________________
ભાવતીર્થ - રત્નત્રયી
થાય છે, અને તે જ મોક્ષનો રાજમાર્ગ છે. અન્યલિંગના મહાત્માઓ પણ આ રાજમાર્ગ પર ચડીને જ તરી ગયા છે. તેમને પણ સમતા એ જ આલંબન છે. સમતા એટલે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્રનો આત્મામાં પૂર્ણ સમન્વય. જેવી શુદ્ધ શ્રદ્ધા છે, તેવું જ જ્ઞાન અને આચરણ થાય તો આત્મામાં એક પણ કષાયનો આવેગ ટકી ન શકે. આવેગશન્ય ઇચ્છારહિત અવસ્થા તે જ સમતા છે. તીર્થંકરો દીક્ષા લે તે ક્ષણથી આ રત્નત્રયીના સંગમ દ્વારા સમતામાં રમે છે, જેનાથી તેમના આત્માને ક્ષણે ક્ષણે અપૂર્વ નિર્જરા થાય છે, સાથે ક્ષણે ક્ષણે શાંતરસના શ્રેષ્ઠ સુખનો અનુભવ પણ થાય છે. આ સંસારમાં કોઈની તાકાત નથી કે તેમને અંદરથી દુઃખી કરી શકે; કારણ કે જે સમતામાં સ્થિત છે તેણે અંતરમાંથી મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્રને હાંકી કાઢ્યાં છે. ટૂંકમાં દુ:ખમાત્ર મિથ્યાથી છે, સુખમાત્ર સમ્યથી છે.
આ વિશ્વમાં કાર્યકારણનો સિદ્ધાંત એવો છે કે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં ફળ મેળવવું હોય તો દર્શન, જ્ઞાન, ચારિત્ર જોઈએ. મિથ્યા ફળ મેળવવું હોય તો તે મિથ્યા જોઈએ, અને સમ્યકુ ફળ મેળવવું હોય તો તે સમ્યકુ જોઈએ. ફળ જોઈતું હોય તેને દર્શન, જ્ઞાન, ચારિત્ર તો જોઈએ જ. દા. ત. પૈસા કમાવા છે, તો પહેલાં શ્રદ્ધા જોઈએ કે ધન મેળવવા જેવું છે; પણ માત્ર શ્રદ્ધા હોય અને પૈસા કમાવા અંગે વ્યાવસાયિક કલા કે જ્ઞાન જ ન હોય, તો બજારમાં જઈને શું કરે ? કદાચ મૂડી ગુમાવીને પણ આવે, એટલે જ્ઞાન જરૂરી છે. વેપારની ઉત્તમ કલા જાણતો હોય પણ પથારીમાંથી ઊઠીને બજારમાં જાય જ નહીં કે મહેનત કરે નહીં, તો એમ ને એમ પૈસા ટપકી પડવાના નથી, એણે પુરુષાર્થ-આચરણ કરવું પડે, અર્થાતુ ફળ મેળવવા માટે ચારિત્ર-આચરણ પણ જોઈએ જ. દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં ફળ જોઈતું હોય તો દર્શન-જ્ઞાનચારિત્ર અનિવાર્ય છે, આ સનાતન નિયમ છે. રસોઈ કરવી હોય તોપણ, પહેલાં શ્રદ્ધા, પછી જ્ઞાન અને પછી આચરણ જોઈશે. તે સિવાય રસોઈ જેવું સામાન્ય કાર્ય પણ ન થાય. પ્રત્યેક ફળમાં શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રનો ત્રિવેણી સંગમ જરૂરી છે, તો જ ફળ મળે. તે ત્રણ સભ્ય લાવો તો સમ્યગું ફળ મળે, મિથ્યા લાવો તો મિથ્યા ફળ મળે. પ્રભુ મહાવીર પછી શાસનમાં હજારો આચાર્યો થયા, પણ આ રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગમાં કોઈ ગોટાળો ન કરી શકે, મોક્ષમાર્ગની એક લકીર પણ ફેરવી શકાય તેમ નથી, તેથી શંકા-કુશંકા કરનારા મૂરખ છે, તેમને આત્માના ગુણોની શ્રદ્ધા, આત્માના ગુણોનું જ્ઞાન અને આત્માના ગુણોને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ : એ સ્વરૂપ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રની પિછાણ નથી. આ ભાવતીર્થને જેટલું સચોટ ઓળખશો, તેટલી તમારી મોક્ષ અને મોક્ષમાર્ગની શ્રદ્ધા દઢ થશે.
१. अन्यलिङ्गादिसिद्धानामाधारः समतैव हि। रत्नत्रयफलप्राप्तेर्यया स्यादभावजनता।।२३।।
(મધ્યાત્મિસાર, થર-૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org