________________
૪૪
ભાવતીર્થ - રત્નત્રયી
મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્રનું ઘેરું વર્ચસ્વ છે. તમારા જીવનના driving force (પ્રેરકબળ) જ એ ત્રણ છે.
સભા ઃ મિથ્યા તરીકે અમને દેખાતું નથી.
સાહેબજી : કારણ કે મિથ્યાને સમ્યગ્ બતાડનાર મિથ્યાત્વ મનમાં બેઠું છે. ઘણાંને ગાંડપણ આવે પણ સાથે થોડું ઠેકાણે હોય એટલે ખબર પડે કે મને ગાંડપણ પ્રગટ્યું છે. જે ગાંડો પોતાને ગાંડા તરીકે સ્વીકારે તેની treatment (સારવાર) કરવી સહેલી છે; પણ જે ગાંડો પોતાને ગાંડો ન માને, પરંતુ ડાહ્યો જ માને, તેનો ઉપચાર મુશ્કેલ છે. તેમ મિથ્યા, મિથ્યા ન દેખાય, તે જ સર્વ અજ્ઞાન, વિકૃતિઓનો બાપ મિથ્યાત્વ છે. એ જેટલું ગાઢ, તેટલી આંતિરક ભૂલો દેખાશે જ નહિ, ઊંધી સમજ પણ સાચી સમજ જ લાગશે. આ જ રત્નત્રયી પામવામાં અવરોધ છે.
રત્નત્રયીરૂપ ભાવતીર્થનો મહિમા :
રત્નત્રયીરૂપ ભાવતીર્થને પામ્યા વિના તરવું અશક્ય છે. જૈન હોય કે જૈનેતર, ગુણિયલ હોય કે ગુણહીન હોય, તરવું હોય તો રત્નત્રયી અનુસરવી પડે. અરે ! ગીતાર્થ ગુરુને પણ તરવા માટે આ ભાવતીર્થનું શરણ લેવું જ પડે છે. તીર્થંકરો પણ આ તીર્થના અવલંબનથી જ મુક્તિ પામે છે. તેથી આપણે પણ તરવું હોય તો આ માર્ગે જ આવવું પડશે. અમે તો ઉપદેશમાં વર્ણન કરીએ, મહિમા ગાઈએ, પરંતુ આ માર્ગે આવવું કે ન આવવું તે તમારી પસંદગી પર છે. આખા સંસારનું સર્જન કરવાની, સંચાલન કરવાની, તેનું દઢીક૨ણ ક૨વાની તમામ શક્તિ-બળ મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાન-મિથ્યાચારિત્રમાં છે. દેખાતો બહારનો સંસાર તો by product (આડપેદાશ) છે. ખરો સંસાર અંદરનો છે. આ અંદરના સંસારનું ફળ એકાંત દુઃખ છે. તેથી તેને ખારા પાણીની જ ઉપમા આપી છે. ખારા પાણીમાં જેમ દરેક ટીપે ખારાશ હોય જ, તેમ સંસારમાં સર્વત્ર દુ:ખમયતા જ છે. તેમાં સુખનું નામનિશાન જ જડે નહિ. જેને આ १. मोक्षाभिधानपदसम्प्राप्तिकारणविशेषाः सम्यग्दर्शनादयः,
(યોવૃષ્ટિસમુર્વ્યય હ્તો-૬, ટીજા)
२. तद्यथा - क्षान्तिमार्दवाऽऽर्जवमुक्तिज्ञानदर्शनवीर्यसुखसत्यशौचतपः सन्तोषादीनि यत्र गृहमानुषाणि तदिदमेकं कुटुम्बकम् । तथा क्रोधमानमायालोभरागद्वेषमोहाऽज्ञानशोकभयाऽविरतिप्रभृतयो यत्र बान्धवाः तदिदं द्वितीयं कुटुम्बकम्। ....... हितकरणशीलमाविर्भावतिरोभावधर्मकमन्तरङ्गं च वर्तते, मोक्षप्रापकं च, यतः प्रकृत्यैवेदं जीवमुपरिष्टान्नयति । यत्पुनरिदं द्वितीयं कुटुम्बकमेतज्जीवानामस्वाभाविकं, तथाऽप्यविज्ञातपरमार्थैर्जन्तुभिर्गृहीतं तद्गाढतरं स्वाभाविकमिति । तदनाद्यपर्यवसितमभव्यानां, अनादिसपर्यवसितं केषाञ्चिद्भव्यानां, एकान्तेनाऽहितकरणशीलमाविर्भावतिरोभावधर्मकमन्तरङ्गं च वर्तते संसारकारणं च, यतः प्रकृत्यैवेदं जीवमधस्तात्पातयति ।
(૩૫મિતિ૰ પ્રસ્તાવ-રૂ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org