________________
ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ
૩૨૭ सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । कुसमयविसासणं, सासणं जिणाणं भवजिणाणं ||१||
(મમતત પ્રર૦ સ્નો-૧) અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વોત્કૃષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે.
તીર્થંકરો અંતિમ ભવમાં સ્વબળથી સાધના કરી સર્વ ઘાતિકર્મોના ક્ષયપૂર્વક સર્વજ્ઞ, સર્વદર્શી, અહંનું થાય છે. અર્વનું પદ પામેલા તીર્થકરોનું તે અવસરે ગુણરૂપ ઐશ્વર્ય પરાકાષ્ઠાનું હોય છે. પ્રભુ ક્ષાયિક ભાવોમાં વર્તતા હોય છે. તેમના આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિર્ય આદિ ગુણો ક્ષાયિક ભાવના પ્રગટ થયા છે. આત્માની આંતર શક્તિઓ સોળે કળાએ વિકસી છે; કારણ કે ગુણનો ઘાત કરનારાં ઘાતિકર્મો સંપૂર્ણ નાશ પામ્યાં છે, જે રહ્યાં છે તે અઘાતિકર્મો છે. તે પણ પ્રાયઃ શ્રેષ્ઠ વખાણવાલાયક પુણ્યપ્રકૃતિઓ રહી છે. કેવલજ્ઞાન પછી પ્રભુના આત્મા પર જે કાંઈ કર્મોનો જથ્થો છે, તે સમગ્ર વિશ્વને આશીર્વાદરૂપ બને તેવા શ્રેષ્ઠ નિરવદ્ય પુણ્યાનુબંધી પુણ્યકર્મનો સંચય છે. તેનાથી જ જગદુદ્ધારનું શ્રેષ્ઠ પરોપકારરૂપ કાર્ય થાય છે. ભાવતીર્થંકરને ગુણનો અવરોધ કરે તેવું એકે કર્મ નથી. તેથી ગુણરૂપ ઐશ્વર્ય પરાકાષ્ઠાનું ખીલેલું છે. વળી, પુણ્યલક્ષ્મીનો વિપાક પણ પરાકાષ્ઠાનો છે. તેથી આ સંસારમાં દેહધારી ઈશ્વર. પરમેશ્વર તીર્થકરો જ છે. જૈનદર્શન પૂર્ણ પરમેશ્વરનો અવતાર માનતું નથી, પણ આવા દેહમાં વર્તતા ઉત્કૃષ્ટ ગુણલક્ષ્મી અને ઉત્કૃષ્ટ ધર્મઐશ્વર્યવાળાને જ દેહધારી પરમેશ્વર સ્વીકારે છે. તેમના આત્મા પર હજુ દેહને ટકાવનારું અઘાતિકર્મ (પ્રારબ્ધ કર્મ) બાકી છે. તે પૂરું થતાં દેહના વિલયપૂર્વક નિર્વાણ, મુક્તિની પ્રાપ્તિ થશે, ત્યારથી તીર્થકરો પણ સિદ્ધ પરમેશ્વર કહેવાશે. પૃથ્વીતલ પર લોકને દશ્ય પરમેશ્વર ભાવતીર્થકરો છે.
ધર્મતીર્થનું પ્રતીક સમવસરણયુક્ત ચૈત્યવૃક્ષ :
અહંતુ બનેલા તીર્થકરોની દેવતાઓ ભક્તિથી ચોત્રીસ અતિશય અને અષ્ટ પ્રાતિહાર્ય દ્વારા પૂજા કરે છે, જે પરમાત્માની શ્રેષ્ઠ પૂજા છે. આ દેવતાઓ ભક્તિરૂપે જે ઓગણીશ અતિશયો વિદુર્વે છે, તે સૌમાં પ્રભુ પ્રત્યેની ભક્તિરૂપે જો કોઈ ઉત્કૃષ્ટ અર્થ હોય તો તે તીર્થંકરની દેશનાભૂમિની રચના છે, જ્યાં તીર્થકરો ધર્મનો પ્રતિબોધ કરે છે, ધર્મસત્તાની સ્થાપના કરે છે, જેથી ધર્મ સતત વહેતો રહે છે. જ્યાં જગતના સર્વ મિથ્યામતોનું તીર્થકરો ખંડન કરે છે અને १. अथवा अन्यथा भावसमवसरणं नियुक्तिकृदेव दर्शयति-क्रियां-जीवादिपदार्थोऽस्तीत्यादिकां वदितुं शीलं येषां ते क्रियावादिनः, एतद्विपर्यस्ता अक्रियावादिनः, तथा अज्ञानिनो-ज्ञाननिह्नववादिनः तथा 'वैनयिका'-विनयेन चरन्ति तत्प्रयोजना वा वैनयिकाः, एषां चतुर्णामपि सप्रभेदानामाक्षेपं कृत्वा यत्र विक्षेपः क्रियते तद्भावसमवसरणमिति।
(सूत्रकृतांगसूत्र प्रथम श्रुतस्कंध, अध्ययन - १२, श्लोक ११६ थी ११८ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org