________________
अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता
१२५२ भिन्नेभ्यः स्वभावेभ्यः कार्यस्य भिन्ना एव विशेषाः' इत्येतदपि प्रत्युक्तमिति । (१०५) अत्रोच्यते-तदिदं पिशाचभयात् पितृवनसमाश्रयणम् । नहि कथञ्चित् हेतुस्वभावसङ्क्रान्तिमन्तरेणासत्सद्भवनापत्त्या कार्यभाव एव युज्यत इत्युक्तप्रायम् । (१०६) स
છે ચાહ્યા दोष इति । एतेनेत्यादि । एतेन-अनन्तरोदितेन कारणानां रूपादीनां भिन्नेभ्यः स्वभावेभ्यः कार्यस्य-विज्ञानादेः भिन्ना एव विशेषाः-रूपास्तदाभासतेत्येवमादय इत्येतदपि प्रत्युक्तंपरिहतमिति । अत्रोच्यते-तदिदमित्यादि । तदिदं-लोकप्रवादनिबन्धनं पिशाचभयात् पितृवनसमाश्रयणम् । अत्राधिकृतदोषसम्भवः । एतदेवाह न हीत्यादिना । न यस्मात् कथञ्चित्
અનેકાંતરશ્મિ .. ભાવાર્થ: (૧) એક જ દંડરૂપ નિમિત્તથી જુદા જુદા અનેક ઘડાઓ બનતા હોય છે, પણ તેટલા માત્રથી તે બધા ઘડા એક ન થઈ જાય... તે જ રીતે નિમિત્તરૂપ હેતુ એક હોય તેટલા માત્રથી તેનાથી થનારા તમામ કાર્યો એક-અભિન્ન થઈ જાય એવું નથી. (એટલે અમારા મતે કાર્યતુલ્યતાનો દોષ નથી), અને (૨) તે હેતુ કાર્યોમાં પરિણમતો પણ નથી, કે જેથી જુદા જુદા કાર્યોમાં પરિણમન માટે તેમાં જુદા જુદા અનેક સ્વભાવ માનવા પડે.. (એટલે સ્વભાવવૈચિત્ર્યનો પણ દોષ નથી.) એટલે અમારો મત નિર્દોષ જણાઈ આવે છે.
આનાથી, પૂર્વે તમે જે કહ્યું હતું કે – “રૂપ, આલોક વગેરે કારણોના જુદા જુદા સ્વભાવથી, વિજ્ઞાનાદિ કાર્યોના પણ જુદા જુદા (=વિષયનિર્ભસતા, બોધરૂપતા, વિષયગ્રહણપ્રતિનિયમ... વગેરે) અનેક વિશેષો-સ્વભાવો માનવા પડશે” - તે બધું કથન પણ નિરાકૃત થાય છે, કારણ કે હેતુનું કાર્યરૂપે પરિણમન થતું હોય, તો હેતુના અનેકસ્વભાવે કાર્યના પણ અનેક સ્વભાવ માનવા પડે... પણ હેતુ તો માત્ર નિમિત્તરૂપ છે અને તો તેના અનેકસ્વભાવ હોવા માત્રથી કાર્યના અનેક સ્વભાવ માનવા પડે એવું જરૂરી નથી.
એટલે હકીકતમાં દોષ તમારા મતે છે, અમારા મતે નહીં – એવું ફલિત થયું.
(૧૦૫) સ્યાદ્વાદીઃ તમે આવું કહેશો, તો લોકો તમને કહેશે કે તમે રાક્ષસના ડરથી સ્મશાનમાં છૂપાઈ ગયા.
(કોઈકને રાક્ષસથી ડર લાગતો હોય ને તે સ્મશાનનો આશરો લે, તો બેશક તેનો ભય વધવાનો જ. તેમ તમે નાના દોષોને દૂર કરવા પ્રતીત્યોત્પાદ, ક્ષણિકવાદ, નિરન્વયવાદ... એ બધાનો આશરો લીધો, પણ હકીકતમાં તે બધાથી વધુ ને વધુ દોષો આવવાના જ. એટલે તમારા જેવાને લઈને લોકોમાં પ્રવાદ ઊભો થવાનો જ.).
હવે મૂળ વાત પર આવીએ – હેતુનું પરિણમન ન માનો, હેતુને નિરન્વય નશ્વર માનો, તો તો તેમાં અધિકૃત (અમે કહેલા)
૧. પૂર્વમુકિતે “TI તા.' તિ પટ:, મત્ર D-પ્રતપ:
૨. 'પ્રવાનિવલ્પનરૂતિ ટુ-પીઠ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org