________________
अधिकार: )
व्याख्या- विवरण - विवेचनसमन्विता
१२०६
(५७) स्यादेतत्-तथाभवनमित्यन्यथाभवनमेतच्च शब्दार्थाननुगतं तदेवान्यथा भवतीति, (तद्) यदि तदेव कथमन्यथा भवति, अन्यथा चेद् भवति कथं तदेवेति ? उच्यते-कथञ्चिदन्यथाभवनाददोषः, तदतादवस्थ्योपलब्धेः, मृदाद्यात्मककपालादिवेद
-
* વ્યાજ્ઞા
स्यादेतत्-तथाभवनमिति - एवमन्यथाभवनम् एतच्च - अन्यथाभवनं शब्दार्थाननुગતમ્ । જ્યમિત્યાહ-તરેવાન્યથા મવતિ ગયમર્થ: । અત્ર-તત્ વ તત્ ( તવેવ ? ) થમन्यथा भवति, अन्यथा चेद् भवति कथं तदेवेति विरोधात् । एतदाशङ्कयाह-उच्यतेकथञ्चिदन्यथाभवनाददोषः । कथमित्याह- तदतादवस्थ्योपलब्धेः तस्य हेतोः अतादवस्थ्योपलब्धेः । उपलब्धिश्च मृदाद्यात्मककपालादिवेदनात् । एतच्चानुभवसिद्धं उभयनिश्चयसिद्धेः * અનેકાંતરશ્મિ
* તથાભવનમાં શબ્દાર્થ-અસંગતિનો નિરાસ
(૫૭) બૌદ્ધ : તમે કહ્યું કે, તથાભવન એટલે અન્યથાભવન. અર્થાત્ કારણનું જ કાર્યરૂપે થવું... પણ આ વાતમાં, તેનો વાસ્તવિક શબ્દાર્થ નથી, તે આ પ્રમાણે -
‘અન્યથાભવન’ શબ્દનો અર્થ આ થાય - તહેવ અન્યથા મતિ=કારણ જ કાર્યરૂપે થાય છે અહીં હવે વિરોધ એ કે, જો (વેવ) કા૨ણ જ છે, તો (થં અન્યથા મતિ) તે કાર્યરૂપે શી રીતે થયો ? અને જો તે (અન્યથા મતિ) કાર્યરૂપે થઈ ગયો, તો તે (છ્યું તવેવ) કારણરૂપ જ શી રીતે રહ્યો ?
(ભાવ એ કે, તે જ અન્યરૂપે થાય છે, એવો અન્યથાભવન શબ્દનો અર્થ છે. હવે જો તે, તે જ છે, તો તે અન્યરૂપે શી રીતે ? અને જો અન્યરૂપે છે, તો તે, તે જ શી રીતે ?)
સ્યાદ્વાદી ઃ તે દોષ અમને નથી, કારણ કે અમે કથંચિદ્ અન્યથાભવન માનીએ છીએ, અર્થાત્ કોઈક અપેક્ષાએ તેનું અન્યથાભવન થાય છે, સર્વથા નહીં, એવું અમે માનીએ છીએ.
(હવે પહેલા ગ્રંથકારશ્રી, કથંચિદ્ અન્યથાભવનની સિદ્ધિ કરે છે, ત્યારબાદ તેમાં શબ્દાર્થની સંગતિ કરશે.)
તે હેતુનું કોઈક અપેક્ષાએ અન્યથાભવન થાય છે. તેનું કારણ એ કે, તે હેતુની તદવસ્થરૂપે જ ઉપલબ્ધિ થતી નથી, પણ અતદવસ્થરૂપે (=કથંચિદ્ જુદારૂપે) ઉપલબ્ધિ થાય છે. હવે આ ઉપલબ્ધિમાં પ્રમાણ એ જ કે, માટી-આદિનો કપાલ-ઘટાદિરૂપે અનુભવ થાય છે.
(હવે અહીં જો માટી તદવસ્થ જ હોત, અંશતઃ પણ ફેરફાર ન હોત, તો તેનો કપાલાદિરૂપે અનુભવ જ ન થાત. અને જો માટી સર્વથા અતદવસ્થ=અન્ય રૂપે બની ગઈ હોત, તો તે ઘટકપાલાદિનો કથંચિત્ માટીરૂપે; જે રૂપે ઉપલબ્ધિ થાય છે તે રૂપે, અનુભવ જ ન થાત... એટલે માનવું જ રહ્યું કે, તે માટી કથંચિત્ અન્યથારૂપ થાય છે અને તો માટીરૂપ કપાલાદિનો અનુભવ પણ નિર્બાધ સંગત થઈ જાય.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org