________________
ભાવતીર્થ – રત્નત્રયી આપે છે. સત્ય એ છે કે “અંદરમાં જેને દુઃખ નથી તેને બહારનું દુઃખ પેદા થવાનું કોઈ કારણ રહેતું નથી'. બધા બહારના દુઃખનું કારણ આ અંદરનું દુઃખ છે. જેને અંદરનું દુઃખ ટળી ગયું તેને બહારનાં દુઃખો તો આપમેળે જ નાબૂદ થઈ જવાનાં.
તમને સ્પષ્ટ નિર્ણય જોઈએ – નક્કર શ્રદ્ધા જોઈએ કે “જીવમાત્ર ગુણથી જ તરે છે, અને હું પણ ગુણથી જ તરવાનો છું. ગુણ સિવાય મારો કોઈ આરો-ઓવારો નથી. આખા જગતને સુખ-શાંતિ આપવાની તાકાત ગુણમાં છે'. ખરો આનંદ આત્માના નિર્મળ ગુણોમાં જ છે. આખું વિશ્વ જ્યારે ગુણ તરફ જશે ત્યારે તેને સુખ-શાંતિ મળશે, બાકી નહીં મળે. તમને ગુણોમાં જ સુખનો અનુભવ થવો જોઈએ, અને ગુણ એ જ એકમાત્ર મોક્ષનું કારણ સમજાવું જોઈએ. ટૂંકમાં, આત્માના ગુણો એ જ વાસ્તવમાં ખરું ભાવતીર્થ છે. તેનામાં જેવી તારકતા છે તેવી તારકતા દુનિયાની બીજી કોઈ વસ્તુમાં નથી. ગીતાર્થ ગુરુ ન હોય તો ચાલે, દ્વાદશાંગીરૂપ શાસ્ત્રો ન હોય તો પણ ચાલે, શ્રીસંઘ ન હોય તો પણ ચાલે, પણ આત્માના ગુણો ન હોય અને ઉદ્ધાર થાય તે કદી સંભવે જ નહીં. ઉપરનાં ત્રણે તીર્થ વિના તર્યાના દાખલા છે, પણ આ ચોથા ભાવતીર્થ વિના તર્યાનો કોઈ દાખલો નથી. તેથી શાસ્ત્રમાં લખ્યું કે “સમ્યગ્દર્શન એ જ તીર્થ, સમ્યજ્ઞાન એ જ તીર્થ, સમ્યક્યારિત્ર એ જ તીર્થ, રત્નત્રયી તે જ મોક્ષમાર્ગ અને મોક્ષમાર્ગ તે જ ભાવતીર્થ'. વળી ગુણાત્મક તીર્થની વાત જૈનશાસ્ત્રો જ કહે છે તેવું નથી, અન્યદર્શનનાં શાસ્ત્રોમાં પણ આ વાત છે. સ્કંદપુરાણમાં લખ્યું છે કે આ પ્રયાગ આદિ કહેવાતાં તીર્થ તે તો ધરાતીર્થ છે, પણ ખરાં તીર્થ તો માનસ તીર્થ છે”. અહીં માનસ તીર્થ તરીકે મનમાં રહેલાં અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય આદિ ગુણાત્મક ભાવો વિવક્ષિત છે. જેના મગજમાં આ ગુણરૂપ તીર્થની તારકતા બેસી જાય અને તેનું અવલંબન લેવાનું ચાલુ કરે; એ જીવ ગમે ત્યાં, ખૂણે-ખાંચરે જાય, તોપણ તેનો મોક્ષ અટકે નહીં. જો તમે આ ગુણો પામી જાઓ તો તમે પણ નક્કી કરવાના. અરે ! કદાચ જૈનશાસનથી વિખૂટા પડી જાઓ તોપણ તમારો ઉદ્ધાર અટકે નહીં.
આ ભાવતીર્થ સામાન્ય નથી. આત્માને ખરું ઉગારનારું તીર્થ આ જ છે. તેના માટે શબ્દ જ “માર્ગ' લખ્યો. દસ પૂર્વધર એવા પૂ. ઉમાસ્વાતિજી મહારાજાએ તત્ત્વાર્થસૂત્ર નામના મહાન શાસ્ત્રના પ્રારંભમાં પ્રથમ સૂત્રમાં જ લખ્યું કે "સીદ્દર્શનશાનચરિત્ર મોક્ષમા." આ મહાવાક્ય જેવું સૂત્ર મૂકીને કહ્યું કે “આ જ ખરો મોક્ષમાર્ગ છે.' સમુદ્રમાં કોઈ ડૂબતો માણસ તરીને ઉપર આવે, ગુંગળામણથી ત્રાસેલો છે અને તેમાંથી બચવાની તમન્નાથી સપાટી પર આવીને વિચારે કે દરિયામાંથી ઝટ બહાર નીકળી જાઉં', તો તેની આંખો ચકળવકળ થઈને શોધે શું? કાંઠે જતો રસ્તો. કાંઠે જતો સાચો રસ્તો મળી ગયો અને હાથ-પગ હલાવતો હોય તો બીજા કોઈની
१. श्रीपर्वतादितीर्थानि धरातीर्थं तथापरम्। मानसान्यपि तीर्थानि सत्यादीनि च वै प्रिये! ।।६८६।।
(વેરાંશ)
२. ज्ञानदर्शनचारित्ररूपमार्गप्रतिपादनं।
(૩૫મિતિ પ્રસ્તાવ-૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org