________________
१२०९
अनेकान्तजयपताका
(६०) वस्तुन एव तत्स्वभावत्वात्, प्रतीत्यनुग्रहसिद्धरुभयनिमित्तभावात्, अस्य च तदेवान्यथा भवतीत्यनेनैवाक्षेपोऽन्यथैतच्छब्दार्थायोगात् । इति पक्षान्तरोपपत्त्या पारिशेष्यानाश्रयणेऽपि न हेतुफलभावोच्छेददोष इत्यलं प्रसङ्गेन ॥
निवृत्त्यनिवृत्त्यात्मकत्वेन अनेकान्तस्वभावत्वात् । तत्स्वभावत्वं च प्रतीत्यनुग्रहसिद्धरुभयनिमित्तभावात् । तदन्यच्चेत्युभयम् । अस्य च-उभयस्य तदेवान्यथा भवतीति अनेनैवाक्षेपः अन्यथा-तदनाक्षेपे एतच्छब्दार्थायोगात् । इति-एवं पक्षान्तरोपपत्त्या कारणेन पारिशेष्यानाश्रयणेऽपि परोक्ते न हेतुफलभावोच्छेददोषः पक्षान्तरेणाप्युक्तनीत्या तदनुच्छेदसिद्धेरित्यलं प्रसङ्गेन ॥
- અનેકાંતરશ્મિ જ (વસ્તુ વિશે કથંચિત્ અન્યથાભવન'ની પ્રવૃત્તિ કેમ થાય છે? તેનું કારણ જણાવે છે )
(૬૦) વસ્તુ જ, નિવૃત્તિ-અનિવૃત્તિરૂપે અનેકાંતસ્વભાવી છે. (અર્થાત્ પર્યાયની અપેક્ષાએ નિવૃત્ત થવાનો અને દ્રવ્યની અપેક્ષાએ અનિવૃત્ત રહેવાનો, તે વસ્તુનો સ્વભાવ જ છે.) અને તેનો તેવો સ્વભાવ હોવાનું કારણ એ જ કે, તે વિશે તેવી પ્રતીતિ-અનુગ્રહ સિદ્ધ છે. (અર્થાત્ તેવા સ્વભાવની નિબંધ પ્રતીતિ થાય છે. એટલે તેમાં કોઈ વિરોધનો અવકાશ નથી.)
(તથી આવી અનેકાંતસ્વભાવી વસ્તુ વિશે, કથંચિત્ અન્યથાભવનની પ્રવૃત્તિ નિબંધ થઈ શકે. વસ્તુના, અનિવૃત્તિ-અંશને લઈને ‘વ’ની પ્રવૃત્તિ અને નિવૃત્તિ-અંશને લઈને ‘અન્યથા મવતિ'ની પ્રવૃત્તિ... એમ તવ બન્યથા મવતિ રૂપ કથંચિત્ અન્યથાભવનની પ્રવૃત્તિ સંગત જ છે. આ જ વાત જણાવે છે –).
વસ્તુમાં તત્ અને અન્યત્ બંને શબ્દોનું (અનિવૃત્તિ-નિવૃત્તિ સ્વભાવરૂપ) નિમિત્ત રહેલું છે. (માટીનું નિમિત્ત મૃત્વ અને કપાલનું નિમિત્ત કપાલાકાર બંને રહેલ છે.)
અને તે તદ્ (માટી) અને અન્ય (કપાલ)ઘટ)નું જ ગ્રહણ વીન્યથા મવતિ'થી થાય છે... જો ગૃહીત ન થાત, તો તે બે શબ્દના અર્થની અસંગતિ થાત.
(પણ ગૃહીત થાય છે જ. એટલે તેમની સિદ્ધિ થયે આ બેનો શબ્દાર્થ પણ સિદ્ધ થાય. એટલે કથંચિત્ અન્યથાભવનનો શબ્દાર્થ અસંગત નથી, એમ ફલિત થયું.)
ઉપસંહારઃ એટલે તમે જે કહ્યું હતું કે – પરિશેષથી હેતુનિવૃત્તિરૂપ ત્રીજો પક્ષ જ રહેશે અને તેને પણ તમે નહીં માનો, તો તો હેતુ-ફળભાવનો ઉચ્છેદ થઈ જશે” – તે દોષ પણ હવે નહીં રહે, કારણ કે તે હેતુનિવૃત્તિરૂપ પક્ષ ન લઈએ, તો પણ હતુનિવૃત્તિ-અનિવૃત્તિરૂપ બીજા પક્ષની સંગતિથી જ હેતુ-ફલભાવ ઘટી જાય છે. હકીકતમાં તો આ પક્ષમાં જ હેતુ-ફળભાવ ઘટે છે. તે સિવાયમાં તો તેનો ઉચ્છેદ જ થાય છે.)
૧. પૂર્વમુદ્રિત ‘સિદ્ધિ' તિ પ4િ:, સત્ર D-G-પ્રતિપાઠ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org