________________
अनेकान्तजयपताका
( ચતુર્થ:
ऽनभिहितोऽस्ति य उत्पलशब्देनाभिधीयेत इति तथैव पर्यायता स्यात् । अथ विशेषणभेदाद् विशेष्यस्य द्रव्यस्य भेदस्तथाप्येकाधारता न स्यादिति वैयधिकरण्यमेव । एवं विशेषणविशेष्यभावानुपपत्तिरपि वाच्या, ( ८३ ) अन्यापोहपक्षे त्वयमदोष:, एकस्यैव
७३५
* બાબા *
द्रव्यस्य, ततः कोऽपरो द्रव्यस्योत्पलत्वजातिविशिष्ट आत्माऽनभिहितः - अनुक्तोऽस्ति य उत्पलशब्देनाभिधीयेत इति एवं तथैव पर्यायता स्यात् । अथ विशेषणभेदात्-गुणजातिभेदाद् विशेष्यस्य द्रव्यस्य भेदः, तथापि एवमपि एकाधारता न स्याद् द्रव्यभेदभावात् इतिएवं वैयधिकरण्यमेव । एवं विशेषण - विशेष्याभावानुपपत्तिरपि वाच्या । विशेषस्त्वनयो* અનેકાંતરશ્મિ
અમુક રૂપે કથન થાય એવું નહીં, પણ) તેનું સંપૂર્ણપણે જ કથન થાય...
ફલતઃ તો તે દ્રવ્યનો ઉત્પલત્વજાતિવિશિષ્ટ એવો કોઈ જ અંશ અકથિત નહીં રહે, કે જેના કથન માટે ઉત્પલશબ્દની પ્રવૃત્તિ સાર્થક થાય... હવે જો બંને શબ્દો, એક જ નિરંશ વસ્તુનું સંપૂર્ણપણે કથન કરે, તો તો બંનેની પર્યાયતા જ સાબિત થાય, કારણ કે તે બે શબ્દો એક જ વસ્તુનું એક જ રીતે પ્રતિપાદન કરે છે...
આશંકા : વિશેષણભેદથી વિશેષ્યરૂપ દ્રવ્યનો પણ ભેદ માની લઈએ તો ? ભાવ એ કે, (૧) નીલશબ્દથી વાચ્ય નીલગુણવાળું દ્રવ્ય જુદું, અને (૨) ઉત્પલશબ્દથી વાચ્ય ઉત્પલત્વ જાતિવાળું દ્રવ્ય જુદું – આમ બંનેનો વિષય જુદો જુદો થવાથી, તેઓની પર્યાયતા પણ નહીં રહે અને વિભિન્નફલતા પણ ઘટી જશે... પછી તો વાંધો નહીં ને ?
સમાધાન ઃ તો તો બંને શબ્દોની એક અધિકરણતા નહીં રહે, કારણ કે બંને શબ્દો વિષયતાસંબંધથી જુદા જુદા દ્રવ્યોમાં રહ્યા છે... એટલે તો તે બંને શબ્દો વ્યધિકરણ થવારૂપ (=સમાનાધિકરણ ન રહેવારૂપ) દોષ આવશે...
આ રીતે વિશેષ્ય-વિશેષણભાવની પણ અસંગતિ જાણવી... (ધારો કે નીલકમળ તો નિરંશ હોવાથી, તેનું સંપૂર્ણપણે કથન ઉત્પલશબ્દથી જ થાય, અર્થાત્ ઉત્પલશબ્દથી નીલરૂપે પણ તેનું કથન થઈ જાય... ફલતઃ અનીલ પદાર્થોના વ્યવચ્છેદ માટે નીલવિશેષણની કોઈ જરૂર ન રહે, કારણ કે નીલવિશેષણ વિના પણ, ઉત્પલશબ્દથી જ તેનું નીલરૂપે (=અનીલાદિથી વ્યાવૃત્તરૂપે) કથન થઈ જાય છે...અને એ રીતે વિશેષણ વિના તો, ઉત્પલ તે વિશેષ્યરૂપ પણ ન બને, કારણ કે વિશેષણને આશ્રયીને જ તેનો વિશેષ્યરૂપે ઉલ્લેખ થાય છે... આમ, વિશેષણ-વિશેષ્યભાવની પણ અસંગતિ છે...) સાર ઃ એટલે શબ્દને વસ્તુવિષયક માનવામાં (૧) સમાનાધિકરણતાનો અભાવ, (૨) વિશેષણ
વિશેષ્યભાવની અસંગતિ... વગેરે દોષો આવે છે...
૬. ‘ધીયતે’ રૂતિ -પાટ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org