________________
બજ મધુર બંસરી (૪૯)
2 “ગુરુદેવ! મને પાટણ જવાની ઘણી હોંશ છે. ત્યાંના તીર્થસ્વરૂપ મોટા-મોટા મંદિરોના દર્શન » ) કરવાની ખૂબ જ ઇચ્છા છે. તો થોડા દિવસ માટે કોઈ ઓળખીતાને ત્યાં ઊતરવાની વ્યવસ્થા ન થઈ જ શકે ? આપે તો પાટણમાં ઘણી વાર દર્શન કર્યા હશે, પણ મેં કદી નથી કર્યા. અત્યારે આપણે પાટણની ' પાસે પહોંચ્યા જ છીએ તો ત્યાં જતા આવીએ...'
“ભલે, તારી ચૈત્યપરિપાટીની ઇચ્છા હું પૂર્ણ કરીશ.” અને બાલમુનિ મુનિચન્દ્રની વાત માનીને તે * ગુરુદેવે પાટણમાં પ્રવેશ કર્યો. કોઈ પરિચિતને ત્યાં ઊતર્યા..
બાલમુનિ ઝટપટ ચૈત્યોની પરિપાટી કરવા માટે નીકળી પડ્યા. એક વખતે તેઓ થરાપદ્રગચ્છન શ્રી આદિનાથ પ્રભુના દેરાસરમાં દર્શન કરવા ગયા. | દર્શન કરીને બહાર નીકળ્યા. ત્યાં એમના કાને સંસ્કૃત ભાષાની ચર્ચાના શબ્દો પડ્યા. તેમણે જોયું છે તો બાજુના સ્થાનમાં કોઈ આચાર્યશ્રી પોતાના બત્રીશ શિષ્યોને કંઈક ભણાવી રહ્યા હતા. તપાસ કરતાં આ
ખ્યાલ આવ્યો કે ભણાવનાર આચાર્યશ્રી એ બીજા કોઈ નહિ પણ વાદિવેતાલ આચાર્યશ્રી શાન્તિસૂરિજી હતા. તેમને યાદ આવ્યું. ઓહ ! આ તો તે જ આચાર્યશ્રી છે, જેમણે ભોજરાજાની સભામાં ૮૪ વાદીઓને હરાવી જિન-શાસનની વિજયપતાકા ફરકાવી હતી. અને તે બદલ તેમને રાજાએ આપેલા ૮૪ લાખ દ્રશ્નથી ધારામાં જિનાલયો બનાવ્યા હતા. તેમની આવી વાદશક્તિ જોઈને મહાકવિ ધનપાલે રાજા ભોજને કહે: “રાજન્ !દરેક વિજય દીઠ જો આપ એક લાખ દ્રમ્ભ આપવા જશો તો તિજોરી સાફ » થઈ જશે. આમનું નામ ભલે શાન્તિસૂરિ હોય પણ તેઓ વાદીઓ માટે તો વેતાલ જેવા વિકરાલ છે. કવિની આ વાત વધાવીને રાજાએ તેમને “વાદિવેતાલ' તરીકે ઘોષિત કર્યા હતા. બાલમુનિને આ બધી સાંભળેલી વાતો યાદ આવવા લાગી. આવા મહાન આચાર્યશ્રીના આમ અચાનક જ દર્શન થઈ જશે, એ એવી તેમને કલ્પના જ ન હતી. તેમના મનમાં વિચાર સ્ફર્યો : આવા આચાર્યશ્રી પાસે હું પણ કેમ ન ( ભણું? આવો મોકો મળે ક્યાંથી...?
તેઓ તરત જ ચાલતા પાઠમાં ધીરેકથી પહોંચી ગયા અને નમસ્કાર કરી સૌથી પાછળ બેસી ગયા. થોડીવારમાં જ તેઓને સમજાઈ ગયું, કે આચાર્ય શ્રી બૌદ્ધદર્શનના પ્રમેય વાદનો પાઠ આપી રહ્યા છે. પાઠ ખૂબ જ કઠિન હતો. ચર્ચા ઘણી જટિલ હતી. પણ તીક્ષ્ણબુદ્ધિમત્તાના કારણે તેમને તો તદ્દન સરળ લાગવા માંડી.
તેમને પાઠમાં ખૂબ જ રસ પડ્યો. તેઓ દરરોજ પાઠમાં આવવા લાગ્યા.
દસ દિવસના અંતે આચાર્યશ્રીએ બત્રીશેય શિષ્યોનો પાઠ સાંભળવા માંડ્યો. પણ અફસોસ...! | બત્રીશમાંથી એક પણ શિષ્યને પાઠ આવડ્યો નહિ કે કઠિન ચર્ચા સમજાણી નહિ. આથી આચાર્યશ્રી એ ) નિરાશ બની ગયાઃ અરેરે...! બત્રીશમાંથી એક પણ પ્રતિભાશાળી નથી? જો આટલો ય પાઠ નહિ ( જ સમજી શકે તો મારી પાટ સંભાળશે કોણ? મારી વાદકળા અપનાવશે કોણ...? શું મારું જ્ઞાન મારી જે પાસે જ રહેવાનું? - આચાર્યશ્રીનો હતાશ ચહેરો જોઈ બાલમુનિ મુનિચન્દ્ર તરત જ તેમની પાસે આવ્યા અને કહ્યું: ( પૂજયવર ! આપ જો આજ્ઞા ફરમાવો તો હું પાઠ સંભળાવું.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org