________________
१२८५
अनेकान्तजयपताका
निश्चय इति चेत्, न, तस्यान्यदा भावासिद्धेः । सन्तानापेक्षया सिद्धिरिति चेत्, क एतद् वेद इति निभाल्यतां स्वतन्त्रम् । विशिष्टबोधसन्तानजो विकल्प इति चेत्, कुतस्तस्या
વ્યારહ્યા . कार्यकारणभाव इत्युपायस्तदविशेषात् । एतदेवाह-अन्यत्रापि-धूमानलादौ एवमेवावगतेः अन्याकारणत्वस्य । अन्यदेत्यादि । अन्यदा-अन्यस्मिन् कालेऽन्यतोऽपि भावादश्वस्य अनिश्चयः । इति चेत्, एतदाशयाह-न, तस्य-अश्वविशेषस्य अन्यदा भावासिद्धेः । सन्तानेत्यादि । सन्तानापेक्षया सिद्धिरिति चेत्, अन्यदा अश्वविशेषस्य । एतदाशङ्कयाहु-क एतद् वेद-जानाति इति निभाल्यतां स्वतन्त्रम् । क्षणनिरन्वयनश्वरैकवस्त्वालम्बनानि विज्ञानानीति भवतः स्वतन्त्रम् । अस्मिन्नेवं व्यवस्थिते क एतद् वेद इति ? विशिष्टेत्यादि । विशिष्टश्चासौ बोधसन्तानश्च तज्जो विकल्पः । इति चेत्, एतदाशङ्कयाह-कुतस्तस्य-अधिकृतविकल्पस्य अन्यतरैक
. અનેકાંતરશ્મિ .... નિર્બાધ થઈ શકે. એટલે અન્યાકારણત્વ નક્કી થઈ જાય.
અને વહ્નિ-ધૂમ વગેરે સ્થળે પણ “ધૂમનું બીજું કોઈ કારણ નથી - માત્ર વતિ જ છે' - એવું આ રીતે જ જણાય છે (અર્થાત્ પ્રત્યક્ષ-અનુપલંભથી જ કાર્ય-કારણભાવ જણાય છે અને એ તો ગાયઘોડામાં પણ હોવાથી અહીં પણ કાર્ય-કારણભાવ જણાય જ.).
(૧૩૫) બૌદ્ધ : ઘોડો તો બીજા કાળમાં બીજાથી (=ગાય સિવાયથી) પણ થાય છે. એટલે તેમના કાર્ય-કારણભાવનો નિશ્ચય ન થાય.
સ્યાદ્વાદીઃ તમારી વાત બરાબર નથી, કારણ કે હમણાં રહેલ ઘોડો તો ક્ષણસ્થિતિક હોવાથી બીજા કાળે તેનું અસ્તિત્વ જ સિદ્ધ નથી.. તો તે બીજા કાળે બીજાથી થાય છે, એવું તમે શી રીતે કહી શકો ?
બૌદ્ધઃ સંતાનની અપેક્ષાએ (=અશ્વની ક્ષણપરંપરાની અપેક્ષાએ) તે અશ્વ અન્ય કાળમાં હોઈ જ શકે છે. (એટલે બીજા કાળમાં તેનું અસ્તિત્વ સિદ્ધ જ છે.)
સ્યાદ્વાદી: અરે ! બીજા કાળમાં તેનું અસ્તિત્વ છે, એવું કોણ જાણે છે? તમે પહેલા તમારા શાસ્ત્રને બરાબર જુઓ... દરેક જ્ઞાનો, એક ક્ષણ પછી નિરન્વય નશ્વર એવી નિરંશ-એક વસ્તુને વિષય કરનારા છે. એવું તમારા શાસ્ત્રનું મંતવ્ય છે. હવે વિજ્ઞાન જો ક્ષણસ્થિતિક વસ્તુને વિષય કરે, તો તે વિજ્ઞાન થકી ઉત્તરોત્તર (અનેકક્ષણસ્થિતિક) ક્ષણપરંપરા શી રીતે જણાય ? અને તે ક્ષણપરંપરાની અપેક્ષાએ બીજા કાળમાં અશ્વનું અસ્તિત્વ છે – એવું પણ શી રીતે જણાય ? (એટલે તે વિજ્ઞાન બીજા કાળમાં છે – એવું જાણનાર કોઈ ન હોવાથી તે વાત સિદ્ધ થાય નહીં.)
બૌદ્ધઃ વિશિષ્ટ જ્ઞાનપરંપરાથી ઉત્પન્ન થયેલો એક એવો ‘વિકલ્પ માનીશું કે જે, ક્ષણપરંપરાની અપેક્ષાએ બીજા કાળમાં અશ્વનું અસ્તિત્વ છે, એવું જાણી લે.)
૨. ‘વિજ્ઞાનાવીન ભવત:' તિ -પ4િ: .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org