________________
ભાવતીર્થ - રત્નત્રયી
૫
તરવાનું તત્ત્વ તો આત્માના આધ્યાત્મિક ગુણો જ છે. તે ગુણોમાં જીવમાત્રને તારવાની પ્રચંડ શક્તિ છે. પરિપૂર્ણ રત્નત્રયીમાં શીઘ્રતાથી તારવાની અમોઘ શક્તિ છે; કારણ કે તેમાં સર્વ આધ્યાત્મિક ગુણોનો સરવાળો છે. તેથી મારે કે તમારે કે જીવમાત્રે તરવા માટે અવશ્ય ગુણિયલ બનવું પડશે. આપણે આપણા આત્મા ૫૨થી સર્વ દોષોને કાઢીશું અને સર્વ ગુણોથી સંપૂર્ણ બનીશું ત્યારે જ આપણો મોક્ષ થશે. તમારામાં નાના કણિયા જેટલો પણ દોષ હશે ત્યાં સુધી તમારો મોક્ષ નહીં થાય. 'મોક્ષ એટલે સર્વ દોષોથી મુક્તિ અને સર્વ ગુણોની પ્રાપ્તિ; કેમ કે તેમાં જ સર્વ અનર્થોનું નિરાકરણ છે અને સર્વ ઐશ્વર્યની પ્રાપ્તિ છે. તેથી જ મોક્ષ સર્વસાર છે. આત્મા માટે જે દુઃખદાયી છે તે દોષ છે, અને જે સુખદાયી છે તે ગુણ છે. સિદ્ધ થવું એટલે આત્માના સર્વ ગુણ, સર્વ ઐશ્વર્ય અને સર્વ સુખ-શાંતિને પામવાં. અત્યારે તમને સતત દુ:ખ કે સંતાપ આપનાર તમારા આત્મામાં જે તત્ત્વ છે, તેને અમે દોષ કહીએ છીએ. આ દોષો નીકળી જાય એટલે દુઃખ આપમેળે ટળી જાય. “દોષ ટળે એટલે દુઃખ ટળે” આ સિદ્ધાંત સમજાવો જોઈએ. તમે માનો છો કે ‘ગરીબાઈ ટળે એટલે દુઃખ ટળે, અને પૈસા મળે એટલે સુખ મળે'; પણ શાસ્ત્ર કહે છે કે ‘દોષ ટળે એટલે દુઃખ ટળે, અને ગુણ મળે એટલે સુખ મળે.
સભા : પૈસા મળે એટલે ભૌતિક સુખ-શાંતિ તો મળે ને ?
સાહેબજી : તે તો by-product (આડપેદાશ કે ગૌણ ફળ) છે. તેને મહત્ત્વ મૂર્ખ લોકો * अह खंतिमद्दवज्जवमुत्तीओ जिणमयप्पहाणाओ । आलंबणाइँ जेहिं सुक्कज्झाणं समारुहइ । । ६९ ।। (आवश्यकनिर्युक्ति एवं भाष्य, श्लोक-१२७१ टीका अंतर्गत ध्यानशतक श्लोक - ६९, मूल) * सुक्कस्स णं झाणस्स चत्तारि आलंबणा पं० तं० खंती १ मुत्ती २ अज्जवे ३ मद्दवे ४ ।
(ચ્છાચાર પવન્ના, શ્લો-૨૦, વિનયવિમલખિત ટીવા) ૧. ચિત્તમેવ દિ સંસારો, રાવિવજ્ઞેશવાસિતમ્। તવેવ તેવિનિમુબ્ત, મવાન્ત કૃતિ થ્યતે।।૮રૂ।।
(અધ્યાત્મસાર, અધિર-૨૮)
* सकलकर्मक्लेशक्षयलक्षणो हि मोक्षः,
(યોગવિન્તુ, ક્જો-રૂ, ટીજા)
૨. મોક્ષપ્રાપ્તિનાવાધા, સવાનન્દ્રવિધાયિની||રૂદ્દ૭||
ततोऽपि मोक्षप्राप्तिः-निर्वाणलाभ:, अनाबाधा - सर्वशरीरमानसव्यथाविकला । सदा-सर्वकालम्, आनन्दविधायिनी
परमानन्दरूपत्वात्तस्याः ।
(યોગવિન્તુ, શ્ર્લો-રૂ૬૭, મૂલ-ટીવા)
(પ્રશમરતિપ્રર્ામ્ શ્લો-રૂoરૂ, ટીજા)
* सर्वमेव सुखं सर्वसुखं दुःखलेशाकलङ्कितं मुक्तिसुखम्
3. कामः क्रोधस्तथा मोहस्त्रयोऽप्येते महाद्विषः । एते न निर्जिता यावत्तावत्सौख्यं कुतो नृणाम् ? ।। २७ ।।
Jain Education International
For Personal & Private Use Only
(श्री ज्योतिविजयजी कृत तत्त्वामृतम् )
www.jainelibrary.org