________________
(૫૪).
તુજ વચનરાગ સુખસાગરે હું ઝીલું...
છે (વિવેચકીય-વચનસ્રોત)
यदीयसम्यक्त्वबलात् प्रतीमो भवादृशानां परमस्वभावम् ।
कुवासनापाशविनाशनाय, नमोऽस्तु तस्मै तव शासनाय ॥ •પ્રભુવીરના એકેક વચનો ટંકશાલી કેમ? શું અદ્ભુત રહસ્યો ભર્યા છે તેમાં?
‘પૂનૈફ વા, વિમેટ્ટ વા, ધુડ઼ વા' એ માત્ર ત્રણ પદમાંથી જ સમસ્ત દ્વાદશાંગીરૂપ શ્રુતનું સર્જન છે | કેવી રીતે થઈ ગયું?
•પરમાત્માનું માત્ર એક જ વચન અનેક ભવ્યજીવોને સમ્યક્ત, સર્વવિરતિ ને યાવત્ સિદ્ધિનું 1 કારણ બની જાય એવું શી રીતે?
• પ્રભુવીરના વચને, પોતાને પ્રકાંડ પંડિત માનનારા પણ ઇન્દ્રભૂતિ વગેરે અત્યંત વિનમ્રશીલ 4 ર થઈને પરમાત્માની ચરણરજમાં જ અમૃતનો આસ્વાદ માણવા લાગ્યા ! એવું શું માહાભ્ય હશે, એ વાણીનું?
તેનું એક માત્ર કારણ; વીતરાગ પરમાત્માની વાણીમાં ભળેલો “અનેકાંત છે !
અનેક દષ્ટિકોણો, અનેક અપેક્ષાઓ... દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના અનુસારે જુદા જુદા સ્વરૂપને છે ધારણ કરનાર તત્ત્વોની યથાર્થ પ્રરૂપણાઓ.. ઉત્સર્ગ-અપવાદ, નિશ્ચય-વ્યવહાર, જ્ઞાન-ક્રિયા એ બધાનું છે ગૌણ-પ્રધાનભાવે નિરૂપણ - એ જ પરમાત્માની વાણીમાં ભળેલો અનેકાંત છે!
એકાંત એટલે કોઈપણ એક જ અંશે વસ્તુનો સ્વીકાર અને તે એકમાત્ર અંશની જ ગાઢ પક્કડ! તે છે સિવાયના તમામ અંશોનો સર્વથા અપલાપ ને સર્વથા તિરસ્કાર! યુક્તિપૂર્ણ પણ તે અંશોને કુયુક્તિઓ છે ન દ્વારા ખોટા ઠેરવવાના અધમતમ દૃષ્ટિકોણો !
આ એકાંત જ સંસારપ્રવાહનું પ્રબળ કારણ છે. આવા અધમતમ એકાંતનું પણ જો કોઈ મૂળ કારણ કહીએ, તો એ છે અજ્ઞાન અને અભિનિવેશ! !
આ બે દોષના કારણે, જીવ, પોતાની કમાન્યતા બાંધે છે અને તેના આધારે કુપ્રવૃત્તિ કરે છે, તેનાથી આ કર્મબંધ અને પછી સંકલ્પ-વિકલ્પોની શૃંખલા સર્જી પરંપરાએ દુર્ગતિનો ભોગ બને છે..
જ જમાલી જેવા પરમાત્માના શિષ્ય પણ આ બે દોષના કારણે અનર્થની પરંપરાના ભાગી થઈ ગયા.. 6 જ સમવસરણ જેવા સર્વશ્રેષ્ઠ નિર્જરા સ્થાનને પામીને પણ પાખંડીઓ મિથ્યામતના ભોગી થયા..!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org