________________
વધિવર:)
व्याख्या विवरण-विवेचनसमन्विता
१२६०
भावसाधारणमेवेति परित्यज्यतामसदभिनिवेशः । (११२) तेऽन्यदाऽन्यतोऽपि भवन्ति तत् तु तत एवेति विशिष्टतत्स्वभावत्वावगतेरदोष इति चेत्, न, विवक्षितानामन्यदाऽ
» વ્યારણ્યા છે.................. परिग्रहः, तदनन्तरभावित्वमन्तरेण गम्यते एतावन्मात्रनिबन्धन एवेत्यभिप्रायः । तच्च-तदनन्तरभावित्वम् । अशेषतत्कालभाविभावसाधारणमेवेति कृत्वा परित्यज्यतामसदभिनिवेशः । ते-अशेषतत्कालभाविनो भावा अन्यदा-अन्यस्मिन् कालेऽन्यतोऽपि भवन्ति प्रबन्धापेक्षया तत् पुनः-विवक्षितं कार्यं तत एव-विवक्षितात् कारणात् । इति-एवं विशिष्टतत्स्वभावत्वावगतेः कारणाददोष इति चेदनन्तरोदितः । एतदेवाशयाह-नेत्यादि । न-नैतदेवं
અનેકાંતરશ્મિ -. બૌદ્ધઃ તો ભલે અનંતરભાવીપણાને લઈને માટી-ઘટના વિવક્ષિત સ્વભાવનું નિયંત્રણ થતું હોય... (અમારે તો મૂલ વિવક્ષિત સ્વભાવને જ સિદ્ધ કરવો છે.)
સ્યાદ્વાદીઃ જો અનંતર થવાપણાને લઈને વિવક્ષિત સ્વભાવ વ્યવસ્થાપિત થતો હોય, તો અનંતરભાવિપણું (=માટીની અનંતર ક્ષણે થવાપણું) તો, વિવક્ષિત કાર્યકાળે થનારા પટ વગેરે વિશ્વગત તમામ પદાર્થોમાં રહેલું છે, તો તેને અનુસારે “માટીમાં ઘટ-પટ-કટ વગેરે તમામને ઉત્પન્ન કરવાનો સ્વભાવ અને ઘટ-પટાદિમાં માટીથી ઉત્પન્ન થવાનો સ્વભાવ” એવા વિવક્ષિત સ્વભાવનું નિયંત્રણ પણ થઈ જ શકે છે અને તો માટીને પટાદિનાં કારણ તરીકે પણ માનવી પડશે.)
એટલે હે બૌદ્ધો ! તમે તમારો મિથ્યા અભિનિવેશ છોડી દો અને હેતુ-ફળવ્યવસ્થા સાધક પરિગમનવાદને હમણાં જ સ્વીકારી લો...
(૧૧૨) બૌદ્ધ : માટીની અનંતર પટ પણ થાય છે અને એટલે પટ પણ માટીનું કાર્ય બને, એવું તમે કહ્યું. પણ આ વિશે અમારો અભિપ્રાય એ કે, કાર્ય વખતે થનારા પટ-કટ વગેરે બીજા પદાર્થો તો, ઍબંધની અપેક્ષાએ બીજા કાળે બીજાથી પણ થાય છે. જ્યારે ઘટરૂપ વિવક્ષિત કાર્ય તો માત્ર માટીરૂપ વિવક્ષિત કારણથી જ થાય છે, એ પરથી તેમનો વિશિષ્ટ સ્વભાવ જણાઈ આવે છે. (અર્થાત્ માત્ર માટીથી જ ઘટ થાય છે અને એટલે માટીમાં જ ઘટજનનસ્વભાવ અને ઘટમાં જ માટીજન્યસ્વભાવ - એમ તે બેનો વિશિષ્ટ સ્વભાવ સ્પષ્ટપણે જણાઈ આવે છે.) એટલે માટીથી પટાદિની ઉત્પત્તિ થવાના પૂર્વોક્ત કોઈ દોષનો અવકાશ નથી.
ક પ્રબંધ એટલે ક્ષણપ્રબંધ, ક્ષણપરંપરા... જો કે હમણાની ક્ષણે પટ માટીની અનંતર થયો છે, પણ તેટલા માત્રથી તે માટીનું કાર્ય ન બને, કારણ કે તે તો પૂર્વકાળમાં કે ભવિષ્યકાળમાં જ્યારે તંતુ હોવાનો, ત્યારે તેનાથી પણ થવાનો જ – આમ, ક્ષણપ્રવાહની અપેક્ષાએ તે તો અન્યપૂર્વક પણ થતો હોવાથી, તેમાં, માટીની અનંતર થવાપણું પ્રતિનિયત નથી. જ્યારે ઘટમાં તેનું પ્રતિનિયત છે.).
૨. “
I” ત
-પટ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org