________________
(વાર્થ
६७३
अनेकान्तजयपताका प्रत्युक्तम्, विचित्ररूपप्रकाशनस्वभावदीपवदेव चित्रवाच्यवाचकस्वभावत्वात् शब्दस्य, अशेषाभिधानेऽपि तु सहकारिक्षयोपशमभेदतोऽर्थितादिभेदेन प्रदीपात् प्रकाश्ये वाच्ये प्रतिपत्तिः । (२५) न च दीपप्रकाशिता अपि सर्वे निम्नोन्नतादयः सर्वैरेव प्रतीयन्ते, चक्षुःसामर्थ्यानुरूपं प्रतीतिभेदोपलब्धेः । इति शब्दार्थयोर्वाच्यवाचकलक्षणप्रतिबन्धसिद्धिः तादात्म्यादिविचारविषयास्तु दोषा अनभ्युपगमादेव न नो बाधायै भवन्ति ॥
વ્યાવ્યા છે
. प्रत्युक्तम् । कथमित्याह-चित्ररूपप्रकाशनस्वभावदीपवदेव सितेतराद्यपेक्षया चित्रवाच्यवाचकस्वभावत्वात् शब्दस्य, अशेषाभिधानेऽपि तत्त्वेन पुनः सहकारिक्षयोपशमभेदतः अर्थितादिभेदेन एव, प्रदीपादिति निदर्शनं प्रकाश्ये-सितादौ वाच्ये प्रतिपत्तिघटादौ । चित्रास्तरणे दीपात् समं सितादिप्रतिपत्ति वं शब्दाद् वाच्येष्वित्येतन्निरासायाह-न च दीपप्रकाशिता अपि सर्वे निम्नोन्नतादयः सर्वैरेव प्रतीयन्ते प्रमातृभिः । कुत इत्याह-चक्षुःसामर्थ्यानुरूपं प्रतीतिभेदोपलब्धेः । इति-एवं शब्दार्थयोर्वाच्यवाचकलक्षणप्रतिबन्धसिद्धिः ।
- અનેકાંતરશ્મિ જ લોકોના આ કથનનો પણ નિરાસ થાય છે, કારણ કે જેમ શ્વેત-કૃષ્ણાદિ જુદા જુદા રૂપોને પ્રકાશ કરવાના સ્વભાવવાળો દીપક, જુદા જુદા રૂપોને પ્રકાશે છે... તેમ શબ્દ પણ (માત્ર ઘટને કહેવાના સ્વભાવવાળો નહીં, પણ) જુદા જુદા અનેક પદાર્થોને કહેવાના સ્વભાવવાળો હોવાથી, તેના દ્વારા પટાદિ બીજા પદાર્થો પણ વાચ્ય બનવા સમુચિત જ છે...
પૂર્વપક્ષ: જો ઘટશબ્દ પટાદિ બધાને કહેવાના સ્વભાવવાળો હોય, તો તેનાથી, બધાને પટાદિની પ્રતીતિ કેમ થતી નથી ?
સ્યાદ્વાદીઃ જુઓ, ભાઈ ! યદ્યપિ તે શબ્દો બધા પદાર્થને કહેવાના સ્વભાવવાળા છે, પણ તે શબ્દોથી, તે તે પદાર્થને જાણવામાં, (૧) ક્ષયોપશમ, (૨) પ્રયોજન આદિ સહકારી છે. એટલે જે વ્યક્તિને જેવા ક્ષયોપશમ-પ્રયોજનાદિ હોય, તે વ્યક્તિને, તે પ્રમાણે તે શબ્દોથી તે તે અર્થનો બોધ થાય...
(૨૫) જેમ કે પ્રદીપથી પ્રકાશ્ય તો ઘણા પદાર્થો છે, પણ વ્યક્તિને ક્ષયોપશમાદિ સહકારીના યોગે, જુદા જુદા પ્રયોજનને આશ્રયીને તે તે પ્રકાશ્યનો જ બોધ થાય છે...
પ્રશ્ન : ચિત્રપટમાં દીપકથી એક સાથે શ્વેતકૃષ્ણાદિની પ્રતિપત્તિ થાય છે. જ્યારે શબ્દથી એક સાથે બધા વાચ્યોની પ્રતિપત્તિ થતી નથી...
ઉત્તર : ના, એવું નથી, કારણ કે પ્રદીપ પ્રકાશિત તો નીચાણ-ઊંચાણાદિ ઘણા પદાર્થો હોય છે, પણ બધાને બધા જ પદાર્થોની પ્રતીતિ થાય એવું નથી, પરંતુ ચક્ષુના સામર્થ્યને અનુસારે જુદી જુદી પ્રતીતિઓ થતી દેખાય છે. તેમ પ્રસ્તુતમાં પણ સમજવું. (અર્થાત્ શબ્દોથી બધા જ પદાર્થો કથિત થવા છતાં પણ, ક્ષયોપશમના સામર્થ્યને અનુસાર, તે તે પદાર્થોની જ પ્રતીતિ થાય છે...)
૨. “વાળેધ્વન્નિાલા' કૃતિ -પઢિ:. ૨. “સમ્બન્ધ૦' રૂતિ -પટિ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org