________________
૭૪૭ अनेकान्तजयपताका
(ચતુર્થઃ च यदेव सत्त्वं तदेव नीलत्वादि, तद्गतावपि क्वचित् तदनवगतेः विप्रकृष्टादिभिस्तथादर्शनात् । (९४) न चैकस्वभावादेव तत एष बुद्धिभेदः, अतिप्रसङ्गात् कासाञ्चिदहेतुकत्वापत्तेः । न च निरालम्बना एवैता इति, तद्भावभावित्वोपपत्तेः, अन्यथा तद
જ વ્યારણ્યા . नीलत्वादि । कुत इत्याह-तद्गतावपि-सत्त्वगतावपि क्वचित्-न सर्वत्र । किमित्याह-तदनवगते:-नीलत्वाद्यनवगतेः । एतदेवाह-विप्रकृष्टादिभिः, प्रमातृभिरिति गम्यते । तथादर्शनात्सत्त्वगतावपि नीलत्वाद्यनवगतिदर्शनात् । 'आदि'शब्दान्मन्दलोचनपरिग्रहः । न चैकस्वभावादेव ततः-नीलोत्पलादेरेष बुद्धिभेदः सत्त्वनीलत्वादिलक्षणः । कुत इत्याह-अतिप्रसङ्गात्बुद्ध्यन्तरस्यापि तत एव भावप्रसङ्गात् । तथा कासाञ्चिदहेतुकत्वापत्तेः बुद्धीनाम् न च निरालम्बना एवैताः-सत्त्वादिबुद्धय इति । कुत इत्याह-तद्भावभावित्वोपपत्तेः-अधिकृतार्थ
- અનેકાંતરશ્મિ ... રીતે એક જ નીલકમળનું (૧) સતરૂપે, (૨) નીલરૂપે, (૩) ઉત્પલરૂપે... વગેરે અનેકરૂપે સંવેદન થાય છે - આમ, જ્યારે એકાનેકસ્વભાવતા પ્રતીતિસિદ્ધ હોય, ત્યારે તેમાં કોઈ જ વિરોધ સંગત નથી.
એકસ્વભાવવાદી વસ્તુનું જે સત્ત્વ છે, તે જ નીલત્વ-ઉત્પલત્વાદિ છે, તેનાથી જુદા નહીં, તો પછી તેની અનેકસ્વભાવતા શી રીતે ઘટે ? (નીલત્વાદિ સ્વભાવો જુદા નથી, પણ સત્ત્વરૂપ જ છે... તો તો વસ્તુ માત્ર એક સત્ત્વસ્વભાવી જ સિદ્ધ થશે ને ?)
સ્યાદ્વાદી: પણ એવું ન માનવું, કારણ કે ઘણીવાર સત્ત્વનો બોધ થવા છતાં પણ નીલત્વાદિનો બોધ થતો નથી. તે આ રીતે તે દૂર રહેલ પ્રમાતાને કે મંદલોચનવાળા પ્રમાતાને, સત્ત્વરૂપે જ વસ્તુનો બોધ થાય છે, નીલવારિરૂપે નહીં... અર્થાત્ “આ સત્ છે” એ રૂપે જ વસ્તુનો બોધ થાય છે, “આ નીલ-ઉત્પલ છે' એ રૂપે નહીં - આવું સ્પષ્ટપણે દેખાય છે... હવે જો નીલત્વાદિ સત્ત્વરૂપ જ હોત, તો તે વસ્તુનો સત્ત્વની જેમ નીલત્વાદિરૂપે પણ બોધ થઈ જાત... પણ તેવો બોધ ન થવાથી જ સિદ્ધ થાય છે કે, એક જ વસ્તુના નીલવ-ઉત્પલત્વાદિ જુદા જુદા અનેકસ્વભાવો છે...
(૯૪) એકસ્વભાવવાદી : નીલકમળાદિરૂપ વસ્તુને માત્ર એકસ્વભાવી જ માનીએ અને તે એકસ્વભાવથી જ, (૧) સત્ત્વબુદ્ધિ, (૨) નીલત્વબુદ્ધિ... વગેરે જુદી જુદી બુદ્ધિઓની ઉત્પત્તિ માની લઈએ, પછી તો વાંધો નહીં ને ?
સ્યાદ્વાદીઃ તો તો અતિપ્રસંગ આવશે, કારણ કે જુદા જુદા સ્વભાવો ન હોવા છતાં પણ, જેમ તેનાથી સત્ત્વાદિ જુદી જુદી બુદ્ધિઓ થાય છે, તેમ તેનાથી ઘટ-પટાદિની બુદ્ધિઓ પણ થવા લાગશે !
વળી, તેવું માનવામાં સત્ત્વાદિ બુદ્ધિઓમાંથી, કેટલીક બુદ્ધિઓને નિહેતુક માનવાની આપત્તિ આવશે ! (આશય એ કે, વસ્તુ એકાંત એકસ્વભાવી છે... હવે જો તે વસ્તુનો સત્ત્વબુદ્ધિને ઉત્પન્ન કરવાનો સ્વભાવ હોય, તો તેનાથી માત્ર સત્ત્વબુદ્ધિની જ ઉત્પત્તિ થશે, તે સિવાયની બુદ્ધિની નહીં...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org