________________
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ
૩૬૫ દર્શન પણ તમારાં અનેક જન્મોનાં પાપોનો નાશ કરવા સક્ષમ છે. શાસ્ત્રમાં આજ્ઞા છે કે શાસનના તમામ મહત્ત્વપૂર્ણ પ્રસંગો સમવસરણની પ્રતિકૃતિ બનાવીને તેના સાંનિધ્યમાં કરવાના છે. સમ્યક્તપ્રાપ્તિથી માંડીને સંઘમાળ, મોક્ષમાળા (ઉપધાનની માળા), વ્રતઉચ્ચારણ, દીક્ષા, મહાવ્રતઉચ્ચારણ, વડી દીક્ષા, સર્વ પદવીપ્રદાન આદિ ઉત્તમોત્તમ ધર્મપ્રાપ્તિની ક્રિયાઓ સમવસરણની સાક્ષીએ કરવાની છે. અરે ! ઉપદેશ પણ દેશનારૂપે નાણની સાક્ષીએ આપવાનો છે. સમવસરણની રચનાને આપણી પરંપરામાં નાણ કહેવામાં આવે છે; કારણ કે જગતમાં સમ્યજ્ઞાન ત્યાંથી પ્રવર્તે છે. લોકમાં જ્ઞાનનું ઉદ્ગમસ્થાન જ સમવસરણ છે. આ શાસનમાં સંઘાચાર્યોએ પણ ધર્મપ્રદાન ધર્મતીર્થની સાક્ષીએ કરવાનો છે, તો પછી નાના ઉપદેશકે તો બીજો વિકલ્પ વિચારવાનો જ નથી. તીર્થકરોનું આખું ધર્મશાસન આ પ્રતીકમાં સમાઈ જાય છે, તે સર્વ શુભ સંકેતોનું સ્થાન છે, તેનું દર્શન પણ મંગલકારી છે. નિમિત્તશાસ્ત્રની દૃષ્ટિએ પણ તેનો એવો મહિમા છે કે દેશવિરતિ, સર્વવિરતિ આદિ ઉત્તમ ધર્મકાર્યોની પાત્રતા નક્કી કરવા પણ છદ્મસ્થ ગુરુએ નાણનો ઉપયોગ કરવો તેવી વિધિ શાસ્ત્રમાં છે. જે મુમુક્ષુ ચારિત્ર આદિનો અભિલાષી હોય તેને નાણની સુંદર પ્રતિકૃતિ પાસે લાવી પીડા ન થાય તેવી રીતે આંખે પાટા બંધાવી હાથની અંજલિમાં શ્રેષ્ઠ સુગંધી દ્રવ્યો અને ઉત્તમ પુષ્પો આપીને સમવસરણમાં બિરાજમાન તીર્થકર સન્મુખ વધાવવારૂપે ઉછાળવાનું કહેવામાં આવે. ઉછાળ્યા પછી તે પુષ્પો અને સુગંધી દ્રવ્યો પ્રભુના અંગ ઉપર કે આજુબાજુ સન્મુખ કે વિમુખ પડે તેના આધારે શાસ્ત્રજ્ઞ ગુરુ તે જીવની ભાવિ કલ્યાણકારી પાત્રતા કે તેનો અભાવ નિશ્ચિત કરે. આ પણ ધર્મતીર્થના પ્રતીકનો લોકોત્તર મહિમા છે.
१. वरगंधपुप्फदाणं सियवस्थेणं तहच्छिठयणं च। आगइगइविण्णाणं इमस्स तह पुप्फपाएण ।।२५।। व्याख्या-वरगन्धपुष्पदानं सुगन्धिकुसुमानामथवा प्रधानानां वासानां पुष्पाणां च दानं वितरणम् वरगन्धपुष्पदानमञ्जलौ कर्तव्यमस्येति योगः । तथा सितवस्त्रेण शुक्लवाससा। तथा तेन प्रकारेणापीडोत्पादनलक्षणेन विद्वत्प्रसिद्धेन वाक्योपक्षेपमात्रो वा तथाशब्दः । अक्षिस्थगनं लोचनावरणं कार्यम्। चशब्दः समुच्चये। ततश्चासौ तानि कुसुमान्यावृताक्ष एव जिननाथाभिमुखं प्रक्षेपयितव्यः, गुरुणा चाधिकृतपुष्पपातलक्षणनिमित्तानुसारेण यथासम्प्रदायं शुभादितरस्माद्वा भवादागतोऽयं, तथा दीक्षाराधनविराधनाभ्यां शुभेतरा वा गतिरस्य भविष्यतीति दीक्षादानार्थं तत्परिहारार्थं च परिज्ञानं विधेयम्। एतदेवाहआगतिगतिविज्ञानं शुभाशुभपूर्वजन्मानागतजन्मनां निर्णयनं कार्यम्। अथवागत्यागमनेनास्खलितेतरादियुक्तेन गतिविज्ञानमागामिभव-ज्ञानमागतिगतिविज्ञानम्। इह व्याख्याने समासितमपि गतिविज्ञानमित्येतत्पदं प्राकृतत्वेनोत्तरत्र सम्बन्धनीयमिति। 'इमस्स त्ति' अस्य दीक्षाधिकृतजीवस्य। तथेति समुच्चये। अथवा तथा तत्प्रकारेण साम्प्रदायिकेन पुष्पपातेन कुसुमपतनेन दीक्षणीयनरविहितेन। एतदर्थमेव पूर्वं पुष्पदानं तदञ्जलौ कृतमासीदिति। इह च समवसरणमध्ये पुष्पपाताद्दीक्षाराधनाजनिता सुगतिः, तबहिःपाताच्च तद्विराधनाजनिता कुगतिरस्येत्येतावन्मात्रमतो ग्रन्थादवसीयते। शेषं तु ग्रन्थान्तराद्विशिष्टसम्प्रदायाद्वाऽवसेयमिति गाथार्थः ।।२५ ।।
(પંચશવ પ્રવર, પંચાગ-૨, સ્નો-રપ મૂન-ટી)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org