________________
.............................
१४१७ अनेकान्तजयपताका
(પષ્ટ ( २७२ ) न च विरोधभार, विरोधासिद्धेः सदसदादीनामितरेतरानुवेधात्, अन्यथा तदनुपपत्तेः प्रमाणाविरोधात्, तथैव तत्प्रवृत्तेः,(२७३) प्रतिनियतत्ववेदनादन्वयव्यतिरेकसिद्धेः, अन्यथा प्रतीत्यभावाद् वस्तुन एवानुपपत्तेः, नियमतो विरोधात्, सर्वत्रैकान्त
ચહ્યા છે. विरोधासिद्धेः । असिद्धिश्च सदसदादीनाम् । 'आदि'शब्दान्नित्यानित्यादिग्रहः । किमित्याहइतरेतरानुवेधात् कारणात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा तदनुपपत्तेः-सदसदाद्यनुपपत्तेः । तथा प्रमाणाविरोधात् । अविरोधश्च तथैव-सदसदादिप्रकारेणैव तत्प्रवृत्तेःप्रमाणप्रवृत्तेः प्रतिनियतत्ववेदनात् नेदं सदसद्रूपताऽभावे । तथाऽन्वयव्यतिरेकसिद्धेः नेयं नित्यानित्यताऽभावे । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा प्रतीत्यभावात् कारणात् वस्तुन एवानुपपत्तेः, नियमतो विरोधात् । एतदेव निगमयति-सर्वत्रेत्यादि । सर्वत्र-सदसदादौ
અનેકાંતરશ્મિ . સર્વ વસ્તુઓ તદઅતદાત્મક હોવામાં અવિરોધ (૨૭૨) પૂર્વપક્ષ પણ આ રીતે પ્રમાણ-અપ્રમાણ, સદ્-અસત્, નિત્યાનિત્ય – એમ વિરોધી સ્વરૂપો માનવામાં, શું વસ્તુ વિરોધને ભજનારી ન થાય ?
સ્યાદ્વાદીઃ ના, કારણ કે સદ્-અસદ્, નિત્યાનિત્ય એ બધા ધર્મોનો પરસ્પર એકબીજામાં અનુવેધ (=મિશ્રણ) છે. એટલે એ બધા ધર્મો પરસ્પર વિરોધી નથી.
(અન્યથા) જો તે બધા ધર્મોનો પરસ્પર અનુવેધ ન મનાય, તો તે સદ્-અસદાદિનું સ્વરૂપ ઉપપન્ન થાય નહીં.
બીજી વાત એ કે, વસ્તુને સદસદાદિરૂપ માનવામાં કોઈ પ્રમાણનો પણ વિરોધ નથી, કારણ કે વસ્તુ વિશે સદસદાદિરૂપે જ પ્રમાણની પ્રવૃત્તિ થાય છે. (આશય એ કે, પ્રમાણ દ્વારા વસ્તુ સદસરૂપે જણાય છે, એ પરથી વસ્તુની સદસરૂપતા જ ફલિત થાય.)
(૨૭૩) અને વળી વસ્તુનું “આ ઘટ ઘટરૂપે જ સત્ છે, પટરૂપે નહીં - એ પ્રતિનિયત વેદન (=અનુભવ) થાય છે. હવે જો વસ્તુ સદસરૂપ ન હોય, તો આવું પ્રતિનિયત વેદન સંગત થાય નહીં.
વળી, વસ્તુનો અન્વય-વ્યતિરેક પણ સિદ્ધ છે (દરેક વસ્તુઓ દ્રવ્યરૂપે ઉત્તરોત્તરક્ષણોમાં અનુગત છે અને પર્યાયરૂપે વ્યાવૃત્ત છે) હવે આવો અન્વય-વ્યતિરેક (=અનુગત-વ્યાવૃત્તભાવ), વસ્તુને નિત્યાનિત્યરૂપ માન્યા વિના સંગત થાય નહીં.
આવા બધા અનેક સચોટ તર્કોથી સિદ્ધ થાય છે કે, વસ્તુ સદસરૂપ - નિત્યાનિત્યરૂપ વગેરે હોવામાં કોઈ ક્ષતિ નથી. એટલે વસ્તુને તે રૂપે માનવી જ રહી.
(અન્યથાક) જો તે રૂપે નહીં માનો, તો તે વસ્તુની પ્રતીતિ-જ્ઞાન જ નહીં થાય અને તે વિના તો એ વસ્તુ જ ઉપપન્ન નહીં થાય (કારણ કે વસ્તુની વ્યવસ્થા જ્ઞાનને આધીન છે) અને વસ્તુને
૨. “ને નિપાત્યા નિત્ય ' રૂતિ ટુ-પાઠ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org