SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता १०१६ -> पलब्धेर्दोषजत्वेन सकललोकसिद्धत्वात् तदनुभव एव तथाप्रतीते: । ( १६२ ) एवं तद्बलात् तज्जातीयानामेव तत्त्वव्यस्थापनं युक्तम्, न तु सामान्येन सर्वेषाम्, अतिप्रसङ्गात् । न हि *ધ્યાહ્યા त्याह-तस्य-द्विचन्द्रविज्ञानस्य भ्रान्तत्वेन हेतुना तथात्वाविरोधात्-अबहिर्गोचरत्वाविरोधात् । भ्रान्तत्वं च तस्य बाधकप्रत्ययोपलब्धेः तिमिरापगमेन । एतत्स्थिरीकरणायैवाह-दोषजत्वेन तिमिरमधिकृत्य सकललोकसिद्धत्वात् द्विचन्द्रज्ञानस्य तदनुभव एव द्विचन्द्रानुभव एव सति तैमिरिकस्यापि तथाप्रतीते:-दोषजत्वेन प्रतीतेः प्रतीतिश्च चिकित्साकरणगम्या । एवं च कृत्वा तद्बलात्-द्विचन्द्रज्ञानबलात् तज्जातीयानामेव भ्रान्तानां तत्त्वव्यवस्थापनं युक्तं साधर्म्यસિદ્ધેઃ । ન તુ સામાન્યેન સર્વેષાં-જ્ઞાનાનામ્ । ત ત્યાન્ન-અતિપ્રસન્નાત્ । નમેવાહ ન દ્દી * અનેકાંતરશ્મિ પ્રતિભાસી જ્ઞાન તો ભ્રાન્ત છે, એટલે તે બાહ્યાર્થને વિષય ન કરે એ તો બરાબર જ છે, એમાં કોઈ વિરોધ નથી... (પણ તેને લઈને યથાર્થજ્ઞાનની પણ બાહ્યાર્થવિષયતાનો અપલાપ કરવો તે સમુચિત નથી...) પહેલા આપણે એ જોઈએ કે, દ્વિચન્દ્રપ્રતિભાસી જ્ઞાન ભ્રાન્ત કેમ છે ? જુઓ, તિમિરરોગના કારણે આકાશમાં બે ચન્દ્રો દેખાય છે, આ જ્ઞાન ભ્રાન્ત-ભ્રમણારૂપ જ માનવું જોઈએ, કારણ કે તિમિ૨૨ોગ દૂર થયે તેના બાધક જ્ઞાનનો સાક્ષાત્કાર થાય છે (પછી તેને બે ચન્દ્રનું જ્ઞાન મટી એક ચન્દ્રનું જ્ઞાન થાય છે...) અને તેથી તે જ્ઞાન બાધ્ય બને છે, આવી બાધ્યતા યથાર્થજ્ઞાનની અસંભવિત હોવાથી, તે જ્ઞાન ભ્રમરૂપ જ સિદ્ધ થાય છે. આ જ વાતને સ્થિર કરવા કહે છે કે - દ્વિચન્દ્રપ્રતિભાસી જ્ઞાન તિમિરદોષથી જ જન્મ છે, એવું સકલલોકને પ્રતીતિસિદ્ધ છે... અરે ! બે ચન્દ્રના અનુભવ વખતે, તિમિરદોષવાળા વ્યક્તિને પોતાને પણ તેવી પ્રતીતિ થાય છે કે - તિમિરદોષના કારણે જ મને બે ચન્દ્રનું જ્ઞાન થાય છે. ’’ - આવી પ્રતીતિ હોવાથી જ તો, તે વ્યક્તિ, તિમિરદોષને દૂર કરવા ચિકિત્સા કરે છે... એટલે તે જ્ઞાન દોષજન્ય જ છે અને તેથી જ તે જ્ઞાન ભ્રાન્ત છે... આવું ભ્રાન્તજ્ઞાન બાહ્યાર્થને વિષય ન કરે એ યોગ્ય જ છે. (૧૬૨) તેથી તાત્પર્ય એ કે, આવા દ્વિચન્દ્રપ્રતિભાસી ભ્રાન્તજ્ઞાનના સામર્થ્યથી, તેવા સમાનજાતીય ભ્રાન્તજ્ઞાનોની જ તત્ત્વવ્યવસ્થા કરવી યોગ્ય છે, કારણ કે તેનું સાધર્મી તેઓની સાથે જ છે.. એટલે દ્વિચન્દ્રજ્ઞાનનું દૃષ્ટાંત લઈને, તેના સમાનજાતીય રજતપ્રતિભાસાદિની બાહ્યાર્થવિષયતાનો નિરાસ કરવો યોગ્ય છે... પણ સામાન્યથી બધા જ જ્ઞાનોની તેવી (=બાહ્યાર્થ વિષયતાના નિરાસરૂપ) વ્યવસ્થા કરવી યોગ્ય નથી... બૌદ્ધ : પણ તેને લઈને બધા જ જ્ઞાનોની તેવી વ્યવસ્થા કરવામાં વાંધો શું ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005535
Book TitleAnekantjaipataka Part 04
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy