________________
४०९ अनेकान्तजयपताका
(તૃતીય प्रत्यभिज्ञायते, क्वचिद्भदे व्यवधानसम्भवात्, यथा शुक्तेः शुक्तित्वे, यत्र तु प्रतिपत्तुर्भ्रान्तिनिमित्तं नास्ति तत्रैव अस्य दर्शनाविशेषेऽपि स्मार्तो निश्चयो भवति, समारोपनिश्चययोर्बाध्यबाधकभावादिति । (१०६) एतदप्यसत्, निरंशे तथागृहीते
- થા .. स्यादेतदित्यादि । स्यादेतत् नहि तथा-स्वरूपेण गृहीतोऽपि भावः-पदार्थः तथैव प्रत्यभिज्ञायते-निश्चयज्ञानेन गम्यते । कथमित्याह-क्वचिद्भेदे-भावविशेषे व्यवधानसम्भवात्, प्रत्यभिज्ञानस्य समारोपेणेति भावः । निदर्शनमाह-यथा शुक्तेः-शीप्रकद्रव्यस्य शुक्तित्वे व्यवधानसम्भवः प्रत्यभिज्ञानं प्रति रजतसमारोपेण यत्र तु भावभेदे पदार्थ प्रतिपत्तुः-पुरुषस्य भ्रान्तिनिमित्तं सादृश्यं नास्ति, तत्रैव भावभेदेऽस्य-पुरुषस्य दर्शनाविशेषेऽपि-उभयत्र यत् तत्त्वं तद् दृश्यत इति दर्शनाविशेषस्तस्मिन्नपि सति स्मार्तो निश्चयो भवतीति गृहीतग्राही ।
અનેકાંતરશ્મિ ...
ન સમારોપસાધક બૌદ્ધપૂર્વપક્ષ (૧૦૫) બૌદ્ધ ઘટાદિ પદાર્થો, અનિત્યત્વ વગેરે યથાર્થરૂપે ગૃહીત થવા છતાં પણ, તેઓનો તે સ્વરૂપે જ નિશ્ચય થાય એવું નથી... આશય એ છે કે, અસ્થિર-અનાત્મક રૂપે પદાર્થનું ગ્રહણ થવા છતાં પણ, અસ્થિર-અનાત્મક રૂપે જ તેનો નિશ્ચય થઈ જાય એવું નથી...
પ્રશ્ન : પણ કેમ ?
ઉત્તરઃ કારણ કે કોઈક પદાર્થ વિશે, ગ્રહણ અને નિશ્ચયનું સમારોપથી વ્યવધાન પણ થાય છે, અર્થાત્ ગ્રહણ થયા બાદ તરત જ નિશ્ચય થઈ જતો નથી, ક્યાંક વચ્ચે સમારોપ પણ થાય છે. દા.ત. છીપનું ગ્રહણ તો છીપરૂપે જ થાય છે, પણ જ્યારે તેનો છીપરૂપે નિશ્ચય થાય, તે પહેલા જ કોઈ પ્રમાતાને - બ્રાન્તિના કારણે - ત્યાં ચાંદીનો સમારોપ થઈ જાય છે - આ રીતે ગ્રહણ થયા બાદ ક્યાંક સમારોપ પણ થતો હોવાથી, તરત તેનો તે રૂપે જ નિશ્ચય થઈ જાય એવું નથી...
પ્રશ્નઃ તો પછી છીપ વગેરેની જેમ રૂપાદિનું ગ્રહણ થયા પછી અર્પાદિનો સમારોપ કેમ નથી થતો ? તરત જ રૂપાદિનો નિશ્ચય કેમ થઈ જાય છે ?
ઉત્તર અમે દરેક ઠેકાણે સમારોપ થાય એવું નથી કહેતા, પણ (૧) જે પદાર્થ વિશે ભ્રાન્તિનું કારણ સાદૃશ્ય વગેરે હોય, તે પદાર્થ વિશે જ સમારોપ થાય, અને (૨) જે પદાર્થ વિશે ભ્રાન્તિનું કારણ સાદેશ્ય વગેરે ન હોય, તે પદાર્થ વિશે તો સ્મત્તે નિશ્ચય જ થઈ જાય છે અને આવો તરત જ નિશ્ચય થઈ જવાથી ત્યાં સમારોપનો અવકાશ જ રહેતો નથી, કારણ કે સમારોપ અને નિશ્ચયનો બાધ્ય-બાધકભાવ છે, અર્થાત્ (૧) સમારોપ બાધ્ય છે, અને (૨) નિશ્ચય બાધક છે... ફલતઃ નિશ્ચય
આ નિશ્ચય, નિર્વિકલ્પદર્શન દ્વારા ગૃહીત પદાર્થનો જ નિશ્ચય કરાવતો હોવાથી, ગૃહીતગ્રાહી હોઈ તેને મૃતિભૂત નિશ્ચય' કહેવાય છે.
૨. “યથા સ્વરૂપે' ત
-પાટ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org