________________
તુજ વચનરાગ સુખસાગરે હું ઝીલું. ૬૧ 9 # તે તે એકાંત માન્યતાઓને પૂર્વપક્ષરૂપે રજુ કરીને તેઓનું તર્કશઃ નિરાકરણ અને સચોટ છે છે યુક્તિઓ દ્વારા અનેકાંતની નિબંધ સ્થાપના.. આ રીતે પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ રજુ કરવાની આગવી (S કળા.. અને કેટલાક ઉત્તરપક્ષો તો ૧૦૦-૧૫૦ પાના જેટલા સુવિસ્તૃત..
“પૂર્વીમરાવર્તિ નિજો મને પ્રર્વાતંતવ્યમ્', “શત્ત્વનુરૂપમુપાય:', ‘નિનવનઝવત્ર: शक्तिः', 'मुच्यतामभिनिवेशवैशसम्', 'आदाय युक्तिप्रदीपं तिरस्कृत्य स्वदर्शनाभिनिवेशतिमिरं નિમાન્યતાત', “પરિત્યન્યતામિિનવેશ:'. એવા અર્થપ્રચુર જીવનસ્પર્શી અનેક સુવાક્યો.. | # શરૂઆતમાં અને છેલ્લે ૧૦-૧૦ શ્લોકો દ્વારા, નિર્વિઘ્નતા અને અબુચ્છિત્તિ માટે પરમમંગળ..
જિ જ્ઞાન, આવરણકર્મ, તપ, ધ્યાન, મોક્ષ વગેરે અનેક પદાર્થોનાં સ્વરૂપનું તલસ્પર્શી નિરૂપણ.. અને તેઓની સાબિતી માટેના અકાટ્ય તર્કો..
# પૂર્વપક્ષીએ કલ્પેલી માન્યતા પ્રમાણે જ પૂર્વપક્ષના સિદ્ધાંતનો બાધ... વગેરે અવનવી યુક્તિઓ દ્વારા એકાંતવાદીઓના એકાંતનો અપલાપ..
I ક્યારેક-ક્યારેક જે શબ્દો ને જે પંક્તિઓને લઈને એકાંતવાદીઓએ પૂર્વપક્ષ રજુ કર્યો હતો, તે શબ્દો ને તે પંક્તિઓને જ અનેકાંતમાં ફેરવીને ગ્રંથકારશ્રી દ્વારા તેમની જ માન્યતાનો આશ્ચર્યસર્જક અપલાપ કરાયો છે.
આવી સેંકડો અભુત વિશેષતાઓથી સભર આ ગ્રંથરત્ન છે અને તેના કારણે આ ગ્રંથરત્ન જાત્યરત્નની જેમ સર્વત્ર પ્રસરતા પ્રકાશવાળો છે.. | દાર્શનિક જૈનન્યાયની શિરમોર ગણાતી આવી મહાન કૃતિને સરળ-શબ્દદેહ આપી ગુજરાતી ભાષામાં રજુ કરવી એ ખરેખર દુઃસાધ્ય જ સિદ્ધિ છે ને મારા જેવાનું તો એ સિદ્ધિ હાંસલ કરવાનું સામર્થ્ય નથી જ નથી..
પણ ઉપકારી કોને કહેવાય? અસંભવને પણ સંભવ બનાવી દે.. વિવેચન મેં નથી લખ્યું; પણ મારા દ્વારા લખાઈ ગયું છે.. લખનાર તો છે, એ પરમોપકારી મહાપુરુષો ! હું તો એક માત્ર વચલો વ્યાપાર છું...
એ ઉપકારીઓએ મારા પર જે અનહદ ઉપકાર કર્યો છે, તેનું વર્ણન મેં ‘ઉપકારવૃષ્ટિ' નામના સ્વતંત્ર લેખમાં કર્યું છે, અચૂક વાંચજો એ લેખને..
હું તો એક બાળક છું; તેનો સંપૂર્ણ વિકાસ તો એ ઉપકારીરૂપ માતૃત્વ પર આધારિત રહ્યો છે. આજે એ ઉપકારીઓની અનવરત ઉપકારપરંપરાનું અશ્નપૂર્ણત્રે સ્મરણ કરીને જણાવું છું કે, “આ છે ગુજરાતી અનુવાદમાં જે કંઈ સારું દેખાય, તેમાં એ મહાપુરુષોનો જ અનુગ્રહ સમજજો.”
એ મહાપુરુષોના અનુગ્રહથી હું અનેકાંતના અધ્યયનમાં જોડાયો ને ક્ષયોપશમાનુસાર એના ળ યત્કિંચિત્ રસાસ્વાદ દ્વારા પ્રભુવીરના શાસનને સ્પર્શી શક્યો - એનાથી જીવનમાં ધન્યતા અનુભવી છે { રહ્યો છું...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org