________________
७४३
( ચતુર્થ:
तत्र तत्त्वमिति चेत्, न सा न विपक्षेऽपीति यत्किञ्चिदेतत् । साऽन्यादृशी चेत्, किंकृतમાદૃશત્વમ્ ? ( ૧ ) પ્રતિમાસમેતમિતિ ચેત્, થમસન્ મેવો નામ ? તત્પ્રતિ
—
* બારણા
त्म्यम् ? कथं न स्यादिति चेत् तत्त्वम् । एतदाशङ्क्याह- असदाकारानुवेधात् न स्यात् । स्वसंवित् तत्र-प्रतिपत्तावसत्त्वाकारेणानुवेधेऽपि तत्त्वम् । इति चेत्, एतदाशङ्क्याह-न सास्वसंवित् न विपक्षेऽपि - वस्तु सत् सामानाधिकरण्यादिबुद्धावपि इति एवं यत्किञ्चिदेतत् । सा-विपक्षसम्बन्धिनी स्वसंविद् अन्यादृशी । इति चेत्, एतदाशङ्क्याह- किंकृतमन्यादृशत्वं प्रतिभासभेदकृतम्-आकारभेदकृतम् । इति चेत्, एतदाशङ्क्याह- कथमसन् ... અનેકાંતરશ્મિ
तस्या:
अनेकान्तजयपताका
શી રીતે કહેવાય ?
બૌદ્ધ : પણ તેને યથાર્થ કહેવામાં વાંધો શું ?
સ્યાદ્વાદી : વાંધો એ જ કે, તે વિકલ્પરૂપ પ્રતિપત્તિમાં (સામાન્યાકારરૂપ) અસદ્ આકારનો અનુવેધ થાય છે (અને આવો અસદ્ આકાર જેમાં હોય, તેને યથાર્થ ન જ કહી શકાય...)
બૌદ્ધ : જુઓ, જો કે તેમાં અસદ્ આકારનું જોડાણ છે, તો પણ તેમાં રહેલ સ્વસંવેદન તે પારમાર્થિક છે (અને એટલે જ તેને યથાર્થ કહેવામાં કોઈ બાધ નથી..)
સ્યાદ્વાદી : અરે ! જેમ આ બુદ્ધિમાં સ્વસંવેદન વાસ્તવિક છે, તેમ વિપક્ષમાં (=શબ્દના સમાન અધિકરણરૂપે ભાસતી વિકલ્પબુદ્ધિમાં) પણ સ્વસંવેદન તો વાસ્તવિક જ છે ને ? તો પછી તે બુદ્ધિને અપારમાર્થિક=અવાસ્તવિક કેમ કહો છો ? તેને પણ યથાર્થ જ કૈંહો ને ?
બૌદ્ધ : (૧) વિકલ્પબુદ્ધિ (=શાસ્ત્રથી થતી ‘આ વ્યવહાર અસત્ છે' એવી બુદ્ધિ), અને (૨) વિપક્ષબુદ્ધિ (=સામાનાધિકરણ્યરૂપે ભાસતી બુદ્ધિ) - જો કે આ બંને બુદ્ધિમાં સ્વસંવિત્તિ છે, પણ વિપક્ષબુદ્ધિમાં રહેલી સ્વસંવિત્તિ અલગ જ પ્રકારની છે (અને એટલે જ તે બુદ્ધિને અમે યથાર્થ કહેતાં નથી...)
સ્યાદ્વાદી : ‘અલગ પ્રકારની” એટલે કેવા પ્રકારની તમે કહેવા ઇચ્છો છો ? પૂછવાનો ભાવ એ કે, વિકલ્પબુદ્ધિગત સ્વસંવિત્તિ કરતાં વિપક્ષબુદ્ધિગત સ્વસંવિત્તિમાં તફાવત શું ? અને તે તફાવત કોના કારણે પડે છે ?
(૯૧) બૌદ્ધ : બંને સ્વસંવિત્તિમાં થતો પ્રતિભાસ (=ભાસતો આકા૨) જુદો જુદો છે અને એટલે જ તે બંને બુદ્ધિનો ભેદ પડે છે...
સ્યાદ્વાદી : પણ બુદ્ધિગત “પ્રતિભાસ=આકાર” તો તમે અસત્ માનો છો, તો આવો અસત્
* તે બુદ્ધિને પારમાર્થિક કહે, તો તેની જેમ પદાર્થ પણ પારમાર્થિક (=ચિત્રરૂપ) હોઈ, તેમાં પણ શબ્દની સમાનાધિકરણતા કેમ ન ઘટે - એવી આપત્તિ આવે છે... એટલે જ બૌદ્ધ, તે બુદ્ધિને અપારમાર્થિક સાબિત કરવા પ્રયત્ન કરે છે...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org