આપ જ કહેશો.
“આ તો મારા કૂળનો દિપક છે..' મહારાણીની અતિશય મમતાની આગળ મહારાજાને મૌન ધારણ કરવું પડ્યું.
આ રીતે માતાના અપાર સ્નેહે અગડદામાં સંસ્કારોના સિંચનને અને દોષના નિકાલને ગૌણ બનાવી દીધા. સ્વ-ઈચ્છા પ્રમાણે જ વર્તવું, કોઈનો પણ તિરસ્કાર કરી દેવો. મન ફાવે તેમ બોલવુ આ બધુ એના જીવનમાં સહજ થઈ ગયું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org