________________
૩૬૪
ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ રૂએ તેમનું આટલું માન-પાન-ગૌરવ છે. તે જોઈને એમ થાય કે અનાર્ય પ્રજા પોતાના ધર્મગુરુઓને low caliber (નબળું સત્ત્વ હોવા) છતાં કેવી રીતે નવાજે છે ! જ્યારે તમને આટલા ઊંચા, સદાચારી, જ્ઞાની ધર્મગુરુઓ મળ્યા છે, તોપણ કોઈ કિંમત ખરી ? જૈનશાસનમાં હાલમાં કોઈ પ્રભાવક ધર્મગુરુ આવે અને આ મુંબઈમાં લાખ માણસ પણ દર્શન માટે ઊમટે તેવું લાગે છે ? તમે તો ધર્મગુરુઓને જોઈ-જોઈને જ ધરાઈ ગયા છો. ગુણની ઓળખ અને ગુણાનુરાગ જ સમકિત આદિની પ્રાપ્તિનું કારણ છે. આનો ઊંધો અર્થ નહીં કરતા, કે બીજાના ધર્મગુરુઓનાં માન-પાન જોઈને અમને ઇર્ષ્યા થાય છે, અથવા તો અમારો ભાવ નથી પૂછતા તેનો આ ખરખરો છે. અમને તો ભગવાને શીખવ્યું છે કે સાધુ તરીકે તારે માન-પાનની જરા પણ અંગત અપેક્ષા રાખવી નહીં. તમે હાથ ન જોડો તેની પણ જો મને અસર થાય તો મારી આરાધનામાં પનોતી બેસે. અમે અમારા આત્મકલ્યાણ માટે નીકળ્યા છીએ. અમને દુનિયા પૂ કે ન પૂજે તેની અસ૨ ન જોઈએ. અમે વિશ્વાસ સાથે ચારિત્રનો માર્ગ સ્વીકાર્યો છે. અમને અમારું પવિત્ર ચારિત્ર જ તારશે, નહીં કે તમારાં માન-પાન. આ તો શાસ્ત્રમાં તીર્થંકરોનાં સન્માન-સ્વાગતનાં ઉત્કૃષ્ટ વર્ણન આવે છે, જે સાંભળતાં તમને અતિશયોક્તિ ન લાગે તેથી ધર્મસત્તાના બાહ્ય ઐશ્વર્યનો ખુલાસો કર્યો. તમને સીધું કહીએ કે માત્ર પ્રભુના આગમનના સમાચાર સાંભળી ચક્રવર્તી સાડા બાર કરોડ સુવર્ણમુદ્રા વધામણી આપનારને દાનમાં આપે, તો તમને મગજમાં ન બેસે. તેથી તે કાળનો સામાજિક અભિગમ દર્શાવ્યો.
સભા : દરેક વખતે સાડા બાર કરોડ સુવર્ણમુદ્રા દાનમાં આપે ?
સાહેબજી : હા, દરેક વખતે આપે. નેમિનાથ પ્રભુ જ્યારે જ્યારે સમવસર્યા ત્યારે વધામણી આપનારને કૃષ્ણ મહારાજા સાડા બાર કરોડ રૌખમુદ્રા દાનમાં આપ્યાનું વર્ણન છે. પ્રભુના સમવસરણમાં રાજા-મહારાજાઓ, મહામંત્રીઓ, નગરશેઠો આદિ અનેક લોકના અગ્રેસરો વિભૂતિ સાથે આવે, પરિવાર સહિત ભક્તિ કરે, જે જોઈને કેટલાયને ભગવાનનાં દર્શન કરવાની ઇચ્છા જાગે. દેવ-ગુરુના દર્શને આ રીતે જવાની વિધિ છે. આ તો ધર્મતીર્થ સ્થપાય, ધર્મસત્તાનો લોકમાં પ્રભાવ પ્રવર્તે, ત્યારના બાહ્ય ઐશ્વર્યનું વર્ણન કર્યું જે રેખાચિત્રરૂપે સમજવા જેવું છે. ધર્મતીર્થના પ્રતીક નાણનો લોકોત્તર મહિમા :
આ સમવસરણ કે જેને આપણે સંપૂર્ણ ધર્મતીર્થનું શ્રેષ્ઠ પ્રતીક માનીએ છીએ તેનો પ્રતિકૃતિરૂપે પણ અપાર મહિમા છે. શુભ ભાવોની વૃદ્ધિ કરનાર સમવસરણની પ્રતિકૃતિનાં
૧. સુવિહિત તપગચ્છ યતિપતિ રે, શ્રી સોમસુંદરસૂરિ; કરે પ્રતિષ્ઠા અતિભલી રે, વાજતે મંગલતૂર ૨. ૧૯. મૂળનાયક શ્રી ઋષભજી રે, ચઉમુખ થાપે રે તેહ; સમવસરણની થાપના રે, ચઉગતિવારક તેહ રે. ૨૦. (જ્ઞાનવિમલસૂરિજી કૃત રાણકપુર તીર્થનું સ્તવન ઢાળ-૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org