________________
87
નાની અગsd 8થા -
જંબુદ્વિપ... દક્ષિણાર્ધભરત... રળીયામણું નગર શંખપુર.. જાણે પૃથ્વી રૂપી સુંદરીના હૈયાનો હાર.
આકાશને આંબતી હવેલીઓ, વિશાળ રાજમાર્ગો, અનેક ક્રીડા સ્થાનો, સુંદર સરોવરો, લીલાછમ ઉપવનો આવા તો અનેક વૈભવોથી શોભાયમાન એ નગર એટલે જાણે ઈન્દ્રની અલકાપુરી...
ત્રદ્ધિ સમૃદ્ધિ તો એટલી છલકતી કે જાણે આનગરને લક્ષ્મીએ પોતાનું નિવાસસ્થાન બનાવ્યું હોય. આ નગરને જોવું એટલે પરદેશીઓને મન તો કાયમનું સંભારણું!.
અહીંના વણિકો દેશ-પરદેશ વેપારાર્થે જતા, તો અનેક દેશ-દેશાવરના વેપારીઓ અહીં વેપાર કરવા આવતા, અહીં ન હતો કોઈ દંડનાયકોનો ભય, ને ન હતો લૂટારાઓ કે ધૂતારાઓનો ભય.
સુખ-શાંતિ અને સમૃદ્ધિનો ત્રિવેણી સંગમ અહીં રચાયો હતો. આથી જ તો પ્રજા ધર્મ આરાધના પણ સારી રીતે કરી શકતી.
આ બધાનું એક માત્ર કારણ એટલે સુંદર રાજા. પ્રજાવત્સલતા અને ન્યાયપ્રિયતાને કારણે એણે પ્રજાના મન જીતી લીધા હતા. શૌર્ય અને પરાક્રમ તો એવા કે કોઈ શત્રુ એની સામે આંખ ઊંચી પણ ન કરી શકે.
આ રાજહંસ ન્યાય-અન્યાયના ક્ષીર-નીરનો ભેદ સારી રીતે ઉકેલી શકતો.. રાજવી માત્ર નામથી જ નહીં પરંતુ ગુણથી પણ સુંદર હતો. આ રાજા નગર રૂપ નવસેરા હારનો મુખ્યમણિ હતો.
આ રાજવીને શીલગુણથી શોભતી સુલસા નામે પટ્ટરાણી હતી. રૂપવાનની સાથે એ ગુણવાન પણ હતી. રાજાને મન એ જ જીવન હતી. રાજા-રાણી સુખપૂર્વક ગૃહસ્થધર્મનું પાલન કરતાં હતાં. સંસારના સુખ ભોગવતાં રાજાને ત્યાં એક પુત્રનો જન્મ થયો. આખા નગરમાં ઉમંગ અને ઉત્સાહપૂર્વક જન્મોત્સવ ઉજવાયો. નામ રાખ્યું અગડદત્ત!
એકનો એક હોવાથી માત-પિતાનો અત્યંત લાડકવાયો બન્યો. એના મનમાં જે ઈચ્છા થાય તે મહારાણીજી અવશ્ય પૂરે. એક બાજુ રાજઋદ્ધિ સુખસમૃદ્ધિ અને બીજી બાજુ માતા-પિતાનો અપાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org