________________
६५३
अनेकान्तजयपताका
(વાર્થ:
इति ।(८) एतदप्ययुक्तम्, भावार्थशून्यत्वेन वाङ्मात्रत्वात्, अन्यापोहाभिधायकत्वेऽपि वस्तुनि प्रवृत्त्यनुपपत्तेः, तस्य ततो व्यतिरिक्ताव्यतिरिक्तविकल्पदोषप्रसङ्गात् । व्यति
******
*
સાહુના વ્યારડ્યા
""""
न्तरेणान्यत्र-वस्तुनि कर्तुमशक्यत्वात्, अशक्यत्वं च वस्तूनामानन्त्यात् प्रतिवस्तु समयाकरणेन व्यवहारानुपयोगात् सङ्केतस्य इति-एवं तद्वाच्यतैव-अपोहवाच्यतैव इति । एतदाशङ्क्याह-एतदप्ययुक्तं यदनन्तरमुक्तम् । कुत इत्याह-भावार्थशून्यत्वेन हेतुना वाङ्मात्रत्वात्, तस्य । वाङ्मात्रत्वं चान्यापोहाभिधायकत्वेऽपि शब्दस्य, किमित्याह-वस्तुनि प्रवृत्त्यनुपपत्तेः । अनुपपत्तिश्च तस्य-अपोहस्य ततः-वस्तुनः व्यतिरिक्ताव्यतिरिक्तविकल्पाभ्यां यो दोष
અનેકાંતરશ્મિ . હવે “ઘટ’ વગેરે શબ્દોનો સંકેત, વસ્તુમાં કરવો બિલકુલ શક્ય નથી, કારણ કે સ્વલક્ષણરૂપ વસ્તુ તો અનંતી છે અને તે બધામાં સંત કરવો તો કોઈના દ્વારા સંભવિત નથી... અને જો દરેક વસ્તુમાં સંકેત ન થાય, તો તે સંકેત, વ્યવહારમાં ઉપયોગી બને નહીં..
આશય એ કે, ઘટ તો અનંત છે – દરેક ઘટમાં તો સંકેત કરવો શક્ય નથી. કેટલાક ઘટમાં સંકેત કરે તો તેનો વ્યવહારમાં કોઈ ઉપયોગ નથી, કારણ કે બધા ઘટ, ‘ઘટ” પદથી વાચ્ય નહીં બને. એટલે અઘટાપોહમાં જ “ઘટ’ પદનો સંકેત થાય છે અને તેથી જ બધા જ ઘટ ઘટ' પદવાચ્ય બની જાય છે.
નિષ્કર્ષ આમ, (૧) શબ્દ-અર્થ વચ્ચેના સંબંધનો અભાવ, (૨) અતીતાદિ વિષયક શબ્દપ્રવૃત્તિનો ઉચ્છેદ, (૩) મૃષાવાદની અસંગતિ... આ બધા કારણોથી શબ્દને વસ્તુપ્રતિબદ્ધ માનવા યોગ્ય નથી. એટલે શબ્દથી વાચ્ય માત્ર અપોહ બનશે, વસ્તુ નહીં... ફલત વસ્તુ તો અનભિલાપ્ય જ સિદ્ધ થશે..
(આ બૌદ્ધપૂર્વપક્ષનું બરાબર અવધારણ કરી લેવું. હવે ગ્રંથકારશ્રી આ પૂર્વપક્ષની એકેક વાતોનું નખશીખ નિરાકરણ કરશે. આ ઉત્તરપક્ષ ઘણો વિસ્તૃત (પ્રાયઃ અડધા અધિકાર સુધી) ચાલશે..)
બૌદ્ધપૂર્વપક્ષનો આમૂલચૂલ નિરાસ - સ્યાદ્વાદી - (૮) ઉત્તરપક્ષ તમારું આ કથન પણ યુક્ત નથી, કારણ કે આ સંપૂર્ણ કથન ભાવાર્થથી શૂન્ય હોઈ માત્ર બોલવા પૂરતું છે. તે આ પ્રમાણે -
જો શબ્દો અન્યાપોહના વાચક હોય, તો તે શબ્દો દ્વારા વસ્તુ વિશે પ્રવૃત્તિ થઈ શકે નહીં. બૌદ્ધ પણ કેમ?
સ્યાદ્વાદીઃ કારણ કે તેમાં વિકલ્પો દ્વારા દોષો આવે છે. તે આ પ્રમાણે – અપોહ (=ઈતરવ્યવચ્છેદ) તે પદાર્થથી (૧) ભિન્ન છે, કે (૨) અભિન્ન ?
૨. “સતાકરબેન' તિ -પઢિ: I ૨. “તોષતસ્ય પ્રસ' કૃતિ -પઢિ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org