________________
૩થાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
६६२ आत्मवादापत्तेः, तत्तथाऽध्यवसायनिमित्ताभावाच्च । (१५) तथाविधशब्दात् तथाविधविकल्पजन्मैवाध्यवसिततद्भावतेति चेत्, अभ्युपगतं तर्हि शब्दस्यार्थवाचकत्वम् । तथाहिइदमेवास्य तद्वाचकत्वं यत् तथा तदाकारविकल्पजनकत्वम् । तच्चेदिष्यत एव तथा
दृश्यमित्यध्यवस्यति, एतदाशङ्याह-न, आत्मवादापत्तेः स एव विकल्पादन्यो बोध आत्मेत्यापद्यते । दूषणान्तरमाह-तत्तथाऽध्यवसायनिमित्ताभावाच्च तस्य-विकल्प्यस्य दृश्याध्यवसायनिमित्ताभावाच्च । तथाविधेत्यादि । तथाविधशब्दात्-विशिष्टविकल्पनिबन्धनात् । तथाविधविकल्पजन्मैव-विशिष्टविकल्पोत्पाद एव अध्यवसिततद्भावता । इति चेत्, एतदाशङ्क्याह-अभ्युपगतं तर्हि शब्दस्य अर्थवाचकत्वम् । एतदेवाभिधातुमाह तथाहीत्यादिना । तथाहीत्युपप्रदर्शने । इदमेवास्य-शब्दस्य तद्वाचकत्वम्-अर्थवाचकत्वं यत् तथा
અનેકાંતરશ્મિ .... અધ્યવસાય કરનારને તો તમે ‘નિર્વિકલ્પ’ કહો છો..., તેથી વિકધ્યનો દશ્ય કરીકે અધ્યવસાય વિકલ્પ કરે છે, એવું તો ન માની શકાય.
બૌદ્ધ વિકલ્પથી બીજો જ કોઈ પ્રમાતા, વિકથ્યને દશ્ય તરીકે નિશ્ચય કરે છે...
સ્યાદ્વાદી: અરે ! એ બીજા કોઈ પ્રમાતા તરીકે તો તમારે, વિકલ્પથી જુદો “જ્ઞાનસ્વરૂપ આત્મા” જ સ્વીકારવો રહ્યો... અને એટલે તો આત્મવાદની આપત્તિ આવશે.
ભાવ: બૌદ્ધો જુદું કોઈ આત્મતત્ત્વ નથી માનતાં, પણ જ્ઞાનસંતાનને જ આત્મા કહે છે... પ્રસ્તુતમાં વિકધ્યને દશ્ય તરીકે અધ્યવસાય કરનાર પ્રમાતા તરીકે, નિર્વિકલ્પ કે વિકલ્પ એકે જ્ઞાનસંતાન ઘટતી નથી.. હવે એ પ્રમાતા તરીકે જો કોઈ બીજાને માનો, તો એ “બીજા' તરીકે આત્માની જ સિદ્ધિ થશે... ફલતઃ બૌદ્ધને પણ આત્મા માનવો પડશે... (જે બિલકુલ ઇષ્ટ નથી.)
ત્રીજી વાત, જો વિકધ્યમાં, દશ્યના અધ્યવસાય થવાનું કોઈ નિમિત્ત હોય, તો કદાચ તેવું માની પણ લેવાય.. પણ તેમાં તેવું કોઈ નિમિત્ત જ નથી, કે જેના આધારે તેમાં દશ્યનો અધ્યવસાય થાય.. તો તમારું કથન શી રીતે વ્યાજબી ગણાય ?
આ વિશિષ્ટ વિકલ્પ માનવામાં અર્થવાચકતાનું આપાદાન (૧૫) બૌદ્ધ : (વિકલ્પથી શબ્દની, શબ્દથી વિકલ્પની, પછી તે વિકલ્પથી શબ્દની ઉત્પત્તિ થાય.. એવો બૌદ્ધનો મત ધ્યાનમાં લેવો.) વિશિષ્ટ પ્રકારના વિકલ્પનું કારણ એવા શબ્દથી વિશિષ્ટ વિકલ્પની ઉત્પત્તિ માની લઈએ તો?
આશય એ કે, વિકલધ્ય-દશ્યનું એકીકરણ કોઈ કરતું નથી, થતું નથી... એટલે પૂર્વોક્ત દોષોને અવકાશ નથી. પણ શબ્દથી એવો વિકલ્પ જ ઉત્પન્ન થાય છે કે જેમાં વિકથ્ય, દશ્યરૂપે ભાસે છે અને તેથી દશ્યની પ્રતિપત્તિ-પ્રવૃત્તિ થાય છે...
સ્યાદ્વાદી : અરે, વાહ ! આવું કહેવાથી તો તમે, શબ્દની અર્થવાચકતા જ સ્વીકારી લીધી, અથવા તો એમ કહેવું કે, વિકલ્પ તો તમે તેને જ કહો છો, કે જે સામાન્યાકારનો અધ્યવસાય કરતો હોય..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org