SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ ૩૨૯ શ્રીસંઘ, સૌ આવીને પ્રતીકને નમસ્કાર કરશે. પ્રતીકને બહુમાનથી નમસ્કાર કરવામાં ધર્મતીર્થને જ નમસ્કાર થાય છે, જેમ રાષ્ટ્રધ્વજના બહુમાનથી રાષ્ટ્રનું બહુમાન થાય છે તેમ. સભા : વૃક્ષ સચિત્ત હોય છે ? સાહેબજી : ના, તે દેવતારચિત છે. ધર્મતીર્થના પ્રતીકનો મહિમા - ઉત્કૃષ્ટ ફળ કેવલજ્ઞાનની પ્રાપ્તિ આ પ્રતીકનો જૈનશાસનમાં એટલો મહિમા છે કે તમને કલ્પના જ નહીં હોય. જોકે આવું સુંદર પ્રતીક પણ જગતમાં કોઈનું નથી; છતાં તેને જે રીતે જિનશાસનમાં મહત્ત્વ અપાયું છે તે નહિ સમજનારા તેને ગૌણ કરી દે છે; પરંતુ વાસ્તવમાં શાસનમાં તો વ્યવહાર એવો છે કે જેને સમ્યક્ત ઉચ્ચરાવવું હોય, નાનું સરખું પણ વ્રત ગ્રહણ કરવું હોય કે છેક માવજીવ સામાયિકગ્રહણરૂપ દીક્ષા, પંચમહાવ્રતગ્રહણરૂપ વડી દીક્ષા, ગણિપદ, પંન્યાસપદ, ઉપાધ્યાયપદ, આચાર્યપદ, ગચ્છાધિપતિપદ, પ્રવર્તિનીપદ આદિ તમામ પદપ્રદાનની વિધિઓ કે જેમાં અધિકારો સુપ્રત કરવાના હોય છે, તેનાં અનુષ્ઠાન કે ક્રિયા કરવી હોય તો શાસ્ત્રમાં લખ્યું કે નાણ સમક્ષ કરવાની. નાણ એટલે ધર્મતીર્થનું પ્રતીક સમવસરણયુક્ત ચૈત્યવૃક્ષ. નાણ શબ્દ એટલા માટે વપરાય છે કે આખા જગતમાં સમ્યજ્ઞાન આ ધર્મદેશનાભૂમિસ્વરૂપ સમવસરણમાંથી ફેલાયું છે. પાંચ જ્ઞાનમાં એક અપેક્ષાએ શ્રુતજ્ઞાન જ મુખ્ય છે. જેનો મુળ સ્રોત સમવસરણમાંથી વહે છે. ત્યાંથી ચીંધાયેલા માર્ગે જવાથી સૌ કોઈ ભવ્યજીવોને આત્મામાં તમામ જ્ઞાનો પ્રગટે છે. સર્વ જ્ઞાનનું મુખ્ય આલંબન છે, તેથી તે નાણ કહેવાય છે. તે જ ધર્મતીર્થનું પ્રતીક છે. તેની સાક્ષીએ જ જિનશાસનનાં સર્વ કાર્યો કરવાનાં છે. ઉત્તમ કાર્યોમાં તીર્થકર અને ધર્મતીર્થની સાક્ષીએ કામ કરવાનું હોય છે. સભા સાક્ષીમાં તો આ સ્થાપનાચાર્યજી ચાલે ને ? કે નાણ જોઈએ ? સાહેબજી : દેશનામાં ત્રણ ગઢરૂપ સમવસરણમાં સ્થાપેલા આચાર્ય ચાલે; કેમ કે દેશના તો પ્રભુની ગેરહાજરીમાં બીજા પ્રહરે ગણધર ભગવંત પણ આપે જ છે. તેમાં માત્ર ધર્મતીર્થની જ સાક્ષી હોય છે. જ્યારે વ્રત-દીક્ષા વગેરે તો સમવસરણમાં ભાવતીર્થકર કે સ્થાપનાતીર્થંકરની સાક્ષીએ જ કરવાની વિધિ છે. આપણા જીવનમાં પ્રત્યેક નવા ધર્મનો સ્વીકાર ધર્મતીર્થ(નાણીની સાક્ષીએ કરવાનો છે. આ પ્રતીક પણ ધર્મકાર્યમાં પ્રાણરૂપ આલંબન છે. તેને અવલંબીને જ ધર્મના શ્રેષ્ઠ સંકલ્પો કરવાના છે. રાષ્ટ્રના મહત્ત્વના કામમાં જેમ રાષ્ટ્રધ્વજને ગૌરવ સાથે મુકાય છે, બધા તેનું મહત્ત્વ સાચવે છે, વ્યવહારમાં અહોભાવ-ભક્તિ વ્યક્ત કરે છે, તે ન કરે તો તે દેશભક્ત નથી, એમ કહેવાય છે, ધ્વજના અપમાનમાં સમગ્ર રાષ્ટ્રનું અપમાન મનાય છે; કારણ કે તે રાજસત્તાનું પ્રતીક છે; તેમ અહીં તીર્થકરોએ સ્થાપેલ ધર્મસત્તાનું પ્રતીક આ સમવસરણયુક્ત ચૈત્યવૃક્ષ છે. તીર્થંકરથી આરંભીને બારે પર્ષદારૂપ સકલ શ્રીસંઘ તેને બહુમાનભક્તિપૂર્વક ઝૂકીને નમસ્કાર કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005531
Book TitleDharmtirth Part 02
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2008
Total Pages508
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy