________________
તુજ વચનરાગ સુખસાગરે હું ઝીલું. ૫૫ S Lજ જે દર્શનથી અનંત આત્માઓએ પોતાનું કાર્યસાધી લીધું, તે દર્શનને પામીને પણ વિન્ડવોએ શ પોતાની કમાન્યતાનું સ્થિરીકરણ કર્યું.
I કુલવાલક-ગોષ્ઠામાહિલ જેવા સમર્પણશિથિલ થયા ને મરીચિ-રજાસાધ્વી જેવા આચારશિથિલ થયા.. સાવદ્યાચાર્ય જેવા પ્રરૂપણાશિથિલ થયા, તો ગોશાલક-વરાહમિહિર જેવા ગુણાનુરાગશિથિલ થયા..
આ બધાનું મૂળ કારણ જોવા જઈએ, તો માત્ર બે જ દોષ નજરે ચડે છેઃ (૧) અજ્ઞાન, અને (૨) અભિનિવેશ! આ બે દોષના કારણે ભવ્ય પુરુષોએ પણ સન્માર્ગ ભૂલી ઉન્માર્ગ તરફ દોડ મૂકી દીધી અને તેનું દારુણ પરિણામ તો શાસ્ત્રસિદ્ધ છે..
સુગરકોટેડ પોઇઝન જેવા ભયાનક છે આ બે દોષો.. તેઓના સેવન વખતે તો એમ જ લાગે કે હું સાચો છું, હું બરાબર છું.. મારું કરેલું બધું તથ્ય જ છે..'પણ વિપાકની અપેક્ષાએ તો એ બંને દોષો આત્માના મારક જ પુરવાર થાય છે.
(૧) જ્ઞાની ગુરુભગવંતની પરતંત્રતાનો અભાવ..શાસ્ત્રથી અપરિકર્મિત બુદ્ધિ.. આમિતિએ વસ્તુનિર્ણય કરવાનું દુઃસાહસ.. જ્ઞાનાવરણનો તીવ્ર ઉદય.. અને આ બધાના કારણે વાસ્તવિક તથ્ય શું છે? એની અસમજણ એ જ “અજ્ઞાન” છે..
(૨) પોતે બાંધેલી માન્યતા.. પોતે ધારેલા આત્મપરિણામો.. પોતે કહેલા વચનો.. પોતે કરેલી છે | પ્રવૃત્તિ એ બધું જ સાચું ! પછી બીજી બાજુના યથાર્થ તર્કો કે દાખલા-દલીલો મળતા હોય, તો પણ એને ન જ સ્વીકારવું; ન જ માનવું - આવો આભિમાનિક આત્મપરિણામ એ જ “અભિનિવેશ” છે.. 9
વ્યક્તિ જયારે આ અજ્ઞાન-અભિમાનમાં આવે, ત્યારે તે તથ્યવિહીન વાતને પણ સત્ય ઠેરવવા ? પ્રયત્ન કરે છે ને પછી “મારું કહેલું સાચું ઠર્યું એવો અભિમાન પુષ્ટ કરી મિથ્યા તોષને અનુભવે છે..
એકવાર પગથિયા બાજુથી “ધડામ ધમ્ કરતો જોરથી અવાજ આવ્યો.. ઘરમાંથી વહુ-દીકરીઓ ત્યાં ઊંચા શ્વાસે આવી પહોંચ્યા. જોયું તો દાદાજી પગથિયા ચડતા હતા. તેઓએ દાદાજીને પૂછ્યું : આટલો જોરથી અવાજ કેમ આવ્યો? કંઈ થયું તો નથી ને?” દાદાજીએ કહ્યું : “ના, ના.. આ તો મારા કપડા પડી ગયા હતા...’ તેઓએ આશ્ચર્ય સાથે પૂછ્યું : “કપડા પડ્યા એમાં આટલો મોટો અવાજ !?' દાદાજીએ વાત વાળતાં કહ્યું કે, “એ કપડામાં હું પણ હતો !!
આ છે અજ્ઞાન-અભિમાનમાં ઉન્મત્ત થયેલા માણસોની વાતો! ‘હું પડી ગયો એ સત્ય હકીકતને અભિમાની માણસો બોલી શકતા નથી ને ખોટી વાતોને સત્ય ઠેરવવા પ્રયત્ન કરે છે, પણ તેમની આ કપટવૃત્તિ સજ્જન પુરુષો માટે તો હાસ્યાસ્પદ જ બની રહે !
| નિહવવાદ પણ આ રીતે જ પ્રસિદ્ધ થયો છેને? કે “અમે જે સ્વીકાર્યું છે તે ખોટું કેવી રીતે હોઈ શકે?' એવું ગાઢ અભિમાન.. અને એ અભિમાનને પુષ્ટ કરવા વાહીયાત દાખલા-દલીલો.. તેની સામે અકાટ્ય અને સત્ય તર્કો રજુ કરવામાં આવે, તો પણ તેનો ધરાર ઇન્કાર!આ છે એકાંતવાદીઓની છે & દયનીય સ્થિતિ...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org