________________
R, IT, પ્રકાશકીય
BALATASARANAUME GENTING
M
..
કિં કે
છે
જૈન શાસનમાં કથાનુયોગ અતિસમૃદ્ધ હોવાના કારણે બાલજીવોને પ્રતિબોધ કરવાનું ભગીરથ કાર્ય આજના વિષમકાલમાં પણ સરળતાથી થઈ શકે છે.
અતિ પ્રાચીન અગડદત્તકથા ઉપર રચાયેલ અનેક રાસ અને ચોપાઈઓ આજ સુધી અપ્રગટ રહ્યા હતા. તેને પ્રગટ કરી જૈન ગુર્જર સાહિત્યની સમૃદ્ધિને જગત સમક્ષ ખુલ્લી મૂકવાનો પ્રયત્ન પ. પૂ. ગણિવર્ય શ્રી તીર્થભદ્ર વિજય મ. સા. તથા તેમના શિષ્યરત્નોએ કર્યો છે અને તેને પ્રકાશિત કરવાનો લાભ અમોને મલ્યો છે તે માટે અમો પૂજ્યશ્રીના સદા ઋણી રહેશુ.
કચ્છ-વાગડ દેશોદ્ધારક પૂ. દાદા ગુરુદેવ વિજય કનકસૂરીશ્વરજી મ.સા.ના ૫૦ માં સ્વર્ગારોહણ વર્ષ નિમિત્તે પૂજ્યશ્રીની કાયમી સ્મૃતિ અર્થે “વિજયકનકસૂરિ પ્રાચીન ગ્રંથમાલા” નો પ્રારંભ કરવાનો લાભ પણ અમને મળ્યો તેને અમારુ ગૌરવ માનીએ છીએ. ગ્રંથમાલાના પ્રથમ પુસ્તકનો સંપૂર્ણ લાભ લેનાર શ્રી ભચાઉ વીશા ઓશવાળ જૈન સંઘની હાર્દિક અનુમોદના કરીએ છીએ.
આ ગ્રંથનું નયનરમ્ય આર્કષક કાર્ય સતત સંપર્કમાં રહી કાર્યને સરળ બનાવવામાં ઉપયોગી થનાર શ્રી અમરભાઈ દામજી ગડાનો અમે આભાર માનીએ છીએ. અંતમાં, આ ગ્રંથ પ્રકાશનમાં જેમની જેમની પણ નાની-મોટી સહાય મળી છે. તે સર્વના અમે આભારી છીએ.
શ્રી શ્રમણ સેવા રીલીજિયસ ટ્રસ્ટવતી હસમુખભાઈ પ્રેમચંદ શાહ
(પ્રમુખ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org