________________
६९५
अनेकान्तजयपताका
(ચતુર્થ:
तद्वाच्यावाच्यस्वभावत्वचिन्ताऽसिद्धेश्च । तच्छब्दवाच्यस्वभावत्वे, तस्य शब्दस्यापि तद्वाचकस्वभावत्वमिति वास्तवसम्बन्धसिद्धिः; अन्यथा सङ्केत्ताभावः, अतिप्रसङ्गात् ॥
~ વ્યર્થ છે पुनः, प्रक्रमाद् विकल्पबुद्धिप्रतिभासस्य । किमित्याह-सङ्केतवैयर्थ्य व्यवहारार्थमस्य करणादिति । दोषान्तरमाह-तद्वाच्यावाच्यस्वभावत्वचिन्ताऽसिद्धेश्च न विकल्पबुद्धिप्रतिभासे सङ्केतः आद्यं विकल्पमधिकृत्याह-तच्छब्दवाच्यस्वभावत्वे तस्य-विकल्पबुद्धिप्रतिभासस्य शब्दस्यापि तद्वाचकस्वभावत्वमिति कृत्वा । किमित्याह-वास्तवसम्बन्धसिद्धिः । अन्यथातच्छब्दवाच्यस्वभावत्वे तस्य किमित्याह-सङ्केत्ताभावः । कथमित्याह-अतिप्रसङ्गात् । न हि घटः पटावाच्यस्वभावः सन् पटेन सङ्केत्यते इत्यतिप्रसङ्ग इति ॥
... અનેકાંતરશ્મિ .... તેમાં તો તમે સંકેત માનો છો જ.
| (ખ) જો તે અસમર્થ છે, તો તો તેમાં સંકેત કરવો વ્યર્થ છે, કારણ કે સંકેત તો વ્યવહાર માટે કરાય છે... (જો આને સંકેત કરવામાં આવે, તો આ “ઘટ’ શબ્દ સાંભળી ઘડો લાવવાદિરૂપ અને ઘડાથી પાણી ભરવાદિરૂપ વ્યવહાર કરશે...) પણ જો વિકલ્પબુદ્ધિપ્રતિભાસ વ્યવહારમાં અસમર્થ હોય, તો તેમાં સંકેત કરવાથી કોઈ લાભ નથી...
આમ, સમર્થ-અસમર્થ વિકલ્પો ન ઘટવાથી પણ, વિકલ્પબુદ્ધિપ્રતિભાસમાં સંકેત થાય નહીં..
(૫) પાંચમી વાત, તે વિકલ્પબુદ્ધિપ્રતિભાસ શબ્દથી (ક) વાચ્યસ્વભાવવાળો છે, કે (ખ) અવાચ્યસ્વભાવવાળો?
(ક) જો તેને વાચ્યસ્વભાવવાળો માનો, તો તેના વાચક શબ્દમાં વાચકસ્વભાવ માનવો પડે અને એ રીતે તો શબ્દ/પ્રતિભાસમાં વાચ્ય-વાચકરૂપ વાસ્તવિક સંબંધની સિદ્ધિ થશે. જે બૌદ્ધને ઇષ્ટ નથી...
(ખ) જો (અન્યથા=) અવાચ્યસ્વભાવવાળો માનશો, તો તેમાં ઘટાદિશબ્દનો સંકેત શી રીતે થાય? નહીં તો પટશબ્દથી અવાચ્યસ્વભાવવાળા ઘટમાં પટશબ્દનો પણ સંકેત કરવાનો અતિપ્રસંગ આવશે, કારણ કે ઘટશબ્દથી અવાચ્ચસ્વભાવવાળા ઘટમાં જેમ તમે ઘટશબ્દનો સંકેત કરો છો, તેમ પટશબ્દનો સંકેત પણ કેમ ન થાય ?
સાર ઃ તેથી વિકલ્પબુદ્ધિપ્રતિભાસરૂપ ત્રીજા અપોહમાં પણ સંકેત શક્ય નથી..
(હવે બૌદ્ધ, તેમાં સંકેતની પ્રક્રિયા સાબિત કરવા, પોતાનો અવાંતર પૂર્વપક્ષ રજૂ કરે છે. આનો ઉત્તરપક્ષ (મૂલ ઉત્તરપક્ષની અપેક્ષાએ અવાંતર ઉત્તરપક્ષ) પણ વિસ્તૃત ચાલશે. તેથી પૂર્વપક્ષની એકેક વાતો ધ્યાનથી સમજવી...)
૨. ‘સોપાન્તરામેવાદ' ત વ-પાટ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org