________________
९४३
अनेकान्तजयपताका
(૫૪મ:
षात् एकान्तकस्वभावत्वात् ।(९०) तत्स्वभाववैचित्र्याभ्युपगमे तु न विप्रतिपत्तिरावयोः, सर्वत्र निरुपचरितप्रवृत्तिनिमित्तोपपत्तेः तत्तत्परिणामापेक्षया तथा तथोपसर्जनादिभावेन विचित्रक्षयोपशमयोगतस्तत्तच्छब्दादिसिद्धेरिति ॥
ચાડ્યા ... बीजमप्यस्तु । कार्यान्तरपरिकल्पनाबीजं तु न तत्र युज्यते इत्यभिप्रायः । तत्स्वभाव-वैचित्र्याभ्युपगमे पुनः किमित्याह-न विप्रतिपत्तिरावयोः । कुत इत्याह-सर्वत्र-चक्षुर्विज्ञानादिकार्यादौ निरुपचरितप्रवृत्तिनिमित्तोपपत्तेः मुख्यशक्तिद्वयभावेन । एतदेवाह तत्तदित्यादिना । तत्तत्परिणामापेक्षया-चक्षुर्विज्ञानादिकार्यकरणपरिणामापेक्षया तथा तथा-तेन तेन प्रकारेण उपसर्जनादिभावेन-अविवक्षितादिरूपेण विचित्रक्षयोपशमयोगतः कारणात् तत्तच्छब्दादिसिद्धेःरूपादिघटादिशब्दविज्ञानादिसिद्धेरिति ॥
......... અનેકાંતરશ્મિ હવે ધારો કે આપણે પહેલો સ્વભાવ માનીશું, તો સ્પષ્ટ વાત છે કે, તેમાં જલાહરણસ્વભાવ ન હોવાનો... એ રીતે જવાહરણસ્વભાવ રૂપ પ્રવૃત્તિનિમિત્ત ન હોવા છતાં પણ, જો તેનાથી જલાહરણાદિરૂપ કાર્ય માનશો, તો નીલમાં, પીતવિજ્ઞાનજનનસ્વભાવરૂપ પ્રવૃત્તિનિમિત્ત ન હોવા છતાં પણ, પૂર્વની જેમ, તેનાથી પણ પીતવિજ્ઞાનરૂપ કાર્ય કેમ ન માની શકાય ? એટલે તમારી વાત તો નીલથી પીતવિજ્ઞાનરૂપ કાર્યને માનવા જેવી છે... (જ માન્યતા દૃષ્ટ-ઇષ્ટવિરુદ્ધ છે)
અભિપ્રાય એ કે, ખરેખર તો રૂપાદિમાં ચક્ષુવિજ્ઞાનરૂપ કાર્ય કરવાનો પણ સ્વભાવ છે જ, અને જલાહરણાદિરૂપ સામાન્ય કાર્ય કરવાનો સ્વભાવ પણ છે જ... પણ તમે એકસ્વભાવવાદી હોવાથી, તમારા મતે જલાહરણાદિરૂપ બીજા કાર્ય કરવાનો સ્વભાવ ઘટતો નથી, તો તમે જલાહરણાદિરૂપ કાર્યો શી રીતે ઘટાવશો ?
(૯૦) હવે જો આ બધું સાંભળી, સ્વભાવવિચિત્રતાનો સ્વીકાર કરશો,અર્થાત્ રૂપાદિમાં અનેક કાર્યો કરવાના જુદા જુદા અનેકસ્વભાવ માનશો, તો તો આપણા બંનેના મનમાં કોઈ વિપ્રતિપત્તિ ( વિપરીત માન્યતા) નથી, કારણ કે આવું માનવામાં ચક્ષુવિજ્ઞાન - જલાહરણરૂપ જુદા જુદા કાર્યોનું નિરૂપચરિત (=વાસ્તવિક) પ્રવૃત્તિનિમિત્ત (ઋજુદા કાર્યો પ્રવર્તાવવા સામાન્યશક્તિ/પ્રતિનિયતશક્તિ રૂપ જુદું જુદું નિમિત્ત) અવિરોધપણે સંગત થાય છે...
આ જ વાતને કહે છે -
જો રૂપાદિના અનેક સ્વભાવ માનો, તો તેમાં (૧) ચક્ષુવિજ્ઞાનજનનસ્વભાવ, (૨) જલાહરણજનનસ્વભાવ, (૩) રૂપશબ્દવાચ્યત્વસ્વભાવ, (૪) ઘટશબ્દવાચ્યત્વસ્વભાવ... એમ જુદા જુદા અનેક પરિણામો ઘટી શકે... એટલે તેમાં તે તે પરિણામોની અપેક્ષાએ, કોઈ એક પરિણામને મુખ્ય કરી અને તે સિવાયના પરિણામોને ગૌણ કરી, પ્રમાતાઓના વિચિત્ર ક્ષયોપશમને અનુસાર, રૂપઘટાદિવિષયક જ્ઞાન-શબ્દની પ્રવૃત્તિ નિબંધ સિદ્ધ થશે...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org