________________
४६९
अनेकान्तजयपताका
( તૃતીય:
प्रसङ्गापत्तेः नियामकाभावादिति । ( १५० ) न च द्राग्दर्शनात् तन्निश्चयः, अपि तु सदादिमात्रस्य, अत: प्रथमाक्षसन्निपाते तदेव प्रतिभासत इत्येतद् युक्तम्, सितेतरादिष्वपि
*વ્યાબા×
ग्रहणतया अनुभवाभावात् । एवमपि अनुभवाभावेऽपि तत्कल्पने- तेनैव तदधिगतिकल्पनेऽतिप्रसङ्गापत्तेः, प्रतिभासान्तरकल्पनयेति भावः । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-नियामकाभावादिति, अतः स्थितमेतदयुक्तमिति । न चेत्यादि । न च द्राँग्दर्शनात् शीघ्रदर्शनात् तन्निश्चयः, प्रक्रमादसाधारणवस्तुनिश्चयः, अपि तु सदादिमात्रस्य निश्चयः, अतः अस्मात् * અનેકાંતરશ્મિ
*
પ્રશ્ન ઃ અનુભવ ભલે ન થતો હોય, છતાં પણ તેના દ્વારા પોતાનો અધિગમ માની લઈએ તો ? ઉત્તર ઃ અરે ! તો તો અતિપ્રસંગ એ આવશે કે અનનુભૂત એવા બીજા પ્રતિભાસાકારનું પણ ગ્રહણ માનવું પડશે, અર્થાત્ ઘટજ્ઞાનથી પટજ્ઞાનનાં સ્વરૂપનું પણ ગ્રહણ માનવું પડશે !
વળી, કોઈ પણ જ્ઞાન શેનું ગ્રહણ કરે છે, શેનું નહીં, તેનો નિર્ણય અનુભવથી થાય છે. હવે તેવો અનુભવ ન થતો હોવા છતાં, જો નિર્વિકલ્પ દ્વારા તત્પ્રતિભાસની અધિગતિ માનશો, તો પછી ઘટજ્ઞાન દ્વારા પટનું ગ્રહણ પણ માનવું પડશે, કારણ કે, ‘ઘટજ્ઞાનમાં પટગ્રહણનો અનુભવ થતો ન હોવાથી તે પટગ્રહણ નથી કરતું' - એવું તમે નહીં કહી શકો... (એક સ્થળે અનુભવ વિના જો તાર્દશગ્રહણ માનો તો અન્ય સ્થળે પણ તેવું માનવું જ પડે...)
અને, પ્રથમ દર્શને ખરેખર તો અસાધારણ વસ્તુનો નિશ્ચય થતો જ નથી, સદાદિમાત્રસામાન્યનો જ નિશ્ચય થાય છે. એટલે ઇન્દ્રિયનો સંબંધ થતાં, સામાન્યનો જ પ્રતિભાસ થાય છે એમ જ માનવું યોગ્ય છે. (કારણ કે અમે કહી ગયા કે – નિશ્ચયના બળે જ પ્રતિભાસ સિદ્ધ થાય. પ્રથમદર્શને સદાદિનો જ નિશ્ચય થવા પર પ્રતિભાસ પણ સદાદિનો જ માનવો જોઈએ..)
વળી સિત-પીતાદિ જે એકદમ પરિચિત પદાર્થો છે, તેઓના અતિશીઘ્રદર્શનથી કે ધ્યામલાદિ દોષનાં કારણે થતાં મંદદર્શનથી પણ પહેલા તો માત્ર સદાદિનો જ નિશ્ચય થાય છે - આનો મતલબ તો એ જ થયો કે નિર્વિકલ્પ તે સદાદિ સામાન્યનો જ પ્રતિભાસ કરે છે, અર્થાત્ સામાન્યપ્રતિભાસી જ છે, બાકી તો તેના દ્વારા માત્ર સદાદિનો જ નિશ્ચય કેમ ?
(૧૫૦) બૌદ્ધ : શીઘ્રાદિદર્શનરૂપ નિર્વિકલ્પથી તો અસાધારણ વસ્તુનું ગ્રહણ થાય છે જ, સદાદિરૂપ માત્ર સામાન્યનું નહીં...
સ્યાદ્વાદી : એ વાત બરાબર નથી, કારણ કે શીઘ્રાદિદર્શનરૂપ નિર્વિકલ્પમાં જો માત્ર સત્ત્વની
* વિવરણમ્ ..
83. દ્રાવર્શનાત્-શીઘ્રવર્શનાત્, પ્રથમાક્ષસન્નિપાતમાવિનો નિર્વિપાલિત્યર્થ: ॥
૧. ‘તિ યુત્તમ્’ તિ ન-પાન: । ને(?)' કૃતિ સ્વ-ચ-પાટ: I
Jain Education International
२. 'पाततोऽपि सामान्योल्लेखी विकल्प इत्यं (? त्ये) वं स्वलक्षणसामान्यमेकं
For Personal & Private Use Only
www.jainelibrary.org