________________
अधिकार: )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
कथञ्चित् सामानाधिकरण्यंसिद्धिः । ( ९८ ) तत्रापि तथाविधशब्दस्य कथञ्चिद् भिन्ननिमित्तत्वोपपत्तावप्येकार्थवृत्तित्वस्याप्यविरोधात्, तदेकानेकस्वभावत्वेन उभयस्यापि
७५२
જ બાબા.
I
कारणात् बाह्य एव कथञ्चित् सामानाधिकरण्यसिद्धिः । तत्रापीत्यादि । तत्रापि -बाह्ये तथाविधशब्दस्य-भिन्ननिमित्तप्रयुक्तस्य नीलादेः कथञ्चित् - केनचित् प्रकारेण तद्धर्मभेदवाच्यत्वेन भिन्ननिमित्तत्वोपपत्तावपि सत्यां एकार्थवृत्तित्वस्याप्यविरोधात् कथञ्चिदेव । कथमेतदेवमित्याह-तदेकानेकस्वभावत्वेन तस्य- नीलोत्पलादेर्वस्तुनः एकानेकस्वभावत्वेन हेतुना इतरेतरव्याप्त्या तथा तदाधाराधेयस्वभावत्वेन उभयस्यापि, प्रक्रमाद् भिन्ननिमित्तै..... અનેકાંતરશ્મિ
<$0–
છો, પરંતુ તમારે પણ વિકલ્પબુદ્ધિને એકાનેકસ્વભાવી તો માનવી જ પડશે... (તો જ તે એક બુદ્ધિમાં જુદા જુદા સ્વભાવોને લઈને જુદા જુદા શબ્દોની સમાનાધિકરણતા ઘટશે...)
સાર : એકાંત એકસ્વભાવીની અનેક આકારતા ન ઘટવાથી, એકાનેકસ્વભાવી એવા બાહ્ય પદાર્થમાં જ કથંચિત્ (=સર્વથા નહીં, પણ કોઈક અપેક્ષાએ) શબ્દની સમાનાધિકરણતા સિદ્ધ થાય છે. * બાહ્ય વસ્તુમાં નિરુપચરિતપણે શબ્દસમાનાધિકરણતા
(૯૮) નીલકમળરૂપ બાહ્ય વસ્તુ અનેકસ્વભાવી છે, તેથી તેના જુદા જુદા સ્વભાવોને લઈને પ્રવર્તતા (૧) નીલ, (૨) ઉત્પલ આદિ શબ્દોની, કથંચિદ્ ભિન્નનિમિત્તતા (–તે શબ્દોનું જુદા જુદા નિમિત્તે હોવાપણું) પણ ઘટી જશે, કારણ કે તેઓથી વાચ્ય ધર્મોનો કથંચિદ્ ભેદ છે....
ન
પ્રશ્ન ઃ જો તેઓની ભિ નનિમિત્તત્તા હોય, તો તે શબ્દોની એકાર્થવૃત્તિતાનો વિરોધ ન આવે ? (આશય એ કે, શબ્દો જો જુદા જુદા નિમિત્તોને લઈને પ્રવર્તે, તો તેઓની પ્રવૃત્તિ એક વસ્તુ વિશે શી રીતે કહેવાય ?)
સ્યાદ્વાદી : જુઓ ભાઈ ! તેઓની સર્વથા ભિન્નનિમિત્તતા નથી, કારણ કે નીલકમળાદિ વસ્તુ એકાનેકસ્વભાવી હોવાથી ઇતરેતર વ્યાપ્તિના કારણે (એક અનેકને, અને અનેક એકને વ્યાપ્ત છે - અનુવિદ્ધ છે. એટલે) તે નિમિત્તો કથંચિદ્ એક પણ છે... (એટલે આ રીતે એક વસ્તુ વિશે જ તે શબ્દો પ્રવર્તે છે...)
Jain Education International
બીજી વાત, તે અનેક સ્વભાવો આધેય છે અને તેઓ એકસ્વભાવી વસ્તુરૂપ અધિકરણમાં રહે છે... એટલે તે આધેયને (=જુદા જુદા સ્વભાવરૂપ નિમિત્તને) લઈને પ્રવર્તતા શબ્દો, ખરેખર તો એક જ અધિકરણના જુદા જુદા આધેયોને કહે છે... (એટલે આ રીતે પણ એક વસ્તુ વિશે જ તે શબ્દો પ્રવર્તે છે...) તેથી વસ્તુ વિશે, તે શબ્દોની એકાર્થવૃત્તિતા પણ અવિરુદ્ધ જ છે... આમ, એકાનેકસ્વભાવી વસ્તુમાં શબ્દની સમાનાધિકરણતા માનવામાં, તે શબ્દોની (૧)
. ‘સિદ્ધે:’ કૃતિ T-પાટ: I
For Personal & Private Use Only
www.jainelibrary.org