________________
શ્રી ચિંતામણી પાર્શ્વનાથાય નમઃ
અધ્યાત્મયોગી પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન પ. પૂ. ગણિવર્ય શ્રી તીર્થભદ્ર વિજય મ. સા. આદિ ઠાણા- ૨૪ નું વિ. સં. ૨૦૬૮ નું ચાતુર્માસ અમારા સંઘના આંગણે નિર્ણિત થયું ત્યારથી અમારો હર્ષ અને ઉલ્લાસ સીમાતીત બની રહેલ.
કચ્છવાગડ દેશોદ્ધારક પૂ. દાદાગુરુદેવ શ્રી વિજય કનકસૂરીશ્વરજી મ. સા. ના ૫૦ માં સ્વર્ગારોહણ વર્ષની ઉપલબ્ધિમાં “શ્રી વિજય કનકસૂરિ પ્રાચીન ગ્રંથમાલા” નો શુભારંભ અમારા આંગણેથી થઈ રહ્યો છે. તેનું ગૌરવ અનુભવીએ છીએ.
ગ્રંથમાલાના પ્રથમ પુસ્તકનો લાભ અમને મલ્યો એ અમારો પુણ્યોદય છે. પૂ. દાદાગુરુદેવની અંતિમભૂમિનું સૌભાગ્ય ભચાઉ નગરને મલ્યું છે. પૂજ્યશ્રીના આશીર્વાદ સમગ્ર કચ્છ-વાગડ ઉપર વરસી રહ્યા છે. પરંતુ ભચાઉ નગર ઉપર વિશેષ રીતે વરસી રહ્યા છે. તેનો અહેસાસ અમો કરી રહ્યા છીએ.
પ્રાચીન અપ્રગટ સાહિત્યને પ્રગટ કરવાનું ભગીરથ કાર્ય પ. પૂ. ગણિવર્ય શ્રી તીર્થભદ્રવિજયજી મ. સા. અને તેમના શિષ્યરત્નોએ શરૂ કર્યું છે. તેમની આ શ્રતયાત્રા અવિરતપણે ચાલ્યા કરે એજ મંગલ કામના.
શ્રી ભચાઉ વીશા ઓશવાળ જૈન સંઘ
પ્રવિણ હરઘોર ગાલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org