________________
બજ મધુર બંસરી (૪૮) તું જીવન પણ ધન્ય બની જશે અને રત્નકુક્ષિ માતા તરીકે તમારું નામ ઇતિહાસ પર સુવર્ણાક્ષરે લખાઈ જશે.
‘ગુરુદેવ! મારો પુત્ર શાસનને સમર્પિત બને એવા મારા ભાગ્ય ક્યાંથી? હું તો પહેલેથી જ એવી છે કામના કરતી રહી છું કે મારો પુત્ર શાસનનો શણગાર બને. આપ મારા પુત્રને સ્વીકારો. એના પિતાની પણ આ અંગે મંજૂરી જ છે. તેઓ તો મારાથી પણ વધુ ધાર્મિકવૃત્તિવાળા છે. ગુરુદેવ! એને ભણાવજો, ગણાવજો અને આપનો પટ્ટપ્રભાવક બનાવજો. જેથી મારું જીવન પણ ધન્ય બને. મોંઘીબેને મધમીઠો » જવાબ આપ્યો.
પહેલે જ ધડાકે પોતાના તેજસ્વી બાળકને ઉલ્લાસભર્યા હૃદયે સોંપી દેતી મોંઘીબેનને જોઈને આચાર્યશ્રીનું હૃદય નાચી ઊઠ્યું. તેઓ મનોમન બોલી ઊઠ્યા ધન્ય રત્નકુક્ષિ માતા !
ધન્ય ડભોઈની પુણ્યભૂમિ મોંઘીબેન અને ચિંતક શેઠે પોતાનો વહાલસોયો પુત્ર ગુરુચરણે સમર્પિત કર્યો.. . ' શુભ મુહૂર્તે બાળકની દીક્ષા થઈ.. ગુરુએ તેનું નામ પાડ્યું ઃ શ્રી મુનિચન્દ્ર મુનિ !
હા... આ બાલમુનિ ખરેખર “મુનિચન્દ્ર જ હતા. કારણ કે તેઓ મુનિઓમાં ચન્દ્રની જેમ શોભતા ( હતા. એમના દર્શન માત્રથી સૌની આંખડી ઠરતી હતી...
બાલમુનિ મુનિચન્દ્ર ઉંમરમાં જ માત્ર બાળ હતા, બુદ્ધિમાં નહિ, નાની ઉંમર.. પણ બુદ્ધિ એવી હતી કે મોટા મોટા ખેરખાંઓ પણ સ્તબ્ધ બની જાય...
- બુદ્ધિની સાથે શુદ્ધિ પણ એટલી જ જોરદાર હતી. આત્મશુદ્ધિ અંગે તેમની પહેલેથી જ એટલી જ એ તકેદારી હતી કે દીક્ષાના દિવસથી જ છયે વિગઈનો ત્યાગ કર્યો... અને વાપરવામાં બાર દ્રવ્યથી વધારે નહિ લેવા તેવી પ્રતિજ્ઞા કરી. મોટે ભાગે તેઓ આયંબિલ જ કરતાં રહ્યા. બાલ્ય અવસ્થામાં પણ કેવી 1 અબાલ બુદ્ધિ !
(તેઓ પ્રાયઃ કાંજીનું પાણી પીતા, આથી તેઓ “સૌવીરપાયી' તરીકે પણ ઓળખાય છે.) (
તેઓ ઉપાધ્યાયશ્રી વિનયચન્દ્રજી પાસે પોતાનો અભ્યાસ કરવા લાગ્યા. તીવ્ર બુદ્ધિના કારણે તપ 1 સાથે જ્ઞાનમાં પણ તેઓ પ્રગતિ કરવા લાગ્યા... ) એમનામાં કેટલી તીવ્ર મેઘા શક્તિ હતી તેનો હજુ ખાસ કોઈને પરિચય થયો ન્હોતો, પણ એક T પ્રસંગ એવો બન્યો જેથી તેમની પ્રતિભાનો સૌને પરિચય થયો..
- વિ.સં. ૧૦૯૪માં તેઓ પોતાના ગુરુદેવ સાથે વિહાર કરતા કરતા પાટણ પાસે આવ્યા.. Rવા પાટણ છોડીને આગળ વધતાં ગુરુદેવને કહ્યું: ‘ગુરુદેવ! આપ પાટણ કેમ છોડી દો છો?”
“વત્સ ! એનું કારણ છે. પાટણમાં ચૈત્યવાસીઓનું જોર છે. આપણે સંવેગી સાધુઓ કહેવાઈએ. (. જ તેઓ આપણને ઊતરવા નહિ આપે. ચૈત્યવાસી સાધુઓએ રાજાઓ મારફત પોતાના સિવાય અન્ય 2 સાધુઓને નહિ ઊતરવા દેવાનો કાયદો કરાવેલો છે. ઊતરવાની જગ્યા જ ન મળે પછી ત્યાં જવું શી ( જે રીતે ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org