________________
સંપાદડીયો .
-- કે
- imitstutiHitudIn
કલિયુગમાં જિનશાસનની પ્રાપ્તિ મરૂભૂમિમાં કલ્પવૃક્ષની પ્રાપ્તિ સમાન છે. ચાલુ અવસર્પિણી કાલના ૨૪માં તીર્થકર ભગવાન શ્રી મહાવીર સ્વામી પરમાત્માએ વૈશાખ સુદ-૧૧ ના મંગલ દિવસે શ્રી ગૌતમસ્વામી આદિ ગણધર ભગવંતોને ત્રિપદીનું પ્રદાન કર્યું. તેમાંથી સર્જન થયું દ્વાદશાંગીનું....
શ્રી સુધર્માસ્વામી ભગવંતની પાટપરંપરામાં થયેલ અનેક ગીતાર્થ આચાર્યાદિ ભગવંતોએ દ્વાદશાંગીના આધારે અનેક ગ્રંથોની રચના કરી. પૂજ્યપાદ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ મ. સા., પૂ. હરિભદ્રસૂરિ મ. સા., પૂ. હેમચન્દ્રસૂરિ મ. સા., પૂ. ઉમાસ્વાતિ મ. સા., પૂ. મહોપાધ્યાય યશોવિજયજી મ. સા. આદિ અનેક મહાપુરુષોએ દ્વાદશાંગીના ગહન પદાર્થોને આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે.
અવસર્પીણી જેવા પડતા કાલના પ્રભાવે સમયના પરિવર્તન સાથે બુદ્ધિમેધાશક્તિનો હાસ થતો રહ્યો. સંસ્કૃત-પ્રાકૃત ભાષાનો અભ્યાસ મર્યાદિત વર્ગમાં રહ્યો. સામાન્ય જનને શાસ્ત્રીય પદાર્થોનો સરળતા અને સુગમતાથી બોધ થાય એ હેતુથી મધ્યકાલીન યુગના (સં. ૧૪૦૦ થી ૧૮૦૦) અનેક વિદ્વાન કવિઓએ મારુગુર્જર ભાષામાં સ્તુતિ-સજઝાય-સ્તવન-રાસ-ચોપાઈ-હીરયાળી-છંદ-ફાગ-ભાસ-સવૈયાગહુલી વગેરેની રચના કરી છે. આ રચનાકારોમાં મુખ્યતા જૈન સાધુ કવિઓની છે. છતાં તેમાં કેટલાક ઋષભદાસજી જેવા શ્રાવક કવિઓનું પણ પ્રદાન છે. આ કવિઓએ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોને રાસ આદિમાં ઉતારી સામાન્ય જન પર મહાન ઉપકાર કર્યો છે.
ઉદાહરણ તરીકે, પૂ. સિદ્ધર્ષિગણિ રચિત ચંપૂકાવ્યમય વિશ્વપ્રસિદ્ધ ઉપમિતિ ભવપ્રપંચા જેવા માર્મિક અને સર્વરસથી ભરપૂર ગ્રંથ ઉપર પૂ. જિનહર્ષ મુનિએ રાસ રચી ગ્રંથના ગહન પદાર્થોને સરળતાથી ગ્રહણ કરી શકાય તેવી રીતે રજૂ કર્યા છે. આગમિક તેમજ પ્રાચીન ગ્રંથોમાં રહેલ અનેક ચરિત્ર કથાઓ ને રાસ-ચોપાઈ આદિમાં ગૂંથી લઈને સર્વજનભોગ્ય બનાવી ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. મધ્યકાલીનયુગમાં ગુર્જરભાષામાં વિપુલ પ્રમાણમાં સાહિત્યની રચના થઈ છે. જેમાંનું ઘણું સાહિત્ય આજ સુધી અપ્રગટ રહ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org