________________
fધાર:)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
७०२
(५१) तैमिरकद्वयद्विचन्द्रप्रतिपादन'न्याये तु निविषयविज्ञानविषयत्वात् सर्वशब्दानां तन्मात्राभिधानात् प्रतीत्यन्तराभावाद् बहिरर्थग्रहेऽभिमानानुपपत्तेः तदेकस्वभाव
- વ્યાધ્યા सच्छब्दाद् विषयादिविशेषजन्मन आविद्वदङ्गनादिप्रतीतं विषयप्रवृत्त्यादि । 'आदि'शब्दात् प्राप्त्यादिग्रहः ॥
'तैमिरिकद्वयद्विचन्द्रप्रतिपादन'न्याये तु पूर्वपक्षोन्यस्ते किमित्याह-'न युक्तियुक्तं विषयप्रवृत्त्यादि' इति महासम्बन्धः । कुत इत्याह-निर्विषयविज्ञानविषयत्वात् कारणात् सर्वशब्दानां-घटोऽयमित्यादीनां तन्मात्राभिधानात्-निर्विषयविज्ञानमात्राभिधानात् प्रतीत्यन्तराभावात् शब्दात् । किमित्याह-बहिरर्थग्रहेऽभिमानानुपपत्तेः । एतत्समर्थानायैवाह-तदेक
- અનેકાંતરશ્મિ . જીવોને પ્રતીતિસિદ્ધ છે. આવી વિષયપ્રવૃત્તિ વગેરે, વિષય-વિકલ્પાદિ સમગ્ર કારણોથી જન્ય એવા ઘટાદિ યથાર્થ શબ્દોથી થવી જ યુક્તિયુક્ત છે અને આ ઘટાદિ શબ્દો તો વસ્તુનિમિત્તક જ છે. એટલે, વિકલ્પરૂપ નિમિત્તની જેમ વિષયરૂપ નિમિત્તમાં પણ સંકેત માનવો જ રહ્યો... ફલતઃ શબ્દ તે અવશ્ય વસ્તુવાચક બનશે...
સૈમિરિકદષ્ટાંત પ્રસ્તુતમાં અસંગત છે (૫૧) તમે જેમ માનો છો કે - “જેમ તિમિરરોગવાળા બે વ્યક્તિને બે ચન્દ્રો દેખાય, પણ પરમાર્થથી તેવા બે ચન્દ્રો નથી, તેમ વક્તા શ્રોતાને શબ્દવાચ્ય તરીકે વસ્તુ જણાય છે, પણ પરમાર્થથી વસ્તુ શબ્દવાચ્ય નથી” - તેવું માનવામાં તો, શબ્દથી પદાર્થવિષયક પ્રવૃત્તિ-પ્રાપ્તિ આદિ કશું જ નહીં ઘટે...
બૌદ્ધ : પણ કારણ ?
સ્યાદ્વાદીઃ કારણ કે, શબ્દના વિષય તરીકે તો તમે નિર્વિષયક (=સ્વલક્ષણને વિષય ન કરનાર એવું) વિકલ્પવિજ્ઞાન માનો છો અને એટલે “આ ઘડો છે” – એવા શબ્દોથી માત્ર નિર્વિષયક વિકલ્પનું જ અભિધાન થશે.
બૌદ્ધ તો વાંધો શું?
સ્યાદ્વાદીઃ તો તો શબ્દથી માત્ર વિકલ્પની જ પ્રતીતિ થાય, તે સિવાય ઘટાદિ બીજા કોઈની પ્રતીતિ નહીં અને એટલે તો પદાર્થોદિની પ્રતીતિ પણ ન થવાથી, શબ્દશ્રવણ બાદ જે બાહ્યાર્થગ્રહણનું અભિમાન થાય છે, તે અસંગત ઠરશે... કારણ કે એવું અભિમાન આપણને ત્યારે જ થાય છે, જયારે શબ્દથી વસ્તુનું કથન અને વસ્તુની પ્રતીતિ થતી હોય...
બૌદ્ધઃ વિકલ્પમાં બહિર્મુખાવભાસ (પદાર્થનાં આકારની તરફેણનો પ્રકાશ) પણ છે અને આ બહિર્મુખાવભાસને કારણે જ, શબ્દથી વાચ્ય વિકલ્પ હોવા છતાં પણ, બાહ્ય પદાર્થનાં ગ્રહણનું અભિમાન થાય છે...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org