________________
१०३३
अनेकान्तजयपताका
(પઝમ:
(१७८) तथा च सति उक्तदोषापत्तिरेवेति सूक्ष्मधिया भावनीयम् ॥
(१७९) उभयरूपत्वे विरोधः, एकस्यानेकत्वायोगात् । तथाहि-यदि ग्राह्यरूपं तत् कथं ग्राहकरूपम् ? ग्राहकरूपं चेत्, कथं ग्राह्यरूपम् ? इतरेतरात्मकत्वेन तत्स्वरूपाभावः ॥
વ્યારહ્યા છે रेव । इति-एवं सूक्ष्मधिया भावनीयमेतत्-सूक्ष्माभोगगम्यमेतत् वस्तुतो वाचामगोचरः ।
पक्षान्तरमधिकृत्याह-उभयरूपत्वे, प्रक्रमाद् ग्राह्यग्राहकोभयरूपत्वे विज्ञानस्य अभ्युपगम्यमाने विरोधः । कथमित्याह-एकस्यानेकत्वायोगात्, न ह्येकमनेकं युज्यत इति । एतद्भावनायैवाह-तथाहीत्यादि । तथाहीति पूर्ववत् । यदि ग्राह्यरूपं तत्-विज्ञानं कथं ग्राहकरूपम् ? ग्राहकरूपं चेत् कथं ग्राह्यरूपम् ? इतरेतरात्मकत्वेन हेतुना तत्स्वरूपाभावः
અનેકાંતરશ્મિ . (૧૭૮) અને આ રીતે સંબંધ સિદ્ધ થવાથી તો, ગ્રાહ્ય-ગ્રાહક જ્ઞાનને તુલ્ય માનવાની આપત્તિ તદવસ્થ જ રહેશે. (અર્થાત્ વિવક્ષિતજ્ઞાનને એકસ્વભાવી માનવા, તેના નિમિત્તભૂત-સંબંધીભૂત રdTI ગ્રાહ્ય-ગ્રાહકવિજ્ઞાનને એક માનવાની આપત્તિ આવશે જ.)
આ આપત્તિને દૂર કરવાનો એક જ ઉપાય છે કે, વિવક્ષિતજ્ઞાનને ઉભયરૂપ-ઉભયસ્વભાવી માની લેવું અને તો તેના નિમિત્તભૂત બે જુદા જુદા ગ્રાહ્ય-ગ્રાહકજ્ઞાન પણ યથાવત્ ઘટી જાય... (પણ એવું માનવામાં એકાંતવાદનો વિલોપ થશે)
આ વિષય ખૂબ ગહન છે, સૂક્ષ્મ બુદ્ધિથી ગમ્ય છે, ખરેખર તો શબ્દથી કહી શકાય તેમ નથી (એટલે અત્યંત એકાગ્રતાથી સમજવા કોશિશ કરવી.)
એટલે, વિવક્ષિતવિજ્ઞાનને ગ્રાહ્ય-ગ્રાહકરૂપે સાબિત કરવાનો બૌદ્ધનો પ્રયાસ નિરર્થક છે, અભિપ્રેત અર્થનો સાધક નથી. અહીં સાર એ આવ્યો કે, વિજ્ઞાનને એકાંતે માત્ર ગ્રાહકરૂપ ન મનાય અને એટલે બીજો વિકલ્પ અસંગત જ જણાય છે.
- તૃતીયવિકલ્પની અસંગતતા : (૧૭૯) (૩) જો વિજ્ઞાનને ગ્રાહ્ય-ગ્રાહક ઉભયરૂપ માનો, તો તો વિરોધ થશે, કારણ કે વિજ્ઞાન તો એકાંત એકસ્વભાવી છે, આવા એકસ્વભાવી વિજ્ઞાનની અનેકરૂપતા ન ઘટે (એક તે અનેક ન જ હોય..) તે આ રીતે –
વિજ્ઞાન એકસ્વભાવી છે, તો તે એકસ્વભાવ તરીકે તમે (૧) ગ્રાહ્યસ્વભાવ માનશો, કે (૨) ગ્રાહકસ્વભાવ ? (૧) જો તે એકસ્વભાવીને ગ્રાહ્યરૂપ માનશો, તો તેની ગ્રાહકતા શી રીતે ? અને (૨) જો ગ્રાહકરૂપ માનશો, તો તેની ગ્રાહ્યતા શી રીતે ? આમ વિરોધ સ્પષ્ટ જ છે.
અને જો તે એકસ્વભાવી વિજ્ઞાનને ગ્રાહ્ય-ગ્રાહક બંને રૂપ માનશો, તો તેનો કોઈ એકસ્વભાવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org