________________
१४०९
अनेकान्तजयपताका
(२६४) एवमनेकान्तत एव भावतो मुक्तिसिद्धिः, अन्यथाऽयोगात् । सकलकर्मविगमाच्च सर्वथा सङ्क्लेशाभावान्नेदमपुष्कलमिति कथं नोपादेयफलप्रकर्षः, उक्तवत्
...... ... શ્રાધ્યાપક चासत्त्वं द्वयोरपि, तथा परस्परविकलयोविशेष्यत्वाद्ययोगात् । अथाभेदः तत उभयस्वरूपानुपपत्तिः, मुक्तसत्त्वादेर्मुक्तत्वाद्यभेदात् तत्स्वरूपतया, मुक्तत्वादेर्वा मुक्तादिसत्त्वरूपतयेति ॥
एवमित्यादि । एवम्-उक्तनीत्या अनेकान्तत एव भावतः-परमार्थेन मुक्तिसिद्धिः, अन्यथाऽयोगात् मुक्तिसिद्धेः । सकलेत्यादि । सकलकर्मविगमाच्च कारणात् सर्वथा-एकान्तेन सङ्क्लेशाभावात् नेदं-मुक्तत्वम् अपुष्कलं किन्तु पुष्कलमेव, संसारित्वेनाननुविद्धत्वात् ।
- અનેકાંતરશ્મિ . એટલે તો તેઓનું અસત્પણું જ ફલિત થશે, કારણ કે સત્ત્વ-મુક્તત્વ જુદા જુદા હોવાથી તેઓનો એકબીજાની સાથે સંબંધ ન રહે અને સંબંધ વિના તો “સત્ત્વ વિશેષ્ય અને મુક્તત્વ વિશેષણ” એમ તેઓનું વિશેષ્ય-વિશેષણસ્વરૂપ સિદ્ધ થાય નહીં. (અને સ્વરૂપસિદ્ધિ વિના તો તેઓ નિઃસ્વરૂપ-અસત્ જ ફલિત થાય.)
(૨) જો બંનેને એકાંતે અભિન્ન માનો, તો ઉભયસ્વરૂપ અનુપપન્ન થઈ જશે ! (અર્થાત્ સત્ત્વમુક્તત્વનું સ્વરૂપ અસંગત થઈ જશે !) કારણ કે સત્ત્વ મુક્તત્વથી અભિન્ન થવાથી - મુક્તત્વરૂપ જ બની જતાં – સત્ત્વનું પોતાનું કોઈ જુદું સ્વરૂપ નહીં રહે ! એ જ રીતે મુક્તત્વ પણ સત્ત્વરૂપ બની જતાં, મુક્તત્વનું પણ પોતાનું જુદું સ્વરૂપ નહીં રહે ! એટલે તો બંનેનું સ્વરૂપ અનુપપન્ન થઈ જાય.
નિષ્કર્ષ એટલે સત્ત્વ-મુક્તત્વને કથંચિત્ ભિન્નભિન્ન માનવા જોઈએ, તેમાં ઉપરોક્ત એકે દોષોનો અવકાશ નથી.
(આમ, વચ્ચે અવાંતર ચર્ચા કરીને, ગ્રંથકારશ્રી ફરી મૂળ વાત પર આવે છે કે “ચાન્યુ. - મુp:' એમ અનેકાંતવાદમાં જ મોક્ષની નિબંધ સંગતિ છે.)
સાર ઉપર કહ્યા મુજબ સચોટ તર્કોથી સિદ્ધ થાય છે કે, પરમાર્થથી અનેકાંતમાં જ મુક્તિની સિદ્ધિ થાય છે. (અન્યથા=) બાકી એકાંતમને મુક્તિની સિદ્ધિ થઈ શકતી નથી.
ને મુક્તત્વની પૂર્ણરૂપતા અને ઉપાદેયફળખકર્ષરૂપતાસિદ્ધિ : (૨૬૪) પૂર્વપક્ષમાં તમે (પાના નં. ૫૮ પર) જે કહ્યું હતું કે – “અનેકાંતમતે તો મુક્તત્વ અમુક્તત્વસહિતનું થવાથી તે પૂર્ણપણે મુક્તત્વ નહીં કહેવાય અને તો તે ઉપાદેયફળના પ્રકર્ષરૂપ પણ નહીં કહેવાય.” – તે બધી વાતો પણ નિરાકૃત થાય છે, કારણ કે તમામ કર્મોના ક્ષયથી એ મુક્તમાં અંશતઃ પણ સંક્લેશનું અસ્તિત્વ નથી, અર્થાત્ સર્વથા સંક્લેશનો અભાવ છે.
અને એટલે આવું મુક્તપણે અપુષ્કળ-અપૂર્ણ નથી, પણ પૂર્ણ જ છે, કારણ કે એ મુક્તપણું (કર્મજન્ય સંક્લેશમય) સંસારીપણાથી અનુવિદ્ધ-સંમિલિત નથી. (એ તો અસંક્લેશમય હોઈ પૂર્ણરૂપ છે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org