SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૮) )/ક ગ્રંથકાર જીવન પરિચય એક વીર પુરુષો યાકિની મહત્તરાસુનુ આ. હરિભદ્રસૂરીશ્વરજી મ.સા.ના જીવન-કવન-સમય વિશે ઘણા વિદ્વાનોએ ઘણું લખ્યું છે. એમના જીવન વિશે મુખ્યત્વે કપાવલી, પ્રભાવકચરિત્ર, ચતુર્વિશતિપ્રબંધમાં કેટલીક વિગતો મળે છે. અમે, શ્રી હીરાલાલ કાપડિયા લિખિત “શ્રીહરિભદ્રસૂરિ'. કલ્યાણવિજયગણિ દ્વારા સંસ્કૃતમાં લખાયેલ અને ધર્મસંગ્રહણીમાં પ્રગટ થયેલ “ગ્રંથકારપરિચય વગેરેના આધારે અહીં મુખ્ય વિગતો આપીએ છીએ.. એમની જન્મભૂમિ હતી ચિત્તોડ! (ચિત્રકુટ). ચિત્તોડ પ્રાચીન સમયથી જૈનતીર્થ તરીકે જાણીતું છે.. કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિ મ.સા. રચિત “તોડછાપ' માં શ્રીવિત્રશુરા : શબ્દો દ્વારા ચિત્તોડનો ઉલ્લેખ થયો છે. એમના પિતાનું નામ હતું શંકરભટ્ટ ! અને માતાનું નામ હતું ગંગા! પોતે અગ્નિહોત્રી બ્રાહ્મણ હતાં અને તે ચિત્તોડના રાજા જિતારિના પુરોહિત બને છે.. પંડિત હરિભદ્ર ચૌદ વિદ્યાના પારગામી હતા.. પ્રબંધો મુજબ વિદ્યાના કારણે પેટ ન ફાટી જાય તે માટે પેટે પટ્ટો બાંધતા હતા અને વાદી પાતાળમાં પેસી જાય તો પીછો કરવા કોલાળી ને આકાશમાં ઊડી જાય તો પકડવા નિસરણી રાખતા હતા. હાથમાં જંબૂવૃક્ષની ડાળી રાખતા, જે જંબૂદ્વીપમાં પોતે જ અનન્ય પંડિત છે એવું સૂચન કરતી હતી.' જ્યારે રાજપુરોહિત હરિભદ્ર, પાલખીમાં બેસીને રસ્તા પરથી પસાર થતો હતો, ત્યારે હાથી ગાંડો થવાના સમાચારે ચારે બાજુ ભાગાભાગ મચી ગઈ.. પંડિતની આજુબાજુ વિટળાયેલા પાઠકો વગેરે ભાગવા લાગ્યા.. પં. હરિભદ્રએ પાલખીમાંથી ઉતરીને એક જિનમંદિરનો આશરો લીધો.. ત્યાં બીરાજમાન જિનબિંબને જોતાં જ પંડિતે જિનેશ્વર ભગવંતનો ઉપહાસ કરતો એક શ્લોક રચી ૧. પં. કલ્યાણવિજયગણિના મતે આ વાત બરોબર નથી. એમણે ‘વી' નો અર્થ ન સમજાયો, તો એ યાકિનીમહત્તરા પાસે ગયા.. એ એમની સરળતા, નિખાલસતા વગેરે ગુણો સાથે આ ઘટતું નથી. ૨. આ પ્રસંગનો ઉલ્લેખ પ્રભાવકચરિત્રમાં છે, કહાવલીમાં નથી. - -------- Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy