SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ન' ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता स्येन्द्रियग्राह्यत्वात्, अभिलाप्यधर्मप्रधानस्य च शब्दगोचरत्वात्, तथाप्रतीतेः, इन्द्रियव्यापारेऽपि कथञ्चिदभिलाप्यधर्मावगमाद् वाचकप्रयोगदर्शनात् अन्तर्जल्पानुभवसिद्धेः घटादेः अनभिलाप्यधर्मप्रधानस्येन्द्रियग्राह्यत्वादभिलाप्यधर्मप्रधानस्य च शब्दगोचरत्वात्, प्रतिक्षिप्तमिति क्रिया । एतदित्थमेवेति कुत इत्याह-तथाप्रतीतेः-अनभिलाप्यधर्मप्रधानादितया प्रतीतेः । एनामेवाह-इन्द्रियव्यापारेऽपि-विद्युत्सम्पातादौ कथञ्चित्-केनचित् प्रकारेण अभिलाप्यधर्मावगमात् । अवगमश्च वाचकप्रयोगदर्शनात् । तदर्शनं च अन्तर्जल्पानुभव - અનેકાંતરશ્મિ એક જ વસ્તુ (૧) અનભિલા ધર્મની પ્રધાનતાએ ઇન્દ્રિય દ્વારા ગ્રહણ થાય છે, અને (૨) અભિલાખ ધર્મની પ્રધાનતાએ શબ્દ દ્વારા ગ્રહણ થાય છે... (આશય એ કે, ઘટાદિ વસ્તુઓ અભિલાપ્ય-અનભિલાપ્ય ધર્મવાળી છે.. તે જયારે ઇન્દ્રિયગ્રાહ્ય બને, ત્યારે તેમાં અનભિલાપ્ય ધર્મની પ્રધાનતા હોય છે અને જયારે શબ્દગ્રાહ્ય બને, ત્યારે તેમાં અભિલાપ્ય ધર્મની પ્રધાનતા હોય છે... પણ બંનેની વિષયભૂત ખરેખર તો એક જ વસ્તુ હોય છે... એટલે પૂર્વપક્ષીના કથનનો પ્રતિક્ષેપ થાય છે...) પ્રશ્ન : પણ ઇન્દ્રિય-શબ્દનો વિષય આવો જ છે, એમાં પ્રમાણ શું? ઉત્તર : એમાં પ્રતીતિ જ પ્રમાણ છે, કારણ કે એક જ વસ્તુ અનભિલાપ્ય ધર્મોની પ્રધાનતાએ ઇન્દ્રિયનો વિષય હોય અને અભિલાપ્ય ધર્મોની પ્રધાનતાએ શબ્દનો વિષય હોય, એવી દરેકને પ્રતીતિ થાય છે... (એટલે તે વાતમાં પ્રમાણ પણ છે જ..) ઇન્દ્રિયથી પણ થંચિઃ અભિલાપ્યધર્મનું સંવેદન * (બીજું તમે જે માનો છો કે - ઇન્દ્રિય દ્વારા તો સ્વલક્ષણરૂપ માત્ર અનભિલાખનો જ બોધ થાય છે - તે પણ ખોટું છે, કારણ કે તેના દ્વારા કથંચિત્ અભિલાખનો પણ બોધ થાય છે... આ જ વાત જણાવે છે ) વિદ્યુસંપાત (વીજળી પડવી) વગેરે વિશે ઇન્દ્રિયવ્યાપાર વખતે પણ, કોઈક અપેક્ષાએ તો અભિલાપ્ય ધર્મોનો પણ બોધ થાય છે, કારણ કે તે વીજળીના સંવેદન સાથે “વીજળી' એવો શબ્દપ્રયોગ પણ દેખાય છે... પ્રશ્ન : પણ સંવેદનની સાથે શબ્દપ્રયોગ પણ થાય છે, એવું તમે કોના આધારે કહો છો ? ઉત્તરઃ સંવેદનની અંદર થતાં શબ્દાનુભવના આધારે... આશય એ કે, જ્યારે વીજળીનો બોધ થાય, ત્યારે તે બોધની સાથે “વીજળી' એવા ઉલ્લેખપૂર્વક અંતર્જલ્પની (=શબ્દાકાર સંવેદનની) પણ પ્રવૃત્તિ થાય છે... હવે ઇન્દ્રિયજ્ઞાનથી આવો અંતર્જલ્પાકાર બોધ ત્યારે જ થાય, કે જયારે ઇન્દ્રિય - વિવરમ્ .... 37. अन्तर्जल्पानुभवसिद्धेरिति । अकस्माद् विद्युदुपलम्भोऽपि अन्तर्जल्पः प्रवर्तते विद्युदिय ++++ ..... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005534
Book TitleAnekantjaipataka Part 03
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy