________________
ભાવતીર્થ - રત્નત્રયી
૪૫
દેખાય તેનું મિથ્યાદર્શન તૂટે. સંસારી જીવો ચોવીસે કલાક કષાયમાં ૨મે છે. સવારથી સાંજ સુધી મિથ્યા પુરુષાર્થ દ્વારા ઝઝૂમે છે. તેમાં પ્રેરકબળ આ ત્રણ જ છે. જો તેને અંત૨માંથી કાઢી લેવામાં આવે તો એવા ઢીલા થઈ જાય કે મિથ્યા પુરુષાર્થ કરવાનો ઉત્સાહ જ ન રહે. સમ્યગ્દષ્ટિને સંસારનો પુરુષાર્થ વેઠ ઉતારવા જેવો લાગે. માત્ર કર્તવ્ય સમજીને કરે પણ ઉલ્લાસથી સંસારમાં તેનું ખેડાણ ન હોય. તમે ઉલ્લાસથી સંસાર ખેડો છો, અને ધર્મ નિરુત્સાહ થઈને કરો છો. દીકરાને પરણાવવામાં મનમાં કેટલો ઉમંગ ? ભલે પરણાવ્યા પછી ૧૨ મહિનામાં જ કદાચ ત્રાસી જાઓ; પરંતુ કરતી વખતે મનમાં ખોટા આવેગો, આ મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાનમિથ્યાચારિત્ર પૂરા પાડે છે. સંતાનનો ઉછેર વગેરે જીવનનાં તમામ કર્તવ્ય તમે આવેગથી કરો છો. જીવનમાં આવેગ વિના કોઈ પુરુષાર્થ કરવો તમને ફાવતો નથી. આ આવેગો જ મિથ્યાજ્ઞાનથી ભરેલા છે. કર્તવ્યને કર્તવ્ય સમજી, હિતચિંતાપૂર્વક કરવા હોય તો સમ્યજ્ઞાનની જરૂર પડે. હિાચિંતાની ભાવનામાં પણ માનસિક સુખ-શાંતિ આપવાની તાકાત છે. ફળ મળ્યા પછીનું સુખ જુદું છે. સંક્ષેપમાં જ્ઞાનીઓ કહે છે કે મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્રથી ભૌતિક ક્ષેત્રે અને આત્મિક ક્ષેત્રે દુઃખોની હારમાળા ખડકાય; જ્યારે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્રથી આંતરિક અને બાહ્ય સુખની પરંપરા સર્જાય છે.
તમારા આત્માના ભાવોનું અવલોકન કરી નિર્ણય કરો કે મારામાં મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાનમિથ્યાચારિત્ર કેટલાં છે ? આખો સંસાર તેના શરણે છે. માટે જ સંસાર દુઃખના અખાડામાં જઈ રહ્યો છે, નવાં નવાં દુઃખોનું સર્જન કરી રહ્યો છે. સંસારી જીવોની સ્થિતિ એ છે કે પોતે દુઃખો ઊભાં કરે, તેનાથી સ્વયં દુઃખી થાય અને બીજાને પણ દુઃખ આપે. આ ચક્કર ચાલુ જ છે. જે ખરા અર્થમાં ત્રાસેલો હોય તે આ રત્નત્રયીને ઓળખીને સ્વીકારે. આ રત્નત્રયી આત્માના પરમ તીર્થસ્વરૂપ ગુણ છે. જેને નિશ્ચયનય તીર્થ તરીકે સ્વીકારે તેનો બીજા કોઈ નય ઇન્કાર ન કરે. વ્યવહારનય કરતાં નિશ્ચયનય વ્યાપક છે. તેથી આ પરમ તીર્થ એવું છે કે બધા નય તેને માન્ય કરે. આ રત્નત્રયી સ્વરૂપ તારક તીર્થનું જેને શરણ મળી ગયું, તે ગમે તે ક્ષેત્રમાં, ગમે તે સંયોગોમાં હોય પણ નક્કી તરવાનો. તેના ઉદ્ધારને અટકાવનાર આ દુનિયામાં કોઈ નથી. અત્યાર સુધીમાં જેટલા પણ અન્ય ધર્મોમાંથી મોક્ષે ગયા તેમને પણ આ રત્નત્રયી જ તરવાનો આધાર બનેલ. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ રત્નત્રયીનો ત્રિવેણી સંગમ શુદ્ધ સમતામાં १. यः खलु संयमयोगेऽभ्युत्थितः स विशिष्टक्रियापरिणतमतिर्यथावसरं परमोपेक्षायामेव निविशते, तस्या एव निर्वाणसुखवर्णिकारूपत्वात् । तस्यां च निविशमानस्यास्य न किञ्चित् परेण कार्यमस्ति, ज्ञानदर्शनचारित्राणां तदानीमात्मस्वभावान्तर्भूतत्वात्, तदर्थमपि परापेक्षाविरहात् ।
* यस्मिन् सति सफलतामसत्यफलतां व्रजेत् । रत्नत्रयं स्वस्ति तस्मै समत्वाय महौजसे । । २४४।।
Jain Education International
(અધ્યાત્મમતપરીક્ષા řો-૮૦, ટીજા)
(ત્રિષજિશનાગપુરુષચરિત્ર પર્વ-૬, સર્જ-૬)
For Personal & Private Use Only
www.jainelibrary.org