________________
૩૨૮
ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ સર્વ સમ્યગ્ મતોનું સ્થાપન કરે છે, તેવા સમવસરણની રચના એ પરમાત્મા પ્રત્યેની દેવોની ઉત્કૃષ્ટ ભક્તિ છે. અર્હન્ એવા પ્રભુને દેશના માટે દેવતાઓ ઉમળકાથી સમવસરણની રચના કરે છે ત્યારે, તેમની ભક્તિમાં કોઈ કમીના નથી દેખાતી. આમ તો તીર્થંકરો જન્મે ત્યારથી પાંચ રૂપો આદિથી અનેક પ્રકારે ઇન્દ્રો ભક્તિ કરે છે, તેમને પ્રભુનું નાનામાં નાનું સેવાનું કાર્ય પણ હું કરું તેવો ભાવ છે; પરંતુ ઉત્કૃષ્ટ ભક્તિ માટેની પ્રભુના આત્મામાં જે ગુણસમૃદ્ધિ જોઈએ તે કેવલજ્ઞાન પછી જ પ્રગટે છે. તેથી ઉત્કૃષ્ટ પૂજા વિવેકી ઇન્દ્રો ત્યારે જ કરે છે. આ સર્વશ્રેષ્ઠ ભક્તિનું ઉત્તમ દૃષ્ટાંત સમવસરણયુક્ત ચૈત્યવૃક્ષ છે, જેને ધર્મતીર્થનું પ્રતીક ગણ્યું છે.
કોઈ પૂછે કે પ્રભુએ ધર્મતીર્થ સ્થાપ્યું તે ધર્મતીર્થ પ્રત્યે બહુમાન-ભક્તિ અભિવ્યક્ત કરવા આલંબનરૂપ પ્રતીક શું ? તો તે સમવસરણયુક્ત ચૈત્યવૃક્ષ છે, જેમ દરેક દેશનાં પ્રતીક ધ્વજ હોય છે. ભારત દેશનું પણ પ્રતીક ત્રિરંગી રાષ્ટ્રધ્વજ છે જ. જેને ભારતદેશ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવો હોય તો તે રાષ્ટ્રધ્વજને સલામ-નમન કરે છે. દેશભક્તિ બતાવવા રાષ્ટ્રધ્વજને સલામી અપાય છે. તમારા વડાપ્રધાન કે રાષ્ટ્રપ્રમુખ પણ રાષ્ટ્રધ્વજ પાસે ઝૂકીને ઊભા રહે છે. તેની અદબ-માન જાળવે છે. બીજા દેશોમાં પણ ભારતને status (મોભો) આપવું હોય તો ભારતનો ધ્વજ માનભેર મૂકવામાં આવે છે. U.N.O.માં (સંયુક્ત રાષ્ટ્રસંઘમાં) પણ ભારતદેશના પ્રતીક તરીકે ભારતનો રાષ્ટ્રધ્વજ યોગ્ય જગાએ ફરકતો હોય છે. દરેક દેશમાં indian embassy (ભારતીય એલચી ખાતાની કચેરી) પર ભારતનો રાષ્ટ્રધ્વજ હશે. આ રીતે દરેક દેશ પોતાના રાષ્ટ્રનાં પ્રતીક રાખે છે, જેના બહુમાનથી રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તે તે રાષ્ટ્ર પ્રત્યે બહુમાનની અભિવ્યક્તિ કરાય છે. તેમ ધર્મતીર્થનું પ્રતીક સમવસરણયુક્ત ચૈત્યવૃક્ષ છે. તીર્થંકરો પણ તેને પ્રદક્ષિણા કરી ‘નમો તિત્વસ' બોલી નમસ્કાર કરે છે. ભાવતીર્થંકર પ્રભુ સ્વયં પ્રતીકને પ્રદક્ષિણા કરે. ગણધર ભગવંતો, કેવલી ભગવંતો, મન:પર્યવજ્ઞાનીઓ, અવધિજ્ઞાનીઓ, ચૌદપૂર્વીઓ, દશપૂર્વધર આદિ શ્રુતકેવલીઓ, લબ્ધિસંપન્ન મહાત્માઓ, વાદીમુનિઓ આદિ ચતુર્વિધ
१. पूर्वद्वाराऽविशन् साधु-साध्वी वैमानिकस्त्रियः । प्रदक्षिणीकृत्य नेमुर्जिनं तीर्थं च भक्तितः । । १३४ ।। प्राकारे प्रथमे तत्र धर्माराममहाद्रुमाः । पूर्वदक्षिणदिश्यासाञ्चक्रिरे सर्वसाधवः । । १३५ ।। तेषां च पृष्ठतस्तस्थुरूर्ध्वा वैमानिकस्त्रियः । तासां च पृष्ठतस्तस्थुस्तथैव व्रतिनीगणाः । । १३६ । । प्रविश्य दक्षिणद्वारा प्राग्विधानेन नैर्ऋते । तस्थुर्भवनेशज्योतिर्व्यन्तराणां स्त्रियः क्रमात् । । १३७ ।। प्रविश्य पश्चिमद्वारा, तद्वन्नत्वाऽवतस्थिरे । मरुद्दिशि भवनेशज्योतिष्कव्यन्तराः क्रमात् । ।१३८ । ।
(ત્રિષષ્ટિશતાળાપુરુષચરિત્ર, પર્વ-૨, સર્જ-૬)
* તત: પ્રવિશ્ય હ્રિ રોતિ? ફત્યાહ
आयाहिण पुव्वमुहो, तिदिसिं पडिरूवया य देवकया। जेट्ठगणी अन्नो वा, दाहिणपुव्वे अदूरम्मि ।।११८३ ।। "आयाहिण" त्ति भगवान् चैत्यद्रुमस्य प्रदक्षिणां विधाय पूर्वमुखः सिंहासनमध्यास्ते । यासु च दिक्षु भगवतो मुखं न भवति तासु तिसृष्वपि तीर्थकराकारधारकाणि सिंहासन-चामर-च्छत्र-धर्मचक्रालंकृतानि प्रतिरूपकाणि देवकृतानि भवन्ति, यथा सर्वोऽपि लोको जानीते 'भगवानस्माकं पुरतः कथयति ।
(બૃહત્પસૂત્ર માગ-૨, નિર્યુક્તિ શ્ર્લો-૮રૂ, મૂત્ર-ટીવા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org