________________
७११ अनेकान्तजयपताका
(ચતુર્થ गोमय-गोलोमादिप्रभवेभ्यः शालूक-दूर्वादिभ्यः पुनस्तदनुत्पत्तेः । तथाविधसामग्र्यभावतो न तदुत्पत्तिरिति चेत्, तत्रापि न तदभाव इति न प्रमाणम् । (६०) श्रोतृतदुपलब्धिरेव प्रमाणमिति चेत्, न, क्वचिदसम्भवादित्युक्तम् । (६१) तैलप्रभवदीपाच्च
~ વ્યસ્થા .... कुत इत्याह-व्यभिचारभावात् । भावश्च गोमय-गोलोमादिप्रभवेभ्यः शालूकदूर्वादिभ्यः पुनस्तदनुत्पत्तेः-गोमय-गोलोमाद्यनुत्पत्तेः । तथाविधसामग्र्यभावतः कारणात् न तदुत्पत्तिःगोमयगोलोमाधुत्पत्तिः इति चेत्, एतदाशङ्क्याह-तत्रापि-शब्दविकल्पचिन्तायां न तदभाव इति न-तथाविध सामग्र्यभाव इति न प्रमाणम् । श्रोतुस्तदुपलब्धिस्तथाविधविकल्पोत्पादेन श्रोतृतदुपलब्धिः असावेव प्रमाणं नात्रापि तदभावः । इति चेत्, एतदाशङ्क्याह-न,
એક અનેકાંતરશ્મિ છે. - આ નિયમ પ્રમાણે, (૧) માટીથી કપાલ ઉત્પન્ન થયો હોય, તો તે કપાલ, માટી જેવા જ (ઘટ) પદાર્થનો હેતુ બને, તેમ (૨) જેવા વન્નુવિકલ્પથી શબ્દ ઉત્પન્ન થયો હોય, તો તે શબ્દ, તેવા જ શ્રોતૃવિકલ્પનો હેતુ બને.. હવે તો બંને વિકલ્પની સમાનતામાં સંદેહ નહીં રહે ને ?
સ્યાદ્વાદી: પણ તમારા નિયમમાં વ્યભિચાર છે, કારણ કે (૧) ગોમયથી (=છાણથી) શાલૂક (=વીંછી) ઉત્પન્ન થાય છે, છતાં પણ તે શાલૂક, ગોમયને જ ઉત્પન્ન કરે એવું તો દેખાતું નથી, અને (૨) ગોલોમથી (=ગાયના શરીરનાં રૂવાટાથી) દૂર્વા (=એક પ્રકારનું ઘાસ) ઉત્પન્ન થાય છે, છતાં પણ તે દૂર્વા, ગોલોમને જ ઉત્પન્ન કરે એવું તો કદી નથી બનતું... એટલે “જેવા પદાર્થથી જે ઉત્પન્ન થાય, તે પદાર્થ તેવા જ પદાર્થને ઉત્પન્ન કરે” – એવો નિયમ બાંધી શકાય નહીં. તેથી તેના આધારે, શબ્દ દ્વારા વક્નવિકલ્પ જેવો જ શ્રોતૃવિકલ્પ થાય એવું જરૂરી નથી...
બૌદ્ધ પણ શાલૂક દૂર્વા પાસે એવી સામગ્રી જ નથી, કે જેથી તેઓ પોતાના ઉત્પાદક જેવું જ કાર્ય કરે, અર્થાત્ ગોમયગોલોમને જ ઉત્પન્ન કરે...
સ્યાદ્વાદીઃ તો અહીં શબ્દમાં પણ “(સામગ્રી અભાવ નથી=) સામગ્રી છે” – એ વાતમાં કોઈ પ્રમાણ નથી, કે જેથી તે સામગ્રીના આધારે શબ્દ તે વસ્તૃવિકલ્પ જેવો જ શ્રોતૃવિકલ્પને ઉત્પન્ન કરે... (આશય એ કે, અહીં પણ તેવું કહી શકાય કે, શબ્દમાં એવી પરિપૂર્ણ સામગ્રી ન હોવાથી, તે તદાકાર વિકલ્પ ન પણ કરે...)
(૬૦) બૌદ્ધ પણ શ્રોતાને તદાકાર ઉપલબ્ધિ થાય છે, એ જ તો સામગ્રીના અસ્તિત્વમાં પ્રમાણ છે..
તાત્પર્ય એ કે, શબ્દથી શ્રોતાને વક્તા જેવો જ વિકલ્પ થાય છે... હવે જો શબ્દમાં તેવી સામગ્રી ન હોત, તો શ્રોતાને તદાકાર વિકલ્પ જ ન થાત... પણ થાય તો છે જ... એટલે માનવું જ રહ્યું કે, શબ્દમાં તેવી સામગ્રી અવશ્ય હાજર છે કે જેથી તે વøવિકલ્પ જેવા જ વિકલ્પને ઉત્પન્ન કરે છે...
સ્યાદ્વાદી : પરંતુ આ કથન પણ બરાબર નથી, કારણ કે કોઈક ઠેકાણે તદાકાર વિકલ્પ નથી પણ થતો... એ અમે પહેલા જ કહી ગયા...
તાત્પર્ય એ કે, જો શબ્દમાં સામગ્રી હોય તો ગંભીર શાસ્ત્રશ્રવણ વખતે પણ, તે તદાકાર વિકલ્પને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org